Dhaval Limbani

Horror Action Thriller

4  

Dhaval Limbani

Horror Action Thriller

ધ ઘોસ્ટ હાઉસ - ૬

ધ ઘોસ્ટ હાઉસ - ૬

7 mins
237


        સવાર પડતા ધારાને એમના પતિના સમાચાર સંભળાય છે. પોલીસ, એમ્બ્યુલન્સ અને ગોતાખોર સમુદ્ર પાસે પહોંચી જાય છે. ઘણી કલાકો સુધી શોધ ખોળ ચાલે છે પણ કેવલની લાશ ન મળતા શોધખોળ બંધ કરી દેવામાં આવે છે અને સમુદ્રમાં માછલીઓએ લાશને ખાઈ લીધી હશે એમ કહી કેસને બંધ કરી દેવામાં આવે છે.

                            ( બે- ત્રણ દિવસ પછી )

" ભાઈ સાંભળ ને ! " મીનાએ બૂમ પાડતા કહ્યું.

" અરે બોલ ને મારી લાડકી, શુંં કામ છે તારે ? "

" શું કામ છે એટલે ? તમને નથી ખબર કે કાલે શું છે એ ? "

" ના ....રે..... મને શુંં ખબર કે કાલે શું હોય."

" તો તમને સાચે નથી ખબર કે કાલે શું છે તે ? "

" હા જ તો મારી લાડકી."

" જાવ..! મારે તમારી સાથે વાત જ નથી કરવી. હું જાવ છું અહીંથી."

" અરે અરે આમ નારાજ ન થવાય તારા આ ભાઈ થી. મને ખબર છે કે કાલે રક્ષાબંધન છે અને તારા માટે મારે ગિફ્ટ પણ લાવવાનું છે અને હા તું તો મારી જાન છે તો તને દુઃખી કરવાનું તો હું વિચારી પણ ન શકું."

" વાહ તો અત્યાર સુધી તમેં મને હેરાન કરતા હતા એમને ?"

" હા જ તો મારી લાડકી મીનુડી."

" શું ભાઈ તમે પણ."

       હા હવે, તું એ બધું છોડ અને સાંભળ. અત્યારે તો હું દુકાન પર જાવ છું પણ બપોર પછી હું શહેર જવાનો છું તો આવતા કદાચ મોડું થાય તો ધ્યાન રાખજે અને મમ્મી પપ્પા અત્યારે ખેતર પર ગયા છે તો એ બંને આવે એટલે એમને પણ કહી દે જે કે ભાઈ બપોર પછી શહેર જવાનો છે.

" હા ભાઈ. તમે બિન્દાસ શહેર જાવ. હું મારુ ધ્યાન પણ રાખીશ અને મમ્મી પપ્પા આવશે ત્યારે એમને તમે જે પણ કહ્યું એ કહી દઈશ.

        આમ કહી રાહુલ પોતાની દુકાન પર જવા માટે નીકળી પડે છે. રાહુલ એક સામાન્ય ઘરનો છોકરો છે તે પોતાના ગામની અંદર કરિયાણાની નાની દુકાન ચલાવે છે. સ્વભાવમાં રાહુલ ખૂબ જ સારો છે પણ ક્યારેક ક્યારેક તે પોતાના પર કાબુ ખોઈ બેસે છે.

      રાહુલ બપોર સુધી દુકાનમાં રહી દુકાનનું કામ પતાવી લે છે અને દુકાન બંધ કરી શહેર જવા નીકળી પડે છે. શહેર પહોંચતા પહોંચતા રાહુલને પાંચ વાગી જાય છે. શહેર પહોંચી તે દુકાનની અને પોતાની બહેન માટે ગિફ્ટની ખરીદી કરે છે. ગિફ્ટની અને દુકાનની ખરીદી કરતા કરતા રાહુલને રાતના આઠ વાગી જાય છે. તે ફટાફટ ચાલી બસ સ્ટેન્ડ પર પહોંચે છે પણ ત્યાં જઈને એને જાણ થાય છે કે એના ગામમાંથી પસાર થતી છેલ્લી બસ પાંચ મિનિટ પહેલા જ નીકળી ગઈ હોય છે.

         આખરે રાહુલ ચાલતા ચાલતા પોતાના ગામના રસ્તા સુધી પહોંચે છે. ત્યાં કોઈ બસ કે ગાડી નીકળે એની રાહ જોવે છે. રાહ જોવામાં ને જોવામાં રાતના નવ વાગી જાય છે. આખરે તેને એક ગાડી દેખાય છે અને તે રસ્તા વચ્ચે આવી ગાડીને ઊભી રાખે છે.

" ઓ ભાઈ....! આંધળો છે કે શુંં ?" ગાડી દેખાય છે કે નહીં " ગાડીમાં બેઠેલા વ્યક્તિએ ગુસ્સાથી કહ્યું.

" અરે ના ભાઈ ના. મારે તો બસ આગળ સુધી આવવું છે. રાત ખૂબ જ થઈ ગઈ છે અને મારા ગામની બસ પણ જતી રહી છે. હું અહીંથી કલાકથી બેઠો છું પણ હજી સુધી કોઈ વાહન જ નથી મળ્યું. તમને જોયા એટલે તમારી ગાડી ઊભી રાખી"

" ઠીક છે ઠીક છે. ક્યાં જવું છે તમારે ? "

" મારે તો બસ ખાલી રામપરા સુધી જવું છે."

" પણ ભાઈ હું રામપરા સુધી નથી જતો. હું તો તમારા ગામની પેલા જે ચોકડી આવે છે ત્યાંથી નવાગામ જવાનો છું."

" અરે અરે કઈ વાંધો નહીં. એવું લાગે તો તમે મને એ ચોકડી પર જ ઉતારી દે જો. હું ત્યાંથી ચાલીને મારા ગામે જતો રહીશ અને આમ પણ ત્યાંથી મારુ ગામ ફક્ત એક જ કિલોમીટર છે."

" સારું ભાઈ. ઠીક છે. તમે અંદર આવો."

      રાહુલ પેલા વ્યક્તિની ગાડીમાં બેસી જાય છે. બંને વ્યક્તિ વાતો કરતા કરતા થોડી વારમાં પેલી ચોકડી સુધી પહોંચી જાય છે. રાહુલ ગાડીમાંથી ઉતરે છે.

" સારું ભાઈ. તમારો ખૂબ ખૂબ આભાર.મને અહીં સુધી પહોંચાડ્યો એ બદલ."

" અરે કહી વાંધો નહીં. આવજો."

" હા ભાઈ આવજો."

       રાહુલ ધીરે ધીરે ચોકડી પરથી ચાલતો ચાલતો પોતાના ગામ તરફ જતો હોય છે. રસ્તામાં તે પોતાની બહેનને ફોન કરે છે પણ મોબાઈલની બેટરી ના હોવાથી ફોન સ્વીચ ઓફ થઈ જાય છે. રાહુલ ચાલતો ચાલતો પોતાના ગામ તરફ જઈ રહ્યો હોય છે એટલામાં જ તેને હવેલી પર કોઈ છોકરી ઊભી હોય એવું દેખાય છે. રાહુલ ફટાફટ ચાલી ત્યાં પહોંચવા જાય જ છે ત્યાં જ એ છોકરી હવેલીની અંદર જતી હોય છે. રાહુલ તેને બૂમ પાડી રોકવા પ્રયત્ન કરે છે. પેલી છોકરી ત્યાં જ ઊભી રહીને પાછળ જુએ છે ત્યાં તો રાહુલ થોડીવાર માટે આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે ,

" મીના તું અહીંયા ? તું અહીંયા શું કરે છે ? તું ક્યારે આવી અને અહીં..... અહીં શા માટે આવી ?"

" ભાઈ મારે અંદર જવું છે."

" અરે મારી લાડકી ત્યાંથી પાછી આવ. ત્યાં અંદર જવા જેવું નથી. તું ફટાફટ અહીં આવ."

" ના...... મારે નથી આવવું. મારે બસ અંદર જવું છે અને જોવું છે કે ત્યાં શું છે."

" મારી લાડકી ત્યાં કઈ જ નથી. તું અહીં આવતી રહે." રાહુલએ ગભરાતા ગભરાતા કહ્યું.

" ના હું નહીં આવું."

એમ કહી મીના અંદર જતી રહે છે.રાહુલ તેને રોકવાનો ઘણો પ્રયત્ન કરે છે પણ મીના હવેલીની છેક અંદર સુધી જતી રહે છે. રાહુલ કઈ પણ વિચાર્યા વગર બધો સામાન સાઈડમાં મૂકીને પોતાની બહેનને બચાવવા માટે હવેલીની અંદર જતો રહે છે. અંદર જતા જ રાહુલ તેની બહેનને શોધવા લાગે છે અને " ક્યાં છે તું મીના " એવી બૂમો પાડવા લાગે છે. થોડીવાર સુધી કઈ અવાજ ન આવતા રાહુલ હેરાન પરેશાન થઈ જાય છે. રાહુલ આમ તેમ ચક્કર લગાવવા માંડે છે પણ એને મીના ક્યાંય દેખાતી નથી.

      એવામાં અચાનક જ ઉપરના રૂમમાંથી મીનાનો અવાજ આવે છે.

" ભાઈ હું ઉપર છું. અહીં ઉપરના રૂમમાં" તમે અહીં આવો ને."

      આ સાંભળી રાહુલ ફટાફટ ઉપર જાય છે. રાહુલ રૂમમાં પ્રવેશે છે ત્યાં જ મીના એને દીવાલના ખૂણે ઊભી દેખાય છે. ( મીનાનું મોઢું દીવાલ બાજુ હતું અને પીઠ રાહુલ બાજુ હોય છે) રાહુલ તેને પાછળથી બોલાવે છે પણ મીના કશુંં સાંભળતી નથી તેથી રાહુલ ધીરે ધીરે ચાલતો ચાલતો મીના પાસે જાય છે. મીના પાસે પહોંચતા જ રાહુલ મીનાના ખભે હાથ મૂકે છે અને મીના એમ કહી બોલાવે છે ત્યાં જ રાહુલ હવામાં ફંગોળાઈને સામેની દીવાલ પર અથડાઈ છે અને જમીન પર નીચે પડે છે.

        રાહુલ મીના સામે જુએ છે તો એક સફેદ કલર સાડી પહેરેલી એક સ્ત્રી એને દેખાય છે. વાળ એક દમ છુટ્ટા અને હવામાં ઉડતા હોય છે. આંખો ખૂબ જ મોટી અને આંખનો ડોળો એકદમ કાળો થઈ ગયેલો હોય છે. આ બધું જોઈ રાહુલ ગભરાઈ જાય છે અને બોલે છે,

" તું.......તું.......તું.........તુમ.........( ડરતા ડરતા ) "

" હા........હા ......... મેં...." એમ કહી એ સ્ત્રી હસવા લાગે છે.

" તો...તો...તુમને યે સબ કિ.....કિ...કિયા હૈ."

" હા..... મેને હી કિયા હૈ. મેં તુમ્હે નહીં છોડુંગી, તુમ્હે જાન સે માર ડાલુંગી."

" નહીં....નહીં.. મુજે જાને દો , મુજે છોડ દો. " રાહુલએ ખૂબ જ ડરતા ડરતા કહ્યું.

" આજ તો તુમ મરોગે ઓર વો ભી તડપ તડપ કે ( ખૂબ જ મોટેથી બોલતા ) " એટલું કહેતા જ એ સ્ત્રી રાહુલની અંદર જતી રહે છે.રાહુલનું શરીર પોતાની વશમાં કરી લે છે.

