Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

"Komal" Deriya

Inspirational

4  

"Komal" Deriya

Inspirational

મિત્રતા અને સમય - ૩

મિત્રતા અને સમય - ૩

3 mins
186


આખરી ઘડીએ... 

ખરાં અર્થમાં મિત્રની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે પણ સૌથી સરળ વ્યક્તિત્વ એટલે જ મિત્ર, આપણી સાથે એે હંમેશાં ખૂલી ને જીવે, હસે, રડે અને રહે. એક મિત્ર જ સાચા અર્થમાં આપણું આગવું અસ્તિત્વ છે. 

એપ્રિલ ૨૦૧૭નો એ દિવસ એટલે છેલ્લો દિવસ. બે વર્ષ સાથે રહ્યા, પહેલાંથી જ જાણતા હતા કે ક્યારેક તો છુટા પડવાનું જ છે પણ તોય આ દિવસે એમ થયું કે બસ સમય અહીં જ રોકાઈ જાય, ઘડીક આરામ કરે, હરેફરે પણ બસ ઝડપથી જતો ના રહે. આમ તો વિદાય સહજ છે પણ દુઃખદાયક જ હોય. પરિવર્તન જ પ્રકૃતિનો નિયમ છે પણ અમુક પરિવર્તન આપણે જીવનભર સ્વિકારી નથી શકતા. એ સવાર નો ઉત્સાહ ખોવાયેલો હતો, આંખો ચેકડેમ બનેલી હતી, શબ્દોમાં વ્યક્ત કરાય એવું નહતું અને કોઈનામાં એકબીજાને રોકવાની હિંમત પણ નહતી કેમકે સમજદારી હવે લાગણીઓ પર છવાઈ ગઈ હતી. આ વિદાય સ્વીકારવી અને આગળ વધવું અશક્ય બની ગયું હતું અને આખરે હૃદયનો બધો ભાર, મનમાં ચાલી રહેલી અડચણો, છુટાં પડવાનું દુઃખ, ફરી ક્યારે મળીશું એની વિટંબણાઓ બધું આંખો વાટે પૂર બની બંધન તોડી વહેવા લાગ્યું અને કમને બધા છૂટા પડ્યા. આ સમયે

જ્યોતિ લખે છે કે,, 

કદાચ આ સમય અહીં જ રોકાઈ જાય કેમકે જો એ નહીં રોકાય તો આપણે થોડા કલાકોમાં વિખૂટા પડી જઈશું. બધા મિત્રો પોતાની મંઝિલે પહોંચવા નિકળી જશે, જાણે શરીરમાંથી પ્રાણ નિકળી જશે, જાણે જીવન જ અશક્ય બની જશે. જે મિત્રતાની શરૂઆત શાસ્ત્રી ગાર્ડનથી થઇ હતી અને જે જય અંબે ની ચા સાથે પાંગરી હતી, જેમાં ખુબ રીસણાં મનામણાં હતા એ દોસ્તી ક્યારેય નહીં ભુલાય. 

 અને પછી રાધિકા લખે છે... 

અમુકવાર જીવનમાં એવા મિત્રો આવે છે જે તમારા જીવનનો હિસ્સો બનીને જીવન જ બદલી દે છે. એ ખૂબ હસાવે છે દુનિયામાંથી સારી વાતો શોધીને બતાવે છે. આપણને હિંમત આપે છે કે "સફળતાનો દરવાજો બંધ પડ્યો છે, જા અને ખોલી દે." જ્યારે પણ એવું પણ એવું લાગે કે તમે એકલા પડી ગયા છો અને અંધારામાં ખોવાઈ ગયા છો તો એ મિત્રો જ હોય છે જે તમને જગાડે છે અને બચાવે છે. જો રસ્તો ભૂલી જાવ તો આંગળી પકડીને સાથે સાચા રસ્તે ચાલે છે, જે હંમેશા તમારા સારા સલાહકાર બને અને તમારી દરેક સફળતામાં તમને પ્રોત્સાહન આપે, જે તમારો હાથ પકડે ને તમને લાગે જાણે બધું જ બરાબર છે, તમારા બધા જ ખરાબ સમયમાં જે તમારે પડખે ઊભા હોય. જો આવા મિત્રો મળ્યાં હોય તો ખરેખર તમે ભાગ્યશાળી છો! 

હા, તમે બધા જ મારા એવા મિત્રો છો. મારા friends forever and forever has no ends. 

અને પ્રિયંકા લખે છે, 

જેમ તુફાન આવે ને બધું વેરવિખેર થઇ જાય, આખી પ્રકૃતિ ખેદાનમેદાન થઇ જાય, બસ એવું જ કંઈક થયું છે આજે...  જે મિત્રો સાથે સ્વર્ગ જેવી મજા હતી એ બધા આજે એક- એક થઈ જશે.  દરેક દિવસ અને ક્ષણ ખુદ જ અદભૂત બની જાય જ્યારે મિત્રો સાથે હોય કે પછી એમના વિશે વિચારતા હોઈએ. 

ખરેખર આજે ત્રણ વર્ષ પછી પણ હજુય એ મિત્રોનું ફક્ત નામ સાંભળીને પણ ચહેરાં પર દેખાતી ખુશી એવી ને એવી જ છે. એ દોસ્તીની ખુશ્બુ હજુય એમની આંખોમાં અને હાસ્યમાં મહેકતી દેખાય છે.  આજે હું એમને ભૂતકાળમાં મળી આવી પણ હવે તો હું એમને વર્તમાનમાં એટલે કે આજ માં મુલાકાત કરવા જઈ રહી છું... 

(ક્રમશ:)


Rate this content
Log in

More gujarati story from "Komal" Deriya

Similar gujarati story from Inspirational