Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational Romance Tragedy

4  

Pravina Avinash

Inspirational Romance Tragedy

ઝાકળ બન્યું મોતી - ૧૦

ઝાકળ બન્યું મોતી - ૧૦

8 mins
13.9K


જતીન અને સુહાનીનો સુનહરો સંસાર

જતીન ખૂબ સજ્જન, કામમાં પાવરધો, કોઈને પણ મદદ કરવા તત્પર, ખૂબસૂરત, બે દીકરીનો પ્રેમાળ બાપ હતો. બન્ને દીકરીઓ કોલેજમાં ભણતી હતી. મોટી બહારગામ રહીને અને નાની શહેરમાં પણ હોસ્ટેલમાં રહેતી. છેલ્લા બે વર્ષથી જતીનની પત્ની સુહાની બિમાર રહેતી હતી.

જતીન અને સુહાનીનું પ્રેમ પ્રકરણ તો કોલેજ કાળથી શરૂ થયુ હતું. અંતે લગ્નમાં પરિણમ્યું. તિનકા, તિનકા ભેગા કરીને નગરી વસાવી હતી. ભલે બન્નેની ન્યાત અલગ હતી, પણ માતા અને પિતાની સંમતિથી લગ્ન થયા હતા. કોલેજના સમયમાં જતીન શાંત હતો પણ તેનો કલાકાર આત્મા, વાર્ષિક પ્રોગ્રામોમાં ઝળકી ઉઠતો. જ્યારે સુહાની રંગમંચની રાણી હતી. પ્રેમ પૂછીને તો ન થાય ! થયા પછી તેને છૂપાવવો તો મુશ્કેલ છે. આખરે કોલેજના છેલ્લા વર્ષમાં જતીને કબૂલાત કરી. એક શરતે, લગ્ન માટે ઓછામાં ઓછા ચાર વર્ષ રાહ જોવાની. સુહાનીએ ગાલ પર હળવી ટપલી લગાવી મંજૂરીની મહોર મારી.

શરૂઆતના વર્ષો હરવા ફરવામાં અને બન્ને બાળકોને સરસ રીતે ઉછેરવામાં પસાર થયા. નીરા અને તારાના આગમનથી ઘર ગાજી ઉઠ્યું. બન્ને જ્યારે નાના હતા ત્યારે મહાબળેશ્વરમાં બંગલો ભાડે રાખી મજા માણતા. મુંબઈથી નોકર લઈ જાય. અને ત્યાંની 'પેરેડાઈઝ' હોટલમાં સવાર સાંજ જમવા જાય. સવારની ચા અને નાસ્તો નોકર બનાવે. જેથી સુહાનીને આરામ મળે. બન્ને જણાને ઘોડા પર ફરવાનો ચટાકો લાગ્યો હતો. સુહાનીને બોટિંગ ગમે. ખૂબ પ્રેમાળ વાતાવરણમાં નીરા અને તારાનું લાલન પાલન થઈ રહ્યું હતું. બે બાળકોમાં ખોવાયેલો જતીન ભૂલી પણ ગયો કે તેને એક દીકરો જોઈએ