Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Drama Inspirational

3  

Vijay Shah

Drama Inspirational

ભક્ષ્ય..

ભક્ષ્ય..

7 mins
7.2K


તે દિવસે પહેલી વખત હું ધ્રુજી ગયો. માબાપની છત્ર છાયામાંથી છુટીને કોલેજ માટે ઘરથી દુર એપાર્ટમેટમાં રહેવાનુ શરુ કર્યું ત્યારે આવો કોઈ અનુભવ થશે તેની કલ્પના પણ તેને નહોતી. સાંજના સાત વાગ્યે સાયકલ ઉપર હું જતો હતો અને ટ્રક બાજુમાં આવી ઉભી રહી અને બે મેક્સીકન જેવા માણસો મને ઘેરી વળ્યા. કાનની બુટ પાસે ગન હતી.અને ભાગ્યા અવાજમાં પૈસા માંગતા હતા અને મૃત્યુનો ખોફ પહેલી વખત તેને સ્પર્શી ગયો. પરાવર્તી ક્રિયા વશ ગજવા માંથી પાકીટ કાઢી આપી દીધું અને સાયકલ ફેંકી તે એક બાજુ ઉપર ઉભો રહી ગયો તેઓના કહેવા મુજબ.

પાકીટમાંથી ડોલર્સની લીલી નોટો લઈ પાકીટ હવામાં ઉછાળી ટ્રક જતી રહી પણ પેલુ ભયનું લખલખુ હજી અંદરથી એક એક રુંવાડાને ખડું કરતું ઉભું જ હતું. સાયકલ લીધી પાકીટ હાથમાં લીધુ અને સાયકલ ઉપર ઝડપથી મારા એપાર્ટમેટમાં પહોંચ્યો. પાણી પીધું… પાકીટ ફંફોસ્યુ તો, ક્રેડિટ કાર્ડ પણ ગુમ હતું. લેપ ટોપ ચાલુ કરી ક્રેડીટ કાર્ડ કેન્સલ કરાવ્યું. પોલીસને ફોન કર્યો. હાવર્ડને ફોન કર્યો અને પપ્પાને ફોન કર્યો ૧૧૦ ડોલર ચોપડીઓ ખરીદવા ઉપાડયા હતા તે જતા રહ્યા હતા. પણ પેલી ધુજારી હજી જતી નથી.

 

પોલીસને વર્ણન આપ્યું પૈસા મળવાની તો આશા નથી પણ બીજા કોઈને તકલીફ ન થાય તેની સાવચેતી જ. તેથી ખાલી ખોળ પાછળ ખાતર હાવર્ડ આવ્યો તેની સાથે બંસરી પણ આવી. થોડીક ઘમંડી લાગતી આ છોકરીને આજે મારી હિંમ્મત માટે અહોભાવ દેખાતો હતો. તે બોલી તુ બહાદુર છે. નહીંતર આવા પ્રસંગોએ ઘણા ગન જોઈને જ બેભાન થઈ જતા હોય છે. મેં થોડીક હિંમત ભેગી કરીને કહ્યું એ તો અંધારું હતું તેથી ટ્રકનો નંબર ન જોવાયો. બંસરી કહે સારું થયુ તે નંબર નથી જોયો. નહીંતર વાતનું વતેસર થશે. ચાલ હવે અમારી સાથે બહાર થોડુંક ખાશું અને પછી તુ પાછો આવી જજે.

તે વખતે હાવર્ડ બંસરી સાથે હું બહાર ગયો. થોડુંક ખાધું. પણ પેલો કરડો અવાજ અને કાન પટીયા પર ગનનો ઠંડો સ્પર્શ હજી મારા મનમાં ભયની ધ્રુજારી ઉપજાવ્યા જ કરતા હતા.

