Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#DSK #DSK

Drama Thriller

3  

#DSK #DSK

Drama Thriller

યે રિશ્તા તેરા મેરા - ૧૮

યે રિશ્તા તેરા મેરા - ૧૮

6 mins
14.5K


સાંજ પડવા લાગી. વાદળોની ગતિ વધીને સૂરજ તેની જગ્યા એ આથમવા જવા લાગ્યો. રાજાસાહેબના માણસો બંને બાજુ તેનાત છે.

અંશે ઘેર જઇને કહ્યું; મહેકને કંપનીમાંથી રજા નથી મળી. બીજું તે સુવર્ણનગરના પૂરમાંથી બચીને આવી એટલે પરિવારને મહિનો સુધી નહીં મળવાનું ને મહિનો વાત નહીં કરવાનું વ્રત લીધુ છે. એટલે હું એકલો જ આવ્યો છું."

અંશે પોતાના પરિવારને આવું બહાનું આપ્યું અને એ ચાલ્યું પણ ખરું.

સવિતાબેન; અંશ... આ અઘરું થયું.

રમણભાઇ; હા બેટા ! આવું વ્રત ન લેવાય.

રેખાબેન; જે કર્યુ તે સારુ કર્યુ.

નરેશભાઇ; એ બચી ગઇ ભલે બે મહિના ન મળે ને વાત પણ ન કરે.

સવિતાબેન; જી એ વાત સાચી

રમણભાઇ; જી મહેક ઓકે છે એજ બેસ્ટ વાત છે.

અંશે ફટાફટ જમવાનું બનાવવા માટે કહ્યું. સલીમને કોલ કરવા માટે બહાર આવ્યો.

અંશ; સલીમ

સલીમ; જી ભાઇજાન,આજે બે વાગે નીકળવાનું છે.

અંશ; ના

સલીમ; કેમ?

અંશ; ૯ વાગે જવુ છે. ૨ વાગે ઘરના લોકો પૂછે ક્યા જાવ છો, તો જવાબ શું આપવાનો?

સલીમ; એ વાત સાચી

સવિતાબેન; ક્યાં જવું છે ૯ વાગે?

અંશ; મમ્મી ! હું ડૉકટર છું. મારા કામની વાતમાં ને કોલ શરુ હોય ત્યારે ન બોલ. મારે ગમે ત્યારે ગમે ત્યાં જવાનું થાય !

સવિતાબેન; બોવ સારું. મોં ફુલાવીને જતાં રહ્યાં.

અંશે એક ઉંડૉ શ્વાસ લીધો, તેના મમ્મી એ કોઇ વાત સાંભળી ન હતી એટલે !

અંશ; સલીમ આ વાત સીક્રેટ જ રહેવી જોઇએ.

સલીમ; ભાઇજાન તમે ચિંતા ન કરો, એ મારા દોસ્તો છે. સલીમના દોસ્તો છે.

અંશ; જી

સલીમ; તમે ૯ વાગે આવી જાવ

અંશ; જી

અંશ અંદર આવીને; મમ્મી જમવાનું બની ગયું ?

મમ્મી; ઓહો... તું આવે તો થાય સારું થયું મારો દીકરો આવ્યો, પણ તું એટલો કંટાળો લાવી દે કે થાય તું ન આવતો હોય તો સારું !

અંશ; મમ્મા, બોલ્યા વગર જમવાનું આપીશ?

મમ્મી; સવિતાબેન, જમવાનું મૂકવા લાગ્યા અને બડબડતા ગયા, ગુસ્સો કરતા ગયાને અંશ ચુપ જ રહ્યો કશું જ ન બોલ્યો.

અંશે ફટાફટ જમવાનું પતાવ્યું, હાથ ધોયાને પાણી પીને જતા-જતા બોલ્યો; "મમ્મા હું લેટ આવીશ, મારી રાહ ન જોતાં."

મમ્મા; પણ આવીશ ક્યારે ? [અંશ જવાબ આપ્યા વગર જ જતો રહ્યો.]

અંશ સ્ટેંડે આવી જાય છે, ઉભો હોય છે.

ચંપકકાકા; કેમ અંશ અહીંયાં ?

અંશ; ઓહ, કાકા તમે? એમ જ જમીને ચાલવા નીકળ્યો તો અહીં ઉભો રહી ગયો.

ચંપકકાકા; ઓહ, તમારે ડૉકટરને પણ આવું બોવ, ખાવુંને પછી ચાલવું.

