Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhaval Limbani

Horror Action Thriller

4  

Dhaval Limbani

Horror Action Thriller

ધ ઘોસ્ટ હાઉસ - ૫

ધ ઘોસ્ટ હાઉસ - ૫

7 mins
245


    સવારે સૂર્ય ધીરે ધીરે આકાશમાં આવી રહ્યો છે. પક્ષીઓ પોતાના માળામાંથી બહાર નીકળી કિલકારી કરી રહ્યા છે. ગામના લોકો પોતપોતાના કામ પર જવા માટે નીકળી પડે છે. ગામના નાના છોકરાઓ સ્કૂલ જતા હોય છે અને મોટા છોકરા કોલેજ પર.

" એ સાંભળો છો " ધારાએ કહ્યું. ( કેવલની પત્ની )

" હા બોલ ને ! શુંં આમ ગાંડાની જેમ ચીસો પાડે છે ?"

" કઈ નહીં બસ. મારે એટલું જ કહેવાનું હતું કે તમારું ટિફિન થઈ ગયું છે. તમે ઓફિસ પર જાવ ત્યારે રસોડામાંથી લેતા જજો. હું મીના બહેન સાથે બજારમાં શાકભાજી લેવા જાવ છું."

" એ હા ! મને ખબર છે બધી કે તમે શાકભાજી લેવા જાવ છો કે વાતોના ગપાટા કરવા. જ્યાં હોય ત્યાં રખડા કરે છે. ઘરમાં તો પગ જ ટકતો નથી. આખો દિવસ બસ રખડા રખડ. "

" હું કઈ રખડવા નથી જતી. ઘરના કામ માટે જ બહાર જાવ છું. તમારી સાથે શાંતિથી વાત પણ નથી કરી શકાતી."

" હા તો તને કોણ કે છે કે મારી સાથે વાત કર. જ્યાં જવું હોય ત્યાં જા. હું ચાલ્યો ઓફિસ." આવુ કહી કેવલ ઓફિસ પર જવા માટે નીકળે છે.

       (  કેવલ એક સરકારી નોકરિયાત છે. જે ગામની બાજુમાં આવેલા શહેરમાં નોકરી કરવા માટે જાય છે. ત્યાં તેની ઓફિસ છે. કેવલ સ્વભાવે ખૂબ જ ગુસ્સાવાળો અને શકી નજરનો હોય છે અને સાથે જ એની નજર પણ એટલી જ ખરાબ હોય છે. કેવલ દરરોજ પોતાની ગાડી લઈને ઓફિસ પર જાય છે અને સાંજે મોડો મોડો ઘરે આવે છે. કેવલને દારૂની લત હોય છે જેથી તે દરરોજ રાત્રે દારૂ પીને ઘરે આવે છે )

         આમ જ ધીરે ધીરે દિવસ પસાર થાય છે અને સાંજનો સમય થઈ જાય છે. કેવલ દરરોજની જેમ શહેરના એક સુમસામ વિસ્તારમાં જાય છે અને દારૂ પી આવે છે.દારૂ પીતા પીતા સાંજના અગિયાર વાગી જાય છે. તે ધીરે ધીરે પોતાની ગાડી લઈ ઘરે આવતો હોય છે. કેવલ આજે ખૂબ જ નશામાં હોવાથી તેને ભાન હોતું નથી પણ તે વાતચીત તથા ગાડી ચલાવી શકે તેમ હોય છે. તે ધીરે ધીરે ગાડી ચલાવતો ચલાવતો પોતાના ગામ તરફ પાછો આવતો હોય છે.

        એવામાં અચાનક જ એની નજર સડક પર ઉભેલી એક સ્ત્રી પર પડે છે. જે પોતાનો સામાન લઈ રસ્તાની બાજુમાં ઊભી હોય છે કેમ કે તેની ગાડી રોડની નીચે જતી રહી હોય છે.તે સ્ત્રી એ નાનું શોર્ટ જીન્સ અને વેસ્ટર્ન ટોપ પહેરેલું હોય છે. એની આંખો એકદમ ભૂરી અને ચામડી એકદમ સફેદ હોય છે. વાળ ખુલ્લા અને હોઠ પર લાલ રંગની લિપસ્ટિક લગાવેલી હોય છે. આ બધું જોઈ કેવલના મન અને મગજમાં હવસ ચડી આવે છે. તે પેલી સ્ત્રી પાસે જઈ ગાડી ઊભી રાખે છે અને કાચ ખોલે છે.

