આમ અશ્રુઓ સાર્યા ના કર
આમ અશ્રુઓ સાર્યા ના કર
આંખેથી આંસુ આમ સાર્યાં ના કર,
દિલને તારા આમ દુભાવ્યા ના કર,
મોતી આજે નહિ તો કાલે મળશે,
આમ કિનારે બેસી જાતને દુઃખી કર્યા ના કર,
રોશની તને જરૂર મળશે જ ચાલ્યે રાખ,
આમ અંધારાની ફરિયાદ ના કર્યા કર,
પ્રયાસો કર, એક દિ સમય તારો થશે,
આમ હારની ફરિયાદ ના કર્યા કર,
ઈશ્વર એક દિ સઘળું આપી દેશે તને,
આમ ઈશ્વરમાં શંકા ના કર્યા કર,
આમ નાની વાતોમાં અશ્રુઓ સાર્યા ના કર,
મંઝિલ તને ચોક્કસ મળશે,
તારી શક્તિમાં અવિશ્વાસ ના કર્યા કર.