અંશ; કાકા, જી. અંશ રાહ જ જોતો હોય છે. ઉંચા-નીચી થતો હોય છે. સલીમનો કોલ આવ્યો.

અંશ; જી બોલ !

સલીમ; ભાઇજાન ૧૦ જ મિનિટમાં નીકળીયે છીએ.

અંશ; જી [ત્યાં જ કિરીટકાકા નીકળે છે.]

કિરીટકાકા; કેમ અંશ ? વોકીંગ કરવા કે ?

અંશ; જી કાકા.

કિરીટ; સારું બેટા સારું. ઘેર આવજે હો !

અંશ; જી કાકા

[ત્યાં જ થોડીવારમાં સલીમ અને તેના મિત્રો આવતા દેખાય છે, બધા મિત્રો સલીમની રીક્ષામા બેસી ગયાને સુવર્ણનગરના અડધે રસ્તે જઇને બેઠા. બેઠા-બેઠા વાતો કરવા લાગ્યા. આગળની રાતના જાગેલા અને દિવસના હેરાન થયેલા, બધાને નીંદર આવી ગઇ. ત્યાં જ મહેકના પાપા નરેશભાઇ આંટો મારવા આવેલા સલીમની રીક્ષા જોઇ નજીક આવ્યા...]

નરેશભાઇ; કેમ સલીમ અત્યારે ૧૦ વાગે અહીં ? કોઇ આવે છે કે શું સીટીમાંથી ?

સલીમ આંખો ચોળતા-ચોળતા બોલ્યો; "એમ જ ફરવા આવ્યા..."

[મહેકના પાપાએ રીક્ષામાં જોયું અંશ ઇરફાન પાછળ મોં છુંપાવ્યું.]

નરેશભાઇ; તમે બધા તો ઉંઘો છો ! ફરવા આવ્યા કે ઉંઘવા ?

નવશાદ; કાકા....સફર હવે, ૨ વાગે શરુ થશે અમારી ઉંઘમાં જ બોલ્યો.

[અંશે પાછળથી ચુટલો ભર્યો, નવશાદ હલબલાયો.]

નરેશભાઇ; શું થયું ?

ઇરફાન; મચ્છર ! મચ્છર બોવ છે કાકા. [ઉંઘમાં જ બોલ્યો.]

આદમ; કાકા, તમે જાવ આ બધા તો કીધા એટલા બસ, ઉંઘમાં જ છે.

હુસેન; એય... આદમ

આદમ; શું છે?

નરેશભાઇ; ઓહો, આરામ કરો હું જાવ છું.

અંશ; હાશ !

સલીમ; હે ખુદા ! તારા દરબારમાં કસોટીની પ્રથા લાંબી છે.

બધા થોડી જ વારમાં પાછા ઘસઘસાટ ઉંઘી જાય છે. ત્યા જ ૨ઃ૩૦ થઇ ગયા.

હુસેન ભડકીને ઉઠ્યોને બધાને જગડ્યા. પહેલાં તો બધા ડરી ગયા અને એકબીજાને પકડવા લાગ્યા. બધા વ્યવસ્થિત આંખો ખોલીને જાગ્યાને "જુની હવેલી" તરફ ભાગ્યા રીક્ષા લઇને. ત્યાં પહોંચી ગયાને ત્યાં તેનાત ૮ માણસોની ટુકડીથી બચતા છુપાતા અંદર ઘુસ્યા. બિલ્લી પગે અંદર ઘુસ્યા અને કોઇ ભુતપ્રેત તો ન મળ્યું પણ એક માણસ જોઇ ગયો ઇરફાનને. બીજો માણસ આવ્યો ત્યાં હુસેનને આદમે તેને ઘાયલ કર્યા. બે માણસને ઘાયલ કર્યા અને કોઇ બીજા જુએ એ પેલા ભાગ્યા અને વૃંદાવન તરફ રીક્ષા લઇને. પેલા છએ ઘાયલ બે વ્યક્તિને ઉઠાવ્યાને તેની લઇ ગયા ત્યાં આ લોકો વૃંદાવન ઘેર પહોંચી ગયાને સૂઇ પણ ગયા.

આજે મહેકનો સંપર્ક એક દાદીમા જોડે થઇ ગયો. આત્માઓ એ આગળની રાતની જેમ પાછુ ડરાવવાનું શરુ કર્યુ... દાદીમાની કંપની મળી જતાં મહેકનો ડર ઓછો થઇ ગયો. તે બીજી જ રાત્રે આત્માઓનો સામનો કરવાની હિંમત ભેગી કરી લીધી. તેમ છતાંય ડરી ગઈ અને બેભાન થઇને પડી ગઇ.

જયદીપને નિરવા સગાઇ માટે સાથે શોપીંગ કરવા માટે જવા લાગ્યા. બંનેનો પરિવાર પણ સાથે છે. ખુશી-ખુશી સગાઇની તૈયરી કરવા લાગ્યા.

જયદીપ; પૈસાવાળો અને નિરવાના પાપા પણ... આયોજનમાં કમી હોય... ના... વા’લા, ના.... ન... હોય.

નિરવાના કહેવાથી સગાઇ પહેલા તેના પરિવારને મિત્રો એ ડાંસ ગૃપમાં જઇને બધા અલગ-અલગ સોંગ પર ડાંસ શીખવા લાગ્યા. જયદીપને નિરવા પણ ડાંસની તૈયારી કરવા લાગ્યાં.

ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જયદીપે મહેકને કોલ કર્યો. પણ મહેકનો મોબાઇલ "નોટ રીઝેબલ" બોલવા લાગ્યો. સવારથી સાંજ સુધી જયદીપ ટ્રાય કરી. પણ ન લાગ્યો તે ન જ લાગ્યો. પછી કંટાળીને તેણે અંશને કોલ કર્યો.

અંશ; હલ્લો જયદીપ

જયદીપ; મારી સગાઇ કાલે છે તો આપ બંને પધારશો જી.

અંશ; ઓહ કોંગ્રેચ્યુલેશન્સ !

જયદીપ; જી, હું મહેકની કંપની પર ગયો હતો પણ મહેક રજા પર છે [અંશને મહેકનો ચહેરો દેખાવા લાગ્યો] બીજું હોસ્પિટલ ગયો તો તું રજા પર છે.

અંશ; જી, અમે વૃંદાવન છીએ.

જયદીપ; તો આપ કાલે સમયસર આવી જશો. પાક્કું, હું તમારી રાહ જોઇશ.

જયદીપ; ઓકે પાક્કું, હું ને મહેક વૃંદાવનથી પાક્કું આવીશું જ.

જયદીપ; ઓકે બાય

અંશ; બાય

રેખાબેન; કેમ જૂઠ બોલ્યો ?

અંશ; જી કાકી...કા....કી (ઘબરાતા)

રેખાબેન; મહેક ક્યા છે અહીં ? તું કેમ જૂઠ બોલ્યો?

અંશ; કાકી... આવું બધું કરવું પડે ! જૂઠ પણ બોલવું પડે.

કાકી; જી ! હવે એવું પણ શીખી ગયા એમને ?

અંશ હસ્યો

***

૧૦ વાગે સલીમને અંશ રાજદરબારમાં આવ્યા. બાપુને મળ્યા.

બાપુ; અંશ, મેં કહ્યું'તું ને કે ભૂતપ્રેત એટેક કરી શકે છે !

અંશ સલીમે એકબીજાની સામે જોયું

સલીમ; કેમ શું થયું?

બાપુ; મારા બે માણસોને ઘાયલ કર્યા. આજે રાત્રે.

અંશ; વોટ?

કાજલબા; જી ભાઇ, બાપુ જે ડીસીઝન લે તે સારું જ હોય, હવે તમને સમજાયું ને?

સલીમ; બાપુ...એ...એ બે ઘાયલ થયા ત્યાં હું ને અંશ તેની જગા એ રાત્રે ઉભા રહીએ.

અંશ; જી બાપુ, અમારે પણ ભૂતપ્રેત જોવા છે.

બાપુ; [ડરી ગયા એકદમ બોલ્યા] ના...નહીં...ક્યારેય નહીં...

સલીમ; પણ કેમ?

બાપુ; બસ એમ જ !

અંશ; બાપુ, મારી મહેક ગુમ થઇ છે તો મને પૂરો હક છે.

બાપુ; અંશ, હું તારી સાથે પ્રેમથી રહું તેનો અર્થએ બિલકુલ નથી કે તું નિયમનો ભંગ કરે ?

કાજલ; બાપુ, ગુસ્સો ન કરો ! એ જગ્યા એ હું હોવ તો શું આપ પોતે તેનાત ન થઇ જાવ, જંગલમાં કહો જોઇએ ? આપ કોઇ પર વિશ્વાસ કરો ? એવું જ અંશભાઇને થાયને બાપુ !

બાપુ; [ધીરા પડયા] જી, એ વાત સાચી. અંશ મારા માણસો જ તેનાત રહેશે. [બાપુ જતા રહ્યા]

મહેકને દાદીમાને સારું ફાવી ગયું. આ ભુતપ્રેત-આત્માવાળા ઓરડામાં મહેકનો આસાનીથી - સરળતાથી દિવસ વાતોમાં નીકળી જાય. દાદીમા આ હવેલીની રહસ્યમયી વાતો કરે અને મહેક પ્રેમથી શાંતિથી સાંભળે. મહેકને આવી વાતો સાંભળવાની મજા આવે ને રસ પણ પડે પછી રાત્રે આત્માઓ આવતાં બીક પણ એટલી જ લાગે. આજે તો દાદીમાની વાતો સાંભળીને એટલી ડરી ગયેલી કે થોડો આત્માનો અવાજ આવ્યો કે બેભાન થઇને ઢળી પડી.

***

જયદીપનો કોલ આવ્યો

અંશ; આજે નીકળીશું બસ જો નીકળીએ જ છીએ.

જયદીપ; જલ્દી હો

અંશ; જી [કોલ કટ કરીને તરત જ જયદીપનો નંબર બ્લોક લિસ્ટમાં એડ કર્યો]

આજે રાત્રે ફરીવાર મિત્રો સુવર્ણનગર આવ્યાને એ જ ઘટના દોહરાવી. આ વખતે માત્રને માત્ર નવશાદને ઇરફાન ગયા. કાળોકોટ, કાળી ટૉપી, મોં પર કાળું કપડું બાંધ્યું, કાળા બૂટ, કાળા હાથ મોજા. ચોરી કરવા જતા હોય તેમ ઉપડ્યા. બંને હળવા પગે ગયા, એકે મોં દબાવ્યુને બીજા એ ચપ્પુના ઘા વડે ઘાયલ કર્યુ. તેનું મોં બંદ કરીને ઉપર પાંદડા નાખ્યા. પછી બંને એ એક સાથે બેને ઘાયલ કર્યા અને ઉપર પાંદડા નાખ્યા. પછી ધીમેથી એક માણસને ઉપાડ્યો અને તેને ઘાયલ કર્યો. પરંતુ ઇરફાનને બંને વચ્ચે જપાજપી થઇ, માણસે ઇરફાનના મોં પરથી કપડું હટાવ્યું. એ જ સમયે નવશાદે પાછળથી એ માણસના માથા પર લાકડી મારીને એ બેભાન થતા થતા તેણે એક જોરદાર ચીસ પાડી. બીજા બે આવે ત્યાં બંને ભાગી ગયા... અંધકારમયી રાત્રીમાં ઘાયલ થનાર સિવાય સૈનિકોને ક્શું ન દેખાયું.

***

ભોર થઇ. સલીમ અને અંશ બાપુ પાસે આવ્યા. બાપુ પેલા બે બચેલા સૈનિક પર ગુસ્સો ઉતારી રહ્યા. તમે લોકો કરી શું રહ્યા કે ચાર-ચારને ઘાયલ કર્યા તો પણ ખબર ન રહી.

માણસ; બાપુ ખબર જ ન પડી

બાપુ; એક જાપટ લગાવી

બીજો માણસ; બાપુ, હવે બીજા માણસોની જરુર પડશે.

સલીમ; અમે છીએ જ !

બાપુ; તમને ના કહી ને !

અંશ; બાપુના પગ પકડી બાપુ મારી મહેક નહીં મળે તો આજ જગ્યા પર હું મારો જીવ... આપીશ.

કાજલ; બાપુ... મહેકને કશું થશે તો હું તમને ક્યારેય માફ નહીં કરું.

આરતીબા[મહારાણી]; રાજાસાહેબ ! આજે અંશે તમારી તાકાત સામે તેનો જીવ મૂક્યો છે, તમે કશું નહીં કરી શકો તો રાજ ઘરાનાની આબરુ પાણીની સાથે ધૂળમાં પણ મળી જશે.

રાજાસાહેબ; રાણીસાહિબા, એવું કશું નહી થાય, આપ હિંમત રાખો.

અંશ; બાપુ, બે કરોડ ભેગા થઇ ગયા.

[બાપુએ માથું હલાવ્યું]

[વધુ આવતા અંકે]


Rate this content
Log in

Similar gujarati story from Drama