" હેલો... તમેં કોઈની રાહ જોઈ રહ્યા છો."

" ના.... ના... પેલી સ્ત્રી એ કહ્યું ."

" તો એટલી ભયાનક રાતમાં અહીં શું કરો છો અને એ પણ તમે એકલા ? "

" હા એક્ચ્યુલી મારી ગાડી રસ્તા પરથી નીચે ઉતરી ગઈ છે અને હવે તે સ્ટાર્ટ પણ થતી નથી."

" ઓહ..તો તમને કયાંય વાગ્યું તો નથી ને ? અને કેમ કરતા થયું આ એક્સિડન્ટ ?"

" ના મને તો ક્યાંય નથી વાગ્યું પણ મારી ગાડી હવે શરૂ નથી થતી. આ બધો વાંક પેલા ટ્રક ડ્રાઇવરનો છે.જેને પોતાના ટ્રકની લાઈટ નીચી ન કરી જેથી એ લાઈટ સીધી મારી આંખમાં આવી તેથી બેલેન્સ બગડ્યું અને ગાડી રોડ પરથી નીચે ઉતરી ગઈ."

" ઓહ હો. એક કામ કરો તમને જો પ્રોબ્લેમ ન હોય તો તમે મારી સાથે આવી શકો છો."

" હા કેમ નહીં ! આમ પણ આજકાલ મદદ કરવા વાળા બહુ ઓછા મળે છે." એમ કહી તે કેવલની સાથે ગાડીમાં બેસી જાય છે.

        કેવલ ધીરે ધીરે ગાડી ચલાવતા પેલી સ્ત્રી સાથે વાતો કરતો જાય છે. તેનું પૂરું ધ્યાન એ સ્ત્રીની ખૂબસુરતી પર હોય છે. એ બસ એને કઈ રીતે હાંસલ કરી શકે એ વિચારવા લાગે છે. થોડીવાર બાદ તે પેલી સ્ત્રી સાથે વાત કરે છે.

" તમે એકલા જ છો એટલે કે મેરિડ છો કે અનમેરીડ ?"

" હા હું મેરિડ છું પણ ગયા વર્ષે જ મારા ડિવોર્સ થયા છે તો અત્યારે તો એકલી જ છું અને એકલી જ રહું છું."

" ઓહ ... તો... તો.... તમને એકલુ રહેવું નહીં ગમતું હોય નહીં ? આમ તો હું પણ તમારી જેમ જ છું એકલો."

" ઓહ.... યુ મીન કે તમે પણ મેરિડ હતા અને ડિવોર્સ લીધા છે એમ ?"

" અરે ના...ના... મારા તો હજુ મેરેજ પણ નથી થયાં. હું તો બસ કોઈક સારી છોકરીની શોધમાં છું. કોઈ સારી છોકરી મળે એટલે લગ્ન કરી લઈશ."

" ઓહ વાહ વાહ. તો તમેં મને જણાવશો કે તમારે કેવી છોકરી જોઈએ છે ?"

" એકદમ તમારા જેવી." કેવલએ હળવા સ્મિત સાથે જવાબ આપ્યો.

        પેલી સ્ત્રી પણ શરમાઈ ગઈ. થોડીવાર બંને કશુંં ન બોલ્યા. કેવલના ગામને આવવાની તૈયારી હતી એટલામાં જ એ સ્ત્રી બોલે છે.

" તમારે મારા જેવી જોઈએ છે કે પછી તમને હું જ ગમવા લાગી છું ?" તે સ્ત્રી શરમાતા બોલી.

" ( સ્મિત સાથે ) હા એટલે.......... તમે મને ગમો છો.

              કેવલ એટલું બોલે છે ત્યાં જ અચાનક જ ગાડી ઊભી રહી જાય છે. ગાડી ઊભી રહેતા જ તે સ્ત્રી ગાડીમાંથી ઉતરે છે અને હવેલી તરફ ચાલવા લાગે છે. કેવલ પણ ગાડીમાંથી ઉતરી તે સ્ત્રીની પાછળ પાછળ ચાલવા લાગે છે.

" ઓહ હેલો મેડમ. પ્લીઝ તમે ત્યાં ન જાવ. એ જગ્યા સારી નથી." કેવલ એ કહ્યું.

" મારા માટે તો જ્યાં તમે એ જ મારી માટે સારી જગ્યા."એ સ્ત્રી અદાથી કહ્યું.

        આ સાંભળતા જ કેવલ ગદગદ થઈ જાય છે અને પેલી સ્ત્રી પાછળ ચાલવા લાગે છે. પેલી સ્ત્રી હવેલીનો દરવાજો ખોલી હવેલીની અંદર જતી રહે છે. કેવલ દરવાજા પાસે ઊભો રહી વિચારે છે (મારે અંદર જવું કે નહીં ) મનમાં ને મનમાં ડરવા લાગે છે. જાત જાતના વિચારો કરવા લાગે છે. એટલામાં જ એ સ્ત્રી દરવાજા પાસે આવી કેવલને અંદર આવવાનો ઈશારો કરે છે. કેવલ એ સ્ત્રીની ખૂબસુરતી જોઈને એટલો મદહોશ થઈ જાય છે કે બધું ભૂલી, કઈ પણ વિચાર્યા વગર તે હવેલીની અંદર જતો રહે છે.

         હવેલીની અંદર કેવલ અને એ સ્ત્રી એ બંને એકલા હોય છે. કેવલ એ સ્ત્રીમાં એટલો ખોવાયેલો હોય છે કે એને ખબર જ નથી હોતી કે તે ક્યાં ઊભો છે અને શુંં કરી રહ્યો છે. કેવલ તો બસ એ સ્ત્રીના ઈશારે નાચતો હોય એવું લાગી રહ્યું હતું.

       એ સ્ત્રી ધીરે ધીરે હવેલીની અંદર રહેલી સીડીઓ ચડતી હતી ને કેવલ એની પાછળ પાછળ ચાલી રહ્યો હતો. ધીરે ધીરે એ સ્ત્રી ઉપરના રૂમમાં જતી રહે છે અને કેવલ પણ એની પાછળ રૂમમાં જતો રહે છે. રૂમમાં પહોંચતા જ કેવલની સામેથી એ સ્ત્રી અદ્રશ્ય થઈ જાય છે. રૂમના બારણાં બંધ થઈ જાય છે. રૂમની લાઈટો ચાલુ બંધ થવા લાગે છે, રૂમની અંદર આવેલ બારીના પડદા ઉડવા લાગે છે, રૂમની અંદર જાતજાતના અવાજો આવવા લાગે છે અને એક કાળો પડછાયો કેવલની આસપાસ ફરવા લાગે છે.

" (ડરતા ડરતા) કોણ છે ? કોણ છે ? હિંમત હોય તો સામે આવ."

            કેવલ આસપાસ જોવે છે, બારણાં પાસે જઈ બારણું ખોલવાનો પ્રયત્ન કરે છે પણ બારણું ખોલવામાં નિષ્ફળ રહે છે. છેવટે તે પગ વડે બારણું તોડવાનો પ્રયત્ન કરે છે એવામાં અચાનક જ ધડાકા ભેર અવાજ થાય છે. કેવલ ધીમે ધીમે પાછળ ફરે છે એવામાં જ એની સામે સફેદ સાડી પહેરેલી સ્ત્રી આવી જાય છે. કેવલ એને જોતા જ ડરી જાય છે અને બારણાં તરફ વળી બારણું પછાડતો જાય છે અને " બચાઓ , બચાઓ" કહેતો જાય છે.

         તે સ્ત્રી પોતાની શક્તિ વડે કેવલને હવામાં ઉછાળે છે અને નીચે જમીન પર પાડે છે. ફરી હવામાં ઉછાળે છે અને જમીન પર પાડે છે. આવું એ ચાર પાંચ વાર થાય છે. કેવલ ખૂબ જ ડરી જાય છે અને પોતાની જિંદગીની પણખ માંગવા લાગે છે.

" મુઝે માફ કર દો , મુઝ સે ગલતી હો ગઈ.મેં જાન ગયા હું કી તુમ કૌન હો "મુઝે માફ કર દો, મુઝે જાને દો." કેવલએ રડતા રડતા ને ડરતા ડરતા કહ્યું.

" ( ખૂબ જ મોટી અને ડરામણી અવાજે )

તુમ લોગોને માફ કિયા થા મુઝે ......?

મેરી અવાઝ સુની થી તુમને .....?

તુમ તો આજ મરોગે........!

ઔર વો.. મેરે હાથો સે........... એટલું બોલતાની સાથે જ એ સ્ત્રી કેવલની અંદર જતી રહે છે અને કેવલના શરીરને પૂરેપૂરો એની વશમાં કરી લે છે.

            કેવલ ( સ્ત્રી કેવલની અંદર જ છે એટલે કેવલ નામ લખ્યું છે, જે કરે છે એ સ્ત્રી કરે છે પણ બહારથી કેવલ કરતો હોય એવું દેખાય છે માટે કેવલ લખ્યું છે ) હવામાં ઉડતા ઉડતા રૂમની બહાર આવે છે. આસપાસ ની દીવાલો સાથે અથડાતા અથડાતા કેવલ હવેલીના રસોડામાં જાય છે. ત્યાંથી મોટુ ચાકુ ઉઠાવી હોલમાં પડેલા સોફા પર બેસી જાય છે. ચાકુ વડે તે પોતાના હાથની નસ કાપવા લાગે છે. બંને હાથની નસ કાપી હવામાં ઉડવા લાગે છે. ઉડતા ઉડતા કેવલ સ્ત્રીના અવાજમાં દાંત કાઢતો જાય છે અને પોતાના શરીરને નુકશાન પહોંચાડતો જાય છે.

       આખરે તે સ્ત્રી ફરી પેલી દીવાલ પર આવે છે અને ફોટા સામે ઊભી રહી જાય છે. હાથમાં ચાકુ લઈ પોતાની જ છાતીમાં ત્રણ ચાર વાર ચાકુ ભોંકે છે. સ્ત્રી કેવલના શરીરમાંથી બહાર આવી જાય છે અને એની સામે જોર જોરથી હસવા લાગે છે. કેવલ પોતાના દર્દનાક અવાજમાં ચીસો પાડે છે અને પોતાને છોડી દે એવી આજીજી કરવા લાગે છે.

       થોડીવાર આવું સાંભળી ફરી એ સ્ત્રી કેવલના શરીરમાં પ્રવેશે છે અને ગળા પર ચાકુ રાખી ગળું કાપી નાખે છે. જ્યાં સુધી શરીરથી ધડ અલગ ન થાય ત્યાં સુધી કેવલ ગળું કાપતો રહે છે ( એટલે કે સ્ત્રી ) માથું કપાયા બાદ એ સ્ત્રી કેવલના શરીરમાંથી બહાર આવે છે અને એ સ્ત્રી એક હાથમાં માથું પકડી હવેલીની બહાર આવે છે.પોતાની શક્તિ દ્વારા અગ્નિ પ્રેટાવે છે અને તેમાં કેવલનું માથું સળગાવી દે છે.કેવલના શરીરને રાખ કરી નાખે છે અને સાથે જ કેવલની ગાડીને ગામથી થોડા દૂર આવેલા સમુદ્રમાં પધરાવી દે છે.

        ત્યાથી એ સ્ત્રી હસતી પાછી હવેલી પર આવે છે અને એ ફોટા સામે જોઈને કહે છે,

" એક બદલા પુરા હુઆ, કલ મેં લૂંગી દૂસરા બદલા ( જોરથી ચીસ પાડતા ) "

      એટલું બોલતા જ હવેલીની આસપાસ જોર જોરથી વીજળીના કડાકા થવા લાગે છે અને વાતાવરણ એકદમ કાળું અને ભયાનક બની જાય છે.

ક્રમશઃ


Rate this content
Log in

More gujarati story from Dhaval Limbani

Similar gujarati story from Horror