આઝાદીનો રંગ
આઝાદીનો રંગ
આઝાદીનો રંગ આતો આઝાદીનો રંગ
સૌને આપે ઉમંગ આતો આઝાદીનો રંગ,
આઝાદીની ઉડાન આતો આઝાદીની ઉડાન
સૌને સંગે રાખે આતો આઝાદીની ઉડાન,
આઝાદીની વાત આતો આઝાદીની વાત
સૌને સાથ આપે આતો આઝાદીનો ઉડાન,
આઝાદીની મુલાકાત આતો આઝાદીની મુલાકાત
જીવનની શરૂઆત આપે આતો આઝાદીની મુલાકાત,
આઝાદીનો આ જુસ્સો આતો આઝાદીનો જુસ્સો
સૌને ઉત્સાહ આપે આતો આઝાદીનો જુસ્સો,
આઝાદીની સૌરભ આતો આઝાદીની સૌરભ
સૌના જીવનને સોનેરી બનાવે આતો આઝાદીની સૌરભ.
