Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational

4.3  

Manishaben Jadav

Inspirational

આ જિંદગી

આ જિંદગી

1 min
172


મળી છે જિંદગી માનવ દેહ તણી

એ તો ઈશ્વરે આપેલી અણમોલ ઘણી

આ જિંદગી મળી જાદુઈ ચિરાગ...


વિચારવાને મન આપ્યું સુંદર

એથી વિશેષ ગુણથી શોભે મનોહર

આ જિંદગી મળી જાદુઈ ચિરાગ


જીવને ઓળખવા આત્મા અમર

એ તો ભવભવના ફેરાથી છે પર

આ જિંદગી મળી જાદુઈ ચિરાગ...


લાગણી રજૂ કરવાને આપી વાણી

મળે જ્યાં વાચા ફૂટે આંસુઓની સરવાણી

આ જિંદગી મળી જાદુઈ ચિરાગ...


સંબંધો રૂપી માયાજાળમાં મળી જિંદગી

ઈશ્વરને પ્રસન્ન કરવાને આપી બંદગી

આ જિંદગી મળી જાદુઈ ચિરાગ...


ઈશ્વરે જાદુથી બનાવી સૃષ્ટિ અપ્રિતમ

એમાં વસનાર માનવ સૌ અદ્વિતીય

આ જિંદગી મળી જાદુઈ ચિરાગ.


Rate this content
Log in