            રાહુલ ( એટલે કે સ્ત્રી ) પોતાની જાતને હવામાં ફંગોળે છે. એક દીવાલ પરથી બીજી દીવાલ પર પોતાના શરીરને પટકે છે. રૂમની બહાર સીડી પર આવે છે અને સીડી પર પડી પોતાના શરીરને સીડી પર ગબડાવે છે. ગબડતા ગબડતા નીચે હોલમાં પહોંચે છે. હોલમાં પહોંચી દીવાલ પર ઊંધી રીતે હોલમાં આવેલા પિલર પર ચડે છે. ત્યાંથી કૂદકો મારી નીચે જમીન પર પડે છે. ફરી એ જ પિલર પાસે જઈને જોરથી જોરથી પોતાનું માથું એ પિલર પછાડે છે. જ્યાં સુધી લોહી ના નીકળે ત્યાં સુધી રાહુલ દીવાલ પર માથું પછાડયા કરે છે.

થોડીવાર માથું પછાડયા બાદ રાહુલ હોલની વચ્ચે આવે છે. સ્ત્રી રાહુલના શરીરમાંથી બહાર આવી પોતાની શક્તિ વડે અગ્નિ પ્રેટાવે છે અને ફરી રાહુલના શરીરમાં જઈ આગની અંદર પ્રવેશે છે. જ્યાં સુધી અડધું શરીર ન બળે ત્યાં સુધી રાહુલ પોતાના શરીરને બાળે છે.

           થોડું શરીર બળતા રાહુલ અગ્નિમાંથી બહાર આવી જાય છે. સ્ત્રી ફરી રાહુલના શરીરમાંથી બહાર નીકળી રાહુલની સામે ઊભી રહી જાય છે. રાહુલ દર્દભરી ચીસો પાડી રહ્યો હોય છે. પોતાના દર્દ સાથે લડી રહ્યો હોય છે.

" કયું દર્દ હુઆ ના ? મુજે ભી હુઆ થા ! તબ તુમ કિસીને મેરી આવાઝ નહીં સુની ઓર ના હી આજ તુમ્હારી કોઈ આવાઝ સુનેગા." સ્ત્રીએ મોટા અવાજમાં કહ્યું.

          દર્દથી તડપતો રાહુલ કઈ પણ બોલી નહોતો શકતો બસ ખાલી પોતાના હાથ જોડી રહ્યો હતો. થોડીવાર બાદ સ્ત્રી રાહુલ પાસે આવે છે. રાહુલને જમીન પર ઘસેડીને ફોટાવાળી દીવાલ પર લઈ જાય છે. ત્યાં જઈ એ સ્ત્રી રાહુલના બે હાથ કાપી નાખે છે અને સામે જે અગ્નિ બળતી હતી તેમાં બે હાથ નાખી દે છે. રાહુલ દર્દના લીધે ખૂબ જ ચીસો પાડે છે. સ્ત્રી ફરી રાહુલ પાસે આવીને એની સામે ઊભી રહી જાય છે. રાહુલને હવામાં ઉછાળે છે અને હવામાં જ લટકાવી રાખે છે.

        સ્ત્રીની આંખ ગુસ્સાથી ભરેલી હોય છે. આંખમાંથી આંસુની જગ્યાએ લોહી નીકળતું હોય છે. પોતાનું દર્દ બધું જ એના ચહેરા પર દેખાતું હોય છે.તે પોતાના ગુસ્સાને એટલો બધો બહાર લાવે છે કે રાહુલના શરીરના ઊભા બે કટકા કરી નાંખે છે ને થોડીવાર આમ જ ગુસ્સાથી એ શરીરની સામે જુએ છે અને પછી પેલા ફોટા પાસે જાય છે.

" દેખા આપ લોગો ને !

હમારા દૂસરા બદલા ભી પૂરા હો ગયા.

અબ જો બચે હે ઉન લોગો કી બારી હૈ." ( હળવા અવાજમાં)

" મેરે હાથો સે કોઈ નહી બચેગા, મેં સબકો માર ડાલૂંગી."( મોટા અવાજમાં )

      એમ કહી તે ફરી રાહુલના શરીર પાસે આવે છે.પોતાની શક્તિ દ્વારા તે રાહુલના શરીરને લઈ બહાર આવે છે. હવેલીથી દૂર એક ખાલી ગાડીમાં રાહુલના શરીરને મૂકી ગાડીને બાળી નાખે છે અને ફરી હવેલી પર પાછી આવે છે.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Horror