STORYMIRROR

Harshida Dipak

Children Others

3  

Harshida Dipak

Children Others

આભ અટારી

આભ અટારી

1 min
13.5K


ઊઘડે એક અનોખી બારી.., 

તકધીના .... ધીન .....

સ્નેહભરેલી જળની ઝારી ...., 

તકધીના .... ધીન .....


ઘરઆંગણમાં રમતી'તી હું પગલાં પાડી, 

ઘમ્મરિયાળો ઘાઘરો  રેશમની સાડી, 

મોર  ટહુકે આભ  અટારી ....

તકધીના .... ધીન .....

ઊઘડે એક અનોખી....


પગલાં નાનાં - નાનાં લાગે કંકુ વાળાં, 

નવરંગી  ઘરચોળું માથે મોતી માળા, 

મનમાં  ગૂંથી જાત  તમારી ....

તકધીના .... ધીન .....

ઊઘડે એક અનોખી....


આભ નીતરતું આજે એવું અનરાધારે, 

વીજળીના ચમકારે  હૈયું  થાતું ભારે, 

ખોલી નાખી પ્રીતની ભારી ....

તકધીના .... ધીન .....

ઊઘડે એક અનોખી....


Rate this content
Log in

Similar gujarati poem from Children