આંધી
આંધી


વિદેશી અનુકરણની આંધી ફેલાઈ છે દેશમાં.
સ્વદેશી જુગજૂની આદત ભૂલાઈ છે દેશમાં.
અનુકરણની આંધળી દોટે નિજતા ગુમાવીને,
વિદેશી વાયરસની અસર વર્તાઈ છે દેશમાં.
વિશ્વગુરુ બની શકે એવો છે ભારત આપણો,
તોય એની જાણે મહાનતા વિસરાઈ છે દેશમાં.
નથી ગયા બહુ દૂર હજુ પરત ફરવું છે જરુરી,
સંસ્કૃતિને વિરાસત સાવ ગૈ મુરઝાઈ છે દેશમાં.
સાદગી, સ્વાવલંબન, સત્ય, સમર્પણને સ્નેહ,
ઔપચારિકતા આચરણે વસી ગઈ છે દેશમાં.