આંખના ઇશારે હોય છે.
આંખના ઇશારે હોય છે.
ઇશારાને ક્યાં અવાજ હોય છે?
હોય માત્ર પ્રીત એમાં બીજુુ ક્યાં કંઈ હોય છે?
આંંખ સમજે આંંખને
નાટક આ કયાં જગજાહેર હોય છે?
આમ તો દિવાલો ને પણ કાન હોય છે;
પણ આ વાત ને કયાં સ્વર હોય છે?
મેેેેદાન પર ના સહી
પણ રમત આ જોરદાર હોય છે.
સમજવાનુું રહે ના જરાય બાકી
આંંખો બડી સમજદાર હોય છે.
સંવાદ ને અવકાશ રહે ના રહે
ચિતની ચર્ચા ચાહત બની આંંખે ઉતારી હોય છે.
સમજવાને ગ્રંથ આ ટૂંકો પડે
લખાયો જયારે "નીલ" આંંખના ઇશારે હોય છે.
