Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parin Dave

Tragedy Inspirational

4.5  

Parin Dave

Tragedy Inspirational

ગુસ્સો

ગુસ્સો

1 min
221


રમેશ શાહ એમની સોસાયટીમાં ચેરમેન હતા.હમણાં નવરાત્રી ચાલી રહી છે એટલે એમનું ઘર સિવાય પણ સોસાયટીના કામની દેખરેખ રાખવામાં જ એમને પૂરો સમય ફાળવવો પડતો હતો. એક બાજુ એ નેશનલ લેવલની કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા હતા. દિવાળી નજીક આવી રહી છે એટલે એમને કંપનીના કામ માટે પણ ખૂબ જ દોડાદોડ રહેતી. બધી બાજુ સંભાળ રાખતા રાખતા ક્યારેક ઓફિસમાં કોઈનાથી કોઈ ભૂલ થઈ જાય તો એમના મગજનો પારો તરત જ વધી જતો. સાથે સાથે એમનો ગુસ્સો મોઢા ઉપર લાલ કલરમાં દેખાતો. ઘણીવાર તો એમના સહકાર્યકરો એમનું મોઢું જોઈને જ સમજી જતા કે એમની સાથે વાત કરાય કે નહિ.

આવા જ એક દિવસે કોઈ કારણસર ઘરમાં ઝઘડો થયો, એ પતાવીને ઓફિસ જવા નીકળ્યા ત્યારે રસ્તામાં એક્સિડન્ટ થયો, વાંક એમનો હતો એટલે કંઈ બોલી ના શકયા. ઓફિસ પહોંચ્યા જ હતા ને એમની હેડ ઓફિસથી ફોન આવ્યો એમાં પણ એમની કોઈ ભૂલને કારણે સાંભળવું પડયું. એની અસર એમના મગજ ઉપર એ હદે થઈ ગઈ કે એમનું મોં એકદમ લાલચોળ એટલે કે રતાશ પડતું થયું અને અચાનક જ એ ઊભા થવા ગયા અને ત્યાં જ પડી ગયા. ઓફિસનો પટાવાળો કંઈ કામથી અંદર આવ્યો અને તેણે રમેશભાઈને પડેલા જોયા. એણે તરત જ ઓફિસના બધા સ્ટાફને બોલાવ્યા અને એમની આ હાલત જોઈને તરત જ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા. એમને માઈલ્ડ એટેક આવ્યો હતો. સમયસરની સારવારના કારણે તે બચી ગયા. એ પછી એમણે જીવનમાં ક્યારેય પણ ગુસ્સો નહીં કરવાનો નિર્ણય કર્યો. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy