STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance

4  

ચૈતન્ય જોષી

Romance

આંખો તારી

આંખો તારી

1 min
127


ન જાણે કેટકેટલું કહી જાય છે આંખો તારી.

ન જાણે કેટકેટલું સહી જાય છે આંખો તારી.


હારી જાય ભાષા પણ સઘળું સમજાવવામાં,

ન જાણે કેટકેટલું વહી જાય છે આંખો તારી.


છે કાબેલિયત એની ઘાયલ કરવાની હંમેશાં,

ન જાણે કેટકેટલું ગ્રહી જાય છે આંખો તારી.


પ્રતિબિંબિત થાય છે ઉર તારું નયનના દ્વારે,

ન જાણે કેટકેટલું ચહી જાય છે આંખો તારી.


કાતિલ તીરસમી નજર તારી દિલ વીંધનારી,

ન જાણે કેટકેટલું મહીં જાય છે આંખો તારી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance