STORYMIRROR

Kiran piyush shah "kajal"

Abstract

3  

Kiran piyush shah "kajal"

Abstract

આગળ જઈએ

આગળ જઈએ

1 min
103

જીવનને થોડું ચાખીને આગળ જઈએ,

પુણ્યોને આજે વાવીને આગળ જઈએ,


મમતામાં તો માયા પાછી બાંધી બેઠા,

સંગાથે સૌને રાખીને આગળ જઈએ,


ઈશ્વરની ઈચ્છા સામે ફોગટ ફેરા છે,

ક્ષણ એકમાં આજે જાણીને આગળ જઈએ,


લેખા જોખા કરશે ત્યારે, સાથે લેશો ?

તારું ને મારું છોડીને આગળ જઈએ,


સાચી ખોટી અફવાઓ ફેલાવી એણે,

આજે સમજીએ તાવીને આગળ જઈએ,


પાણી પે 'લાં પાળો બાંધી રાખે એતો,

લ્યો આજે ત્યારે દોડીને આગળ જઈએ,


રડવા માટે પાછળ રે'શે કરમો તારા,

કાજલ સઘળું ખંખેરીને આગળ જઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Abstract