STORYMIRROR

Jagat Patel

Inspirational

3  

Jagat Patel

Inspirational

આંધળી દોડ...

આંધળી દોડ...

1 min
14.1K


ચાલતા ક્યાં આવડતું મને, દોડની રમત જીતતો ગયો..

હારેલી જ હતી જીવન રેસ, મેડલોની હાર કરતો ગયો...

મંજીલને પામવા છેટ, આકાશને આરપાર પહોંચ્યો..

એક એક ક્ષિતીજની બારીઓ ખખડાવી શોધતો ગયો...

જગદીશની પ્રત્યેક બનાવટથી લઈ એક એક કણમાં..

દરિયાના ઉંડાણે અટક્યા, જરાક આગળ હું ખોદતો ગયો...

વારસદાર હતો, ઋષિ અને કૃષિ સંસ્કૃતિનો હકદાર..

જંગલો મટાડ્યા, જંગલોની ઈમારતો ચણતો ગયો...

હતી જ આંધળી દોડ એની આ જગતની ઝંજાળોની,

જીવનનો રંગ ભૂલી બેરંગ દુનિયામાં દોડતો ગયો


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational