Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sandhya Chaudhari

Drama Thriller

3  

Sandhya Chaudhari

Drama Thriller

પ્યાર Impossible - ભાગ ૬

પ્યાર Impossible - ભાગ ૬

5 mins
810


નવરાત્રિનો તહેવાર હતો. શામોલી અને સ્વરા દર વર્ષે સોસાયટીમાં જ રાસ-ગરબા રમતા. બંન્નેને રાસ-ગરબા રમવાનો ખૂબ જ શોખ. રાસ-ગરબા રમવાનો શોખ ભલા કોને ન હોય!!!

સ્વરા:- હું શું કહું છું કે આપણે દર વર્ષે સોસાયટીમાં રાસ રમીએ છીએ. આ વખતે આપણે ત્યાં રાસ રમવા જઈએ જ્યાં સેલીબ્રેટીઓ આવે છે.

શામોલી:- હા આ વખતે ત્યાં જ જઈશું. બહુ મજા આવશે.

શામોલી સાંજે મરૂન રંગની ચણિયાચોળી પહેરે છે. આભલા અને ભરતગુંથણવાળી સુંદર ચણિયાચોળી હોય છે. શેમ્પુથી ધોયેલા કાળા અને સિલ્કી વાળમાં શામોલી સુંદર લાગી રહી હતી. હાર, ચુડી, ટીકો અને પાયલ પહેરી લે છે. કાનમાં સુંદર મજાના નાના નાના ઝુમખા પહેરે છે. બિંદી લગાવે છે. વાળનો સરસ અંબોડો બનાવી લઈ માથે ઓઢણી ઓઢી લે છે. ઓઢણી સરકી ન જાય તે માટે પીનો મારી લે છે. કમર પર કંદોરો પહેરી લે છે. છેલ્લે આંખોમાં કાજલ લગાવ્યું. પછી તૈયાર થઈને સ્વરાની રાહ જોવે છે. થોડી વારમાં જ સ્વરા આવે છે. રાઘવની કારમાં સ્વરા આગળ અને શામોલી પાછળની સીટમાં બેસે છે.

સમ્રાટ, શશાંક અને રોહિત ત્રણેય રાઘવની રાહ જોતા ઉભા હોય છે. સમ્રાટ કારનો ટેકો લઈ મોબાઈલમાં વ્યસ્ત હોય છે. એટલામાં જ કાર આવે છે. કારમાંથી એક છોકરી ઉતરે છે. પાયલનો છમછમ અને ચુડીના ખનખન અવાજને લીધે સમ્રાટનું ધ્યાન એ તરફ જાય છે. સમ્રાટ એ સુંદર છોકરીને જોતો જ રહે છે.

શશાંક:- વાવ! પણ આને કશે મેં જોઈ છે.

રોહિત:- અબે યાર શામોલી છે. ઓળખાતી નથી કે શું? દૂરના ચશ્મા કઢાવી લેજે.

શશાંક:- સમ્રાટ જોને યાર! શામોલી શું લાગે છે યાર!

સમ્રાટનો કોઈ રિપ્લાય ન આવ્યો એટલે બંનેએ સમ્રાટ બાજુ જોયું. સમ્રાટ તો શામોલીની સુંદરતામાં એવો ખોવાયો કે રોહિત અને શશાંક શું બોલે છે તેનો પણ ખ્યાલ ન રહ્યો.

બંને સેમને જોઈ જ રહ્યા. બંનેએ સેમની સામે આવીને

"ઓ ભાઈ ક્યાં ખોવાઈ ગયા.." એમ કહી હાથ હલાવ્યા પણ સમ્રાટ તો શામોલીને જોવામાં જ હતો. શશાંકે સેમને પકડીને હલાવ્યો ત્યારે સેમને જાણે કે તંદ્રામાંથી ઉઠ્યો હોય એવું લાગ્યું.

