STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance

4  

ચૈતન્ય જોષી

Romance

આંગણ આવી તું!

આંગણ આવી તું!

1 min
442

સજીધજીને સોળે શણગાર આંગણ આવી તું! 

સંગ લૈ ખુશી મબલખ ભંડાર આંગણ આવી તું! 


આનંદ વ્યાપ્યો કેવો ઉરે અવલોકી આપ્તજનને,

ઉરમાં સ્ફૂરી મસ્તીઓ હજાર આંગણ આવી તું! 


ધરી રક્તવસ્ત્રને વળી આભૂષણ અંગ ઉપાંગમાં,

જાણે કે કોઈ આવ્યો તહેવાર આંગણ આવી તું! 


ઢળ્યો સૂર પશ્ચિમે તોયે અંતરે સૂર્યોદય થઈ રહ્યો,

થયો ઝંખનાનો મિલનોપચાર આંગણ આવી તું! 


થયા શબ્દો સૂના મુખે લોચન અપલક નીરખતાં,

લાગી વિનસે સજ્યા સિંગાર આંગણ આવી તું! 


Rate this content
Log in

Similar gujarati poem from Romance