દિવસો પસાર થતા હતા. તે એપાર્ટમેન્ટ ખરાબ છે. લોકાલીટી ખરાબ છે. કહી ૧૫ દિવસમાં એપાર્ટમેન્ટ બદલ્યું. પાછો જુના મિત્રોથી નજીક બીજા એપાર્ટમેન્ટમાં જતો રહ્યો. ભણવામાંથી મન ધીમે ધીમે ધટતું ગયું અને સ્વબચાવના રસ્તાઓ શોધવા માંડ્યા. બંસરી સાથે મુલાકાતો વધવા માંડી. અને તેની વાતો સાથે અજાગૃત રીતે સંવેદનાનો તંતુ સંધાવા માંડ્યો. બંસરી ચાઈનીઝ છોકરી હતી પણ તેનો અવાજ મધુર હતો. અને તેથી પણ વધુ તેની આંખોમાં મારે માટે કદર અને લાગણીની ભાવના વધુ ડોકાતી હતી.

 

તે દિવસે એણે રાઈડ આપી અને 3 કલાક બાદ મને મારે ગામ ઉતાર્યો ત્યારે તેની વાતોમાં થોડીક ગંભીરતા હતી. ઉંમર જાય છે અને ભણવાની સાથે સાથે કમાવું જોઈએ. માબાપ સારા છે. પણ તેમના ઉપર બહુ ભાર ના આપવો જોઈએ જેવા સરખા વિચારોની આપ લે ચાલી અને મારું મગજ ગણતરી ઉપર ચઢી ગયુ. હું પણ કામ કરું થોડાક પૈસા બચાવું તેથી પપ્પા પાસે હાથ ન લંબાવવો પડે. અને મારી વિચારધારા પપ્પાની જિંદગી ઉપર સ્થિર થઈ તેમની જ ઈચ્છા છે. અમને બંને ભાઈઓને સારું ભણતર અને સારી જિંદગી આપવી અને તેથી જ તો તેમની સ્થિર થઈ ગયેલ કારકીર્દી છોડી નવેસરથી અમેરીકામાં જિંદગી શરુ કરી. નાનો તો હજી નાનો છે મારે ભણતરની સાથે થોડુંક કમાઈને તેમને પણ મદદ કરવી જોઈએ.

 

ભારતના રુઢીગત ભણતર અને અહીં અમેરીકન ભણતર પધ્ધતિઓમાં લાવી અને પોતાની તકલીફોનો વિચાર કર્યા વિના મન તેમના પ્રત્યેના અહોભાવથી ભરાઈ ગયું. બંનેને મારા ઉપર કેટલો ભરોસો છે બંસરી તેની વાતો કરતી હતી. તેના માબાપનું જીવન ડોઈવોર્સમાં ખુવાર થઈ ગયું… તેની દાદીમાના ભરોંસે તે ઉછરીને મોટી થઈ. દાદીમાને ત્યાં ગલુડીયા અને તેથી તેને ગલુડીયા બહુ ગમે, કેટ પણ બહુ ગમે. તેના એપાર્ટમેન્ટમાં ડોગ ન રાખવા દે પણ કેટનો વાંધો નહીં. તેથી તેની પાસે એક મંજરખાન. બીલાડો મ્યાઉં મ્યાઉં કરે… પણ બંસરીને ડોગ વધુ ગમે તેની વફાદારીને કારણે.

 

મને મારું નાનું જહોની યાદ આવી ગયું. ગામ તેને લાલીયો કહે અને ભારતમાં તો કુતરા ઘરે નહીં રાખવાના પણ જયારે ભુરી કુતરીને સાત ગલુડીયા થયા તેમાનું જહોની સફેદ દુધ જેવું અને થોડું તગડું તેથી ઝડપથી દોડી ન શકે. અને ભુરી પાસે જવાની સ્પર્ધામાં કાયમ પાછું પડે અને ભુખ્યું રહી જાય. અને કાંવ… કાંવ… કરીને રડે. હું તે વખતે પાંચેક વર્ષનો. પણ મને જહોની ભુખ્યું રહે તે ન ગમે. અને મમ્મીએ આપેલ દુધ ગ્લાસ એને પીવડાવી આવું. એક દિવસ મમ્મીને ખબર પડે તો કહે જહોનીને દુધ પણ ભૂરીને રોટલો ખબર છે. મુંગા પ્રાણીના નિ:સાસા ન લેવાય… બંસરીને મેં આ વાત કરી ત્યારે તે બોલી તને હજી ગલુડીયા ગમે ? હું થોડોક ગુંચવાયો, પણ બોલ્યો ત્યાંની અને અહીંની વાત જુદી છે. મને તેમને નોન વેજ ખવડાવ્યુ ન ગમે… બંસરી તરત બોલી શું ખવડાવવું તે આપણે નક્કી કરવાનું અને વેજી ફુડ પણ મળે છે ખરેખર ? હું ક્ષણ માટે તો આનંદિત થઈ ગયો.

 

મમ્મીને તે દિવસે પુછ્યું… હું ડોગ રાખું ? મમ્મી કહે દીકરા ભણી ગલી લો પછી અત્યારે આપણને ન પોષાય અને આપણા ધર્મમાં મુંગા પ્રાણીના નિસાસા લેવાની ના પાડી છે ખબર છે ને ?

 

પાછા વળતા બંસરીએ ફરી તેજ વાત કાઢી. ધર્મના નામે મેં વાત ઉડાડવા માંડી તો બંસરી કહે તમે લોકો ધર્મને તમારી સગવડ પ્રમાણે ફેરવી તોળો છો એક પપીને તમે પાળો પોષો અને તેને મૃત્યુમાંથી બચાવો તે ધર્મ નથી ? તે લુચ્ચી હતી. તેને તેનો શોખ પોષવા મારો સાથ જોઈતો હતો અને મને પપી ગમે છે તે વાતથી તે વાકેફ હતી વળી તને ગન એટેક થયો તે વખતે પપી તારી જોડે હોત તો તુ બચી જતે. એણે છેલ્લો ઘા ફેરવીને માર્યો જે નિશાન પર બરોબર ધારી જગ્યા એ બેઠો.

 

પછીની વાતોમાં પપી રાખવાનો ખર્ચા કેટલો આવે શું કરવુ પડે કેટલો ટાઈમ જોઈએ. બધી વાતોનો હિસાબ હતો કે પપી જે કંપની આપે તેની સામે જોઈએ તો ખર્ચો તો કંઈ જ નથી અને એટલો ખર્ચો તો કયાંય નીકળી જશે. હિસાબ મારા મનમાં સ્પષ્ટ થઈ ગયા પછી મેં બંસરીને પુછ્યું તુ એને સાચવીશ ? મારે કોલેજમાં જવાનું હોય અને એને ખાવા પીવાનુંઅન્ય દૈનિક ક્રિયાઓ અને બંસરી કહે તુ તો મને ભાવતું પુછે છે. હું જરુર તને બધી રીતે મદદ કરીશ.

 

એક પપી પછી તેને કંપની આપવા બીજું પપી તેને ટ્રેઈનાંગ તેનું ફુડ તેની જાળવણી માટે રજીસ્ટ્રેશનબીલ્લો પટ્ટો, તેને રમવાના રમકડા અને મારા ક્રેડીટ કાર્ડના બીલો વધતા ગયા અને ગ્રેડ ઘટવા લાગી. ચાર કલાક છ કલાક પછી તો સમગ્ર ભણતરના સમયનો ભોગ પપી એ લેવા માંડ્યો… અને એક દિવસ પપ્પા અને મમ્મી કોઈક કામ માટે મારા એપાર્ટમેન્ટ પર આવ્યા અને મારી દશા જોઈને દ્રવિત થઈ ગયા.

"દીકરા તને ભણવા મોકલ્યો હતો….”

“પણ પપ્પા ભણવાની ઉંમર જતી કયાં રહી છે ? “ આ ગલુડીયા ઘર બનાવવા નહીં… વળી જા નહીંતર ભુંડા હાલે પછડાઈશ… તને મારા મિત્રની વાત ખબર છે ને ? પણ પપ્પા આ ગલુડીયાને પોષણ આપીને હું સારું જ કામ કરુંં છુંને ? બંસરીનો પણ સાથ છે તેથી ખર્ચામાં રાહત છે.

 

 ”મારા એ મિત્રની વાત તને કહું. કોલેજના પહેલા વર્ષમાં અમે એના ઘરે ભણીયે અને તે ભાઈને પરણ ઉપડયું તેથી તેના વિવાહ થયા. અમે ભણી રહ્યા ત્યાં સુધી તે પાસ ન થયો અને આજે ૨૫ વર્ષે અમે બધા સ્થિર છીયે ત્યારે તે દરિદ્રતાના અંતિમ ચરણમાં છે

“એની પણ આજ દલીલ હતી ઉંમર ઉંમરનું કામ કરે છે. તુ આ અવળે પાટે ચઢ્યો છે. જવું છે દિલ્લી અને ગાડી પકડી છે મદ્રાસની…ઉતરી જા અને પાછી દિલ્લી જવાની ગાડી પકડ. ” 

“પપ્પા આ બંને પપી અને બંસરી સાથે જિંદગી સરસ જઈ રહી છે.”

”એક સાધુની વાત તને કહું. એક અધોરી બાવો. એક લંગોટી અને તે રાત પડે ધોઈ નાખે અને સવારે પહેરી લે. એક ઉદરડી પેધી પડી અને લંગોટી કાતરે તેથી કોઈ ભક્તે સલાહ આપી એક બિલાડી રાખો. એટલે ઉંદરડી નહીં આવે. બાવાજીએ બિલાડી રાખી તેના દુધની ચિંતા એટલે કોઈક ભક્તે ગાય આપી. ગાય ને દોવાની ચારો નાખવાની તકલીફ એટલે કોઈ બાઈ માણસ રાખો. બાઈ રાખી. અને વર્ષમાં તો છોકરું થયું. અને બાવાજીની ચમકી. આ લંગોટી સાચવવામાં હું તો સંન્યસ્ત બગાડી બેઠો… લંગોટી ફેંકીને પાછો ભાગ્યો.”

“પપ્પા… મને પેલી ગનની બીક આ ગલુડીયાએ કાઢી બંસરીએ કાઢી…”

“પણ તે બીક કાઢવાનો રસ્તો તને આખી જિંદગી દરિદ્રતામાં સબડાવશે તેનું શું ? અને આ કામ માટે તો અહીં અમેરીકા તને નથી લાવ્યો ખરુંને ?”

“હા… પણ હું મારી રીતે મેનેજ કરી લઈશ.”

“એક કામ કર તારુ એપાર્ટમેન્ટ હવે તને ડોગ રાખવા નથી દેતા તેમ કહી બંસરીને રસ્તો કાઢવા કહીશ ?”

“ભલે.”

પંદર દિવસ પછી બંસરીને મારા માટે ખુબ જ તિરસ્કાર છુટ્યો. એક ગલુડીયું લઈ ડોર્મેન્ટરીમાં પાછુ આપી આવી. બીજા પંદર દિવસ પછી હું બીજું ગલુડીયું પાછું આપી આવ્યો. દોઢ મહીના પછી બંસરીનો ઈ મેઈલ આવ્યો તેણે મને ડંપ કર્યો… મેં પપ્પાને થેન્કયુ નોટ લખી.

તમે સાચા છો… માણસો પોતાના સ્વાર્થ માટે ગમે તે કરતા હોય છે… ખાસ કરીને લાગણીઓ સાથે નો ખેલ… પોતાના સ્વાર્થ માટે… તેના કલાકના રીક્રીએશન માટે મારી કારકીર્દીનો ભોગ લેતા પણ ન અચકાય!

ફરીથી આભાર.

હવે એ ગનની બીક લાગતી નથી કારણ કે પોલીસે તે માણસને પકડી પાડ્યો છે. તે એક જમાનામાં બંસરીનો એક્ષ હતો. અને આ સમગ્ર નાટકનો તે એક સહનાયક હતો. બંસરી ભોક્તા હતી અને હું ભક્ષ્ય!


Rate this content
Log in

Similar gujarati story from Drama