STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

આમાં કેમ ઉજવવી

આમાં કેમ ઉજવવી

1 min
385

જ્યાં બે ટંક ખાવાનું મેળવવું મુશ્કેલ

એમાં શું મીઠાઈની વાત પણ કરવી છે યોગ્ય

આમાં કેમ ઉજવવી ગરીબોએ દિવાળી....!


જ્યાં અમીરો પંદર દિવસ કરે ઘરની સફાઈ

અમારે તો રહેવા ઝૂંપડી શોધવી કઠિન

 આમાં કેમ ઉજવવી ગરીબોએ દિવાળી....!


આમ પણ ખૂટે છે રંગો ઘણાં જીવનના

દિવાળીની રંગોળી કેમ કરી પુરવી જીવનમાં

આમાં કેમ ઉજવવી ગરીબોએ દિવાળી...!


 જ્યાં શરીરને ઢાંકવા પૂરતા કપડાં પડે ઓછાં

 નવા કપડાંની જોડી લેવાની કેમ મૂકવી વાત 

 આમાં કેમ ઉજવવી ગરીબોએ દિવાળી....!


જ્યાં અમીરોના ઘરમાં ફૂટે છે ફટાકડા મોટા મોટા

 અમારે તો આખી જિંદગી જ છે ફટાકડા સમાન

 આમાં કેમ ઉજવવી ગરીબોએ દિવાળી...!


જ્યાં અંધારું દૂર કરવા મળવી મુશ્કેલ રોશની

 ત્યાં દીવડા પ્રગટાવીને રોશની કેમ કરવી ?

આમાં કેમ ઉજવવી ગરીબોએ દિવાળી...!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational