Dhaval Limbani

Horror Action Thriller

4  

Dhaval Limbani

Horror Action Thriller

ધ ઘોસ્ટ હાઉસ - ૯

ધ ઘોસ્ટ હાઉસ - ૯

7 mins
250


ધીરે ધીરે ત્રણેય મિત્રો આગળ વધે છે.ચાલતા ચાલતા હવેલીના દરવાજા પાસે પહોંચે છે. ત્યાં જઈ ત્રણેય મિત્રો પગથિયાં પાસે ઉભા રહી જાય છે. અજય પગથિયાં પર ચડીને જુએ છે તો ત્યાંથી એક કળશ ગાયબ હોય છે જેના પર લાલ કલરનું કપડું બાંધેલ હોય છે અને સાથે જ દરવાજા પર જે કંકુના ચાંદલા હતા એ પણ ગાયબ થઈ ગયેલા હોય છે. આ બધી વાત અજય સમજી જાય છે. અજય ડરતા ડરતા પગ પાછા વાળે છે ત્યાં જ અચાનક એના પગ પાછા વળતા બંધ થઈ જાય છે. અજય પાછળ એક પણ ડગલું માંડી શકતો નથી તેથી એના પગ ત્યાંને ત્યાંજ જકડાઈ જાય છે. અજય પોતાના પગ છોડાવવાની ખૂબ જ કોશિશ કરે છે પણ એના પગ છૂટતા નથી. આખરે તે તેના મિત્રોને બોલાવી પગ છોડાવવા પ્રયત્ન કરે છે પણ તેઓ નિષ્ફળ રહે છે.

 થોડીવાર બાદ અજય ધીરે ધીરે જાતે જ આગળ આગળ જવા લાગે છે. વિરેન અને જગલો બંને અજયને પકડી રાખે છે પણ અજય ધીરે ધીરે આગળ ખસતો જાય છે. હવેલીમાંથી કોઈ એને ખેંચતુ હોય એવું અજયને લાગતું હોય છે. બંને મિત્રો ખૂબ જ કોશિશ કરે પણ અજયને રોકી શકતા નથી.અચાનક જ હવેલીનો દરવાજો ખુલે છે અને અજય ઝડપથી અંદર ખસતો જાય છે. દરવાજા પાસે પહોચતાં અજય હાથ વડે દરવાજાની બંને બાજુ લાગેલા પીલોર ને પકડી લે છે અને પોતે પણ અંદર ના જઈ શકે એવી મથામણ કરવા લાગે છે.

અજયના હાથ ધીરે ધીરે છૂટવા લાગે છે.બંને મિત્રોએ પણ અજયને કડક હાથેથી પકડેલો હોય છે પણ એમની તાકાત પણ કામ આવતી નથી. અજય હજુ હવેલીની અંદર જવાનો જ હોય છે ત્યાં જ પાછળથી એક હાથ આવી અજયને ખેંચે છે અને હવેલીથી દુર જમીન પર પછાડી દે છે અને હવેલીનો દરવાજો બંધ કરી દે છે.અજય ઉભો થઇ જુએ છે તો સામે તેનો મિત્ર લખન ( અજય એ સાંજે જેને ફોન કર્યો હતો તે ) સામે ઉભો હોય છે.

"અરે લખન તું ....!"

"હા ... ભાઈ હું...!"

"પણ તું અત્યારે અહીં ...? કઈ રીતે ? "અજયએ આશ્ચર્યથી પૂછ્યું.

"અરે ભાઈ. કાલે રાત્રે જ તારો ફોન આવ્યો હતો ને કે તું કાલ ને કાલ નીકળી જજે...! તો તારી વાત સાંભળીને હું ત્યારે જ ઘરેથી અહીં આવવા માટે નીકળી ગયો હતો."

"વાહ યાર.....! સરસ કામ કર્યું અને તું ખરેખર સાચા સમયે અહીં આવી પહોચ્યો હો યાર."

"અરે ભાઈ... કાલે તે જ્યારે ફોન કર્યોને ત્યારે જ હું તારા અવાઝ ઉપરથી સમજી ગયો હતો કે કંઈક તને પ્રોબ્લેમ થયો છે એટલે જ હું કાલ રાત્રે જ અહીં આવવા નીકળી ગયો."

"વાહ યાર.. સારું ચાલ હવે ઘરે જઈએ."

બધા લોકો ગામમાં જઈ પોતપોતાના ઘરે જાય છે.અજય લખનને પોતાના ઘરે લઇ જાય છે. ત્યાં જઈ અજય લખનને બધા સાથે મળાવે છે. બધા લોકો સાથે બપોરનું ભોજન કરે છે. ભોજન કર્યા બાદ અજય અને લખન બાજુના એક ખેતરમાં જાય છે. ત્યાં જઈ લીમડાના છાયે બેસે છે.

"અજય હવે તું મને આખી વાત કરીશ કે તને શુ પ્રોબ્લેમ થયો છે ?"

"જો ભાઈ લખન. ગામમાં એક પછી એક માણસ મરવા લાગ્યા છે અને એ પણ અજીબો ગરીબ રીતે. મને તો પેલી સ્ત્રી ભૂત પર જ શંકા છે કે એ જ બધાને મારી રહી છે."

"અજીબો ગરીબ રીતે એટલે કઈ રીતે ? " લખનએ આશ્ચર્યથી પૂછ્યું.

અજય લખનને બધી જ વાત કરે છે. તેના મિત્રો કેવલ, રાહુલ અને રોનક કઇ રીતે મર્યા, ક્યારે મર્યા અને કેમ મર્યા એ બધી વાતો જણાવે છે.

"પણ ભાઈ તને શા માટે એટલી ચિંતા થાય છે ?" લખને પૂછ્યું.

"ચિંતા તો થાય જ ને ભાઈ....!"

"કેમ ભાઈ તને વળી કેવી ચિંતા ?"

"કેમ કે ભાઈ હવે મરવાનો વારો મારો છે " અજય એ ચિંતામાં આવતા આવતા કહ્યું.

"કેમ ભાઈ તારો વારો ..? તે શું કર્યું છે ..? કે પછી તમે બધાએ ભેગા મળીને કશું કર્યું છે ...?

"હા ભાઈ તું સાચો છો.. સાંભળ તું...!

હું તને પુરી વાત કરું..! ભાઈ આજથી પંદર વર્ષ પહેલાંની વાત છે. અમારા ગામમાં એક નવી બેન્ક ખુલી હતી.બેન્ક ખુલવાથી ગામના બધા લોકો ખુશ હતા. ગામ લોકોના પૈસા સચવાયેલા રહેતા. અમુક અમુક લોકોતો બેન્કમાંથી લોન લઈ પોતાના ખેતીના સાધનો લેતા અને ખેતી કરતા.

બેંકના મેનેજર ગુજરાત બહારના હતા તેથી તે ગુજરાતી ઓછું સમજતા છતાં પણ ગામ લોકોની મદદ કરતા.ગામના લોકો બેંક મેનેજરથી ખૂબ જ ખુશ હતા. બેંકના મેનેજર બધાને પ્રેમથી જવાબ આપતા અને ગામના બધા વ્યક્તિઓની મદદ પણ કરતા. ગામ લોકો પણ એ મેનેજરને ખૂબ જ સાચવતા.એ બેંકના મેનેજર તો શરુઆતમાં એકલા જ આવ્યા હતા પણ એક વર્ષ બાદ તેઓ પોતાની પત્ની અને નાની એવી છોકરીને લઈ આવ્યા હતા.ગામની બહાર જે હવેલી છે તે ગામના સરપંચની હતી.જ્યારે તેઓ મરી ગયા ત્યારબાદ એમના છોકરાઓ વિદેશ જતા રહ્યા અને હવેલીની ચાવી નવા સરપંચને આપતા ગયા હતા.બેંકના મેનેજરનું કામ જોઈ ગામના સરપંચે અને ગામ લોકોએ આ હવેલીની ચાવી એ મેનેજરને આપી હતી.

ગામમાં ખુશીનો માહોલ છવાયો હતો. એક રોજ રાત્રે હોળીના દિવસે આખું ગામ ભેગું થયું હતું. બધા લોકો હોલિકા માતાના દર્શન કરવા આવ્યા હતા ત્યારે જ એ બેંકના મેનેજર, એમની પત્ની અને અને નાની છોકરી પણ આવ્યા હતા. ગામ લોકો બેંકના મેનેજરનું ખૂબ જ માનતા હતા અને આદર સત્કાર આપતા હતા.

એ જ રાત્રે હું, કેવલ, રાહુલ અને રોનક એમ ચારેય મિત્રો ત્યાંજ હતા. અમે ચારેય એ મેનેજરની ફેમેલીને જોયું હતું.ત્યાં સુધી તો બધું જ સામાન્ય હતું.ધીરે ધીરે મેનેજરની પત્ની દુર્ગા રાહુલની દુકાન પર આવતી અને પોતાની જોઈતી વસ્તુ રાહુલની દુકાન પરથી લઈ જતી હતી.

જો દુર્ગાની વાત કરીએ તો તે જોવામાં માધુરી દીક્ષિત જેવી લાગતી.તે ખૂબ જ સુંદર અને દેખાવડી સ્ત્રી હતી. એના એ કાળા ભૂરા વાળ, ગુલાબના ગોટા જેવા ગાલ અને ખાસ તો એની ચાલ, એના એ રંગ બેરંગી કપડાં એની તો શું વાત કરવી. અમે લોકોએ આવી સુંદર સ્ત્રી ફક્ત ટી.વી.માંજ જોઈ હતી. દુર્ગાને જોઈને અમે લોકો પીગળી જતા. એને જોવા માટે અમે લોકો રાહુલની દુકાન પર જતાં તો ક્યારેક ક્યારકે હવેલીની બહારથી જ એને જોતા. અમારા બધાના મનમાં દુર્ગાને પામવાની ઈચ્છા હતી.

એક દિવસ જ્યારે હું, રાહુલ, રોનક અને કેવલ બેઠા હતા ત્યારે દુર્ગા ત્યાં આવેલી. દુર્ગા એ લાલ કલરની સાડી પહેરેલી. એ જોઈ અમે બધા મિત્રો દંગ રહી ગયા હતા. અમે તો બસ એમનો ચહેરો અને એમનું શરીર જ જોતા હતા. આ બધું જોઈ અમારા મનમાં દુર્ગા પ્રત્યેની હવસ જાગી હતી. જ્યારે દુર્ગા વસ્તુ લઈ આગળ ગઈ તો એના હાથમાંથી વસ્તુ છુટ્ટી ગઈ અને નીચે પડી. દુર્ગા વાંકી વળી અને એ વસ્તુ લેવા લાગી.પવનના કારણે દુર્ગાની સાડીનો છેડો નીચે પડી ગયો અને એના અગ્ર અંગો દેખાવા લાગ્યા હતા. અમે ચારેય મિત્રો રાહુલની દુકાનમાંથી આ બધું બેઠા બેઠા જોતા હતા. બધી વસ્તુ લઈ દુર્ગા ત્યાંથી ચાલી જાય છે.

"યાર રોનક....! દુર્ગા ભાભી તો .....!......." ( હવસ વાળી અવાજમાં )

"હા યાર...... રાહુલ...! શુ વાત કરવી એમની તો...!

"ઓ ભાઈ બસ બસ હો... વધારે પડતું ના વિચારો અને તમારા મગજ ઉપર કાબુ રાખો." કેવલએ કહ્યું.

"ના ભાઈ ના હો.. આ ભાભી પર તો ચાન્સ લેવા જેવો છે હો." રોનક એ કહ્યું.

"ના યાર રહેવા દો." કંઈક થશે ને તો ખોટે ખોટા ફસાઈ જઈશું." કેવલ ને ડરતા ડરતા કહ્યું

"શુ હવે કેવલા..! આ અજય તો છે જ ને. આમ પણ એ પોલીસમાં છે તો આપણે શા માટે ચિંતા કરવાની...! રાહુલ એ બેફિકર થઇને કહ્યું

"હા હો...તમારે જે કરવું હોય એ કરો અને ચિંતા જરાય જ કરો. હું છું ને ... !"

આખરે અમે બધા લોકો આ વાત પર સહેમત થઈએ છીએ અને યુક્તિ બનાવીએ છીએ. રાત્રે અમે સૌ હવેલીની બહાર ભેગા થઈએ છીએ અને હવેલીની અંદર પહેલા હું જાવ છુ. અમે યુક્તિ એવી વિચારી હતી કે હું પહેલા લોનના કામના બહાને અંદર જઈશ અને બેંક મેનેજર સાથે વાત કરીશ અને પછી ધીરે આ ત્રણેય લોકો આવશે અને અમેં અમારું કામ કરીને નીકળી જઈશું પણ એવું ન થયું.

હું હવેલીની અંદર ગયો અને દરવાજો ખખડાવ્યો. બેંકના મેનેજરે દરવાજો ખોલ્યો. મેં અમારાં નાટક મુજબ બધી વાત કરી અને હેવલીની અંદર ગયો. થોડી વાર મેં લોન માટેનું નાટક કર્યું એટલામાં જ ફરી રાહુલએ દરવાજો ખખડાવ્યો. મેનેજર દરવાજો ખોલવા ગયા અને હું એમની પાછળ. મેનેજર એ દરવાજો ખોલ્યો અને પૂછ્યું,

"ક્યાં કામ હૈ બોલીએ ..!"

રાહુલ થોડોક વધારે જ ઉતાવળો થઈ ગયો અને એને મેનેજરને એમની પત્ની વિશે બોલી દીધું.

"કામ હી તો કામ હૈ મેનેજર સાહેબ...! પર આજ આપ સે કામ નહીં લેકિન આપ કી બીવી સે હૈ.. રાહુલએ હસતા હસતા જવાબ આપ્યો.

" મેરી બીવી સે ક્યા કામ હૈ " મેનેજરે પૂછ્યું.

" અરે મેનેજર સાહેબ વો તો હમ આપકી બીવી કોહી બતાયેંગે.

લેકિન એક બાત તો હૈ....' આપ કી બીવી હૈ કમાલ કી.. ઉસકી ચાલ, ઉસકી નઝરે ઓર ઉસકા શરીર.......! દેખ કે હી.......મન હો જાતા હૈ....રાહુલ એ ફરી હસતા હસતા જવાબ આપ્યો.

મેનેજર અમારા બધાના ઇરાદાઓ સમજી જાય છે અને તે હોલમાં આવી પોલીસને ફોન કરવા લાગે છે. એટલામાં જ રોનક પાછળથી એમને લોખંડનો ડંડો મારી મેનેજરને બે- ભાન કરી દે છે.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Horror