સમ્રાટ સ્વસ્થ થયો. ફરી શામોલીને જોવા લાગ્યો. સમ્રાટની નજર શામોલી પરથી હટતી જ નહોતી. સમ્રાટ શામોલીને ઉપરથી નીચે સુધી જોઈ રહ્યો હોય છે. સમ્રાટની નજર શામોલીની પાતળી કમર પર જ અટકી જાય છે. સમ્રાટ શામોલીની નાભિની જમણી સાઈડ પરના તલને જોવા મથતો હતો. પણ કમર પર કંદોરો હતો. કંદોરો પણ જાણે કે સમ્રાટના મનના ભાવોને જાણી ગયો હોય તેમ શામોલીની કમર પરથી સરી પડ્યો.

શામોલી:- અરે યાર આ કંદોરો તો તૂટી ગયો.

"લાવ એ કંદોરો મને આપી દે. હું રાઘવની કારમાં મૂકી આવું છું." એમ કહી સ્વરા રાઘવ પાસે જાય છે.

એટલામાં જ શામોલીનું ધ્યાન જાય છે કે સમ્રાટ મને આ રીતે જોઈ રહ્યો છે. શામોલીના શ્વાસના આવનજાવનની પ્રક્રિયા ઝડપી થઈ જાય છે. સમ્રાટ જાણી ગયો કે હું એની કમરને જોઉં છું એટલે શામોલીના શ્વાસના આવનજાવનની પ્રક્રિયા ઝડપી થઈ ગઈ છે. એટલે કમર પરથી નજર હટાવી શામોલીને જોવે છે. નજરથી નજર મળે છે. સમ્રાટની નજર ફરી કમર પર પડે છે. શામોલી અનાયાસે જ પોતાની કમરને હાથથી ઢાંકી દે છે. ત્યારે ફરી સમ્રાટ અને શામોલીની નજર ટકરાય છે. શામોલી નીચી નજરે જોઈ રહે છે. તીરછી નજરે જોયું તો સમ્રાટ હજી પણ એને જ જોઈ રહ્યો હતો.

શામોલી અન કમ્ફર્ટેબલ ફીલ કરે છે.

સેમ શું કરે છે? શામોલીને જોવાનું બંધ કર. શરમથી પાણી પાણી થઈ ગઈ છે. એની હાલત તો જો! સમ્રાટ સ્વગત જ બોલે છે. સમ્રાટ નજર હટાવી લે છે. શામોલીને હાશકારો થાય છે. એટલામાં જ સ્વરા આવે છે.

રોહિત:- નોટ બેડ....શામોલીને કોઈના ગાઇડન્સની જરૂર છે. જો આવી રીતના તૈયાર થાય તો સ્કૂલની બધી છોકરીઓ શામોલીની સુંદરતા આગળ ફીક્કી લાગે. આજે શું તૈયાર થઈને આવી છે યાર!

સમ્રાટ:- શામોલી પર નજર ન બગાડ. એને તો હું મારી જીએફ બનાવીને જ રહીશ.

રોહિત અને શશાંક બંન્ને સમ્રાટને જોઈ રહ્યા.

"આમ મારી સામે આશ્ચર્યથી ન જુઓ. મારો મતલબ કે બધી ગર્લસને જીએફ બનાવું છું એવી જ રીતના. ફક્ત થોડા સમય માટે જ." સમ્રાટે સ્પષ્ટતા કરતા કહ્યું.

શશાંક:- અમને એમ કે તને શામોલી સાથે પ્રેમ થઈ ગયો.

સમ્રાટ:- પહેલાં મારી વાત સાંભળો. તમે બંન્ને ચાનું કે ભૂખનું બહાનું કાઢી આજે રાઘવની કાર લઈ જજો.

શશાંક:- કેમ?

રોહિત:- સમ્રાટને શામોલીને પોતાની કારમાં લઈ

જવું છે એટલા માટે.

સમ્રાટ:- તું મારી સાથે રહીને સ્માર્ટ થઈ ગયો છે હો.

રોહિત:- સ્વરા એવું નહિ થવા દે. આ યોજના પર તો પાણી ફરી વળશે.

સમ્રાટ:- તમે એની ચિંતા ન કરો. સ્વરાને હું સંભાળી લઈશ.

એટલામાં જ રાઘવ આવે છે.

રાઘવ:- ચાલો જઈએ.

સમ્રાટ:- તમે જાવ બસ અમે આવીએ છીએ.

રાઘવ:- જલ્દી આવજો.

રાઘવ, સ્વરા શામોલી ત્રણેય જાય છે. શામોલી અને સમ્રાટ બંનેએ ફરી એકબીજાને જોયા.

નવરાત્રીની શરૂઆત "તારા વિના શ્યામ મને એકલડું લાગે" અને નગડાં સંગ ઢોલ બાજે થી થાય છે. છેલ્લે લવ યાત્રી મુવીના "છોગાળા તારા" ના સોંગ થી ડીજે ના તાલ પર રમનારાઓ ઝૂમી ઉઠે છે.

બધા રાસ રમીને આવે છે.

રોહિત:- રાઘવ તારા કારની ચાવી આપને.

રાઘવ:- કેમ? આટલી રાતના ક્યાં જવાના? શામોલી અને સ્વરાને મૂકવા જવાનું છે. રાતના ૨ વાગવાના છે.

શશાંક:- ચા પીવા જવાના છે અને રોહિતને તો ભૂખ પણ લાગી છે.

સમ્રાટ:- રાઘવ એ લોકોને જવા દે. હું તમને બધાને મારી કારમાં મૂકી આવીશ.

સ્વરા:- ના...રાઘવ જ અમને મૂકવા આવશે.

સમ્રાટ:- કમ ઓન સ્વરા તને મારાથી શું પ્રોમ્લેમ છે? રાઘવ માટે આપણે ફ્રેન્ડસ ન બની શકીએ?

સ્વરાએ થોડું વિચારીને ઓકે કહ્યું. સમ્રાટ સ્વરાને હગ કરવા જતો હતો પણ સ્વરા બે કદમ પાછળ હટીને કહ્યું "વેઇટ પ્લીઝ મને હગ ન કરતો.

"ઓકે નો પ્રૉબ્લેમ. પણ આપણે હાથ તો મિલાવી શકીએ ને!" સમ્રાટ હાથ આગળ કરે છે .

સ્વરા હાથ મિલાવતા કહે છે "ઓકે"

રાઘવ અને સમ્રાટ આગળ બેસે છે. સમ્રાટ કાર સ્ટાર્ટ કરે છે. શામોલીને જોવા માટે સમ્રાટ કારનો અરીસો સરખો કરે છે. ત્યારે પણ શામોલી અને સમ્રાટની નજર ટકરાય છે. સમ્રાટ કારમાં સોંગ ચાલું કરે છે.

"..

તેરે સામને આ જાને સે..

એસે ન મુઝે તુમ દેખો સીને સે.."

આ સોંગ ચાલું થતા શામોલી અને સમ્રાટની ફરી નજર મળે છે. શામોલીની આંખો ઝૂકી જાય છે. શામોલીના ચહેરા પર શરમની લાલી સ્પષ્ટ વર્તાય છે.

શામોલી ઘરે આવે છે. ઊંઘવાની કોશિશ કરે છે પણ નિંદર નથી આવતી. વારંવાર સમ્રાટનો ચહેરો નજર સમક્ષ તરવરે છે. એ પોતાને કેવી નજરથી જોઈ રહ્યો હતો તે યાદ આવે છે.

જાણે કે નજર કંઈક કહી રહી હતી.

આજ નજરથી નજર ટકરાઈ,

યુધ્ધ ખેલાયું આંખોથી,

પહેલી નજરે ચુનોતી આપી,

બીજી નજરે વાર કર્યો,

ત્રીજી નજરે એમણે પ્રેમનો એકરાર કર્યો.....

પહેલી વાર પ્રેમ થયો એ નજરોનાં યુધ્ધમાં,

પરિભાષા મળી ગઈ મને પ્રેમની,

નજરોનાં એ યુધ્ધમાં....

જીંદગી મળી ગઈ છે મને મારી

નજરોનાં એ યુધ્ધમાં....

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama