Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Drama

2  

Vijay Shah

Drama

ખોટો રુપિયો જાય જ ક્યાં?

ખોટો રુપિયો જાય જ ક્યાં?

2 mins
7.2K


ઘણી વખત મને નવાઈ લાગે છતાં ઘણા અજાણ્યા ચહેરાઓમાં મને જાણીતા ચહેરા દેખાય અને તે ચહેરા મન ભાવન થઈ જાય. ત્રણ વરસનો હોઈશ ત્યારે બાના ચહેરાને બસ અપલક તાકી રહેતો…થોડીક મોટી ઉંમરે લાગ્યું એટલે કે ચહેરા તો પિતરાઈ અને મસિયાઈ બહેનઓના પણ ગમે છે અને તેથી જ તો તેઓની સાથે બોર અને ગંડેરી વહેંચવી ગમતી. કોણ જાણે કેમ તે સમયે મારા ગોઠીયા મિત્રને મેં કહી દીધું યાર મને તો મધુબાલાનો હસતો ચહેરો ગમે છે. તે તો મારી સામે અજાયબીથી જોતો જ રહ્યો અને પછી ધીમેથી કહે યાર મને પણ મારા ઘરની બાજુમાં કલ્પના હસે છે તો બહુ ગમે છે. પણ આપણાંથી તેને એવુ તાકી ન રહેવાયને…અઢાર ઓગણીસની મુગ્ધતાના વરસોમાં તેને ભારતી, ભાવના અને મીનળ ગમતી ક્યાંય પ્રેમ કે જાતિયતાનો કોઈ આવેગ નહીં બસ તેઓને હસતા જોવાનું અને મલકવાનું. મારા લીસ્ટમાં ફિલ્મ અભીનેત્રી મધુબાલા પછી સાધના ઉમેરાઈ. થોડો પક્કો તો ખરો હું..મે બધા મિત્રોના આવા ગમતા ચહેરાઓ નવરાત્રી દરમ્યાન પકડી પાડ્યા હતા જેમ કે દિલિપને ચેતના ગમતી તો કપિલ નીલમ નીલમ કરતો અને પેલો મહેશને શકુ ગમતી.

એક દિવસ ભાવનાના લગ્ન અમેરીકાથી આવેલ કીશોર સાથે થયા ત્યારે દરેકને લાગ્યું.. આ ગમતા ચહેરાઓની ચોવટ છોડો અને હવે જીવન સાથી શોધો… બધા આમતો નબળા તેથી તેમના ગમતા ચહેરાઓની સાથે વાત કરવાને બદલે ન ગોઠવાય. તેની સાથે તે તો નાની છે.

એક દિવસ મોટી ઉંમરનો કીરણ બોલ્યો ગમતા ચહેરા એ તો જિંદગીના દરેક વણાંકો ઉપર મળશે પણ જે ચહેરો જીવન સાથી સ્વરુપે મળવાનો તે સત્ય અને બાકી બધી કલ્પનાઓ. જુઓ બહેનની બહેનપણી કે ભાઈનો ભાઇબંધ જો ગમતું પાત્ર હોયતો દીલ ખોલીને સાફ વાત કરી લેવાની નહીંતર ગાતો ચહેરો ગણીને તે પણ જતી રહી શકે અને પાંચેય મિત્રો પાંચ અઠવાડીયામાં સગાઈના દોરે બંધાઈ ગયા.

ગમતા ચહેરાનું પ્રકરણ ત્યાર પછી પણ રાજેશે ચલાવ્યું અને ત્રણ વર્ષે છુટા છેડા થયા.

બાકીના બધાએ એક જ રસ્તો અપનાવ્યો. તુ ભલેને હોયે કાણી પણ મારી તો તુ છે રાણી..તેઓના ઘરે હવે બીજી પેઢીએ ત્રીજી પેઢી પણ આવી છે. હવે ગમતા ચહેરાઓના નામો બદલાય તો પણ રાણી તો સદાય જબાન પર રહે છે..મારા ગમતા ચહેરાઓમાં માધુરી દિક્ષીત, ઐશ્વર્યા રાય અને જુલીયા રોબીન્સન આવી છે અને મારી પત્ની ને હું તેનાથી આગળ વધુ તે વાત માનવી જ નથી તેથી તો કહે છે “ખોટો રુપિયો જાય જ ક્યાં? મને ચિંતા જ નથી હમણા જ પાછો આવશે.

પદ્ય અને ગદ્યનl સમન્વયનો આ નવતર પ્રયોગને આપ માણશો તેવી આશાસઃ

આવકારી શક્યા નહીં !-ડો.મહેશ રાવલ


તફાવત હતો પણ, નિવારી શક્યા નહીં

સહારાય છેલ્લે ઉગારી શક્યા નહીં


મુકદર જુઓ આપણું કે, અધિકતર

કદી સત્યને આવકારી શક્યા નહીં


પલળતું ગયું પોત ભીનાશ વચ્ચે

જરાકે ય એને નિતારી શક્યા નહીં


જુદી નીકળી ધારણાથી હકીકત

અને ધારણા, ફેર ધારી શક્યા નહીં


વકરતી રહી નિત અડાબીડ ઈચ્છા

વિષય ચાતરીને, વિચારી શક્યા નહીં 


અસર વિસ્તરી ગઈ, અસામાન્ય રીતે

ઈલમ ઓળખીતાં ય, તારી શક્યા નહીં



Rate this content
Log in

Similar gujarati story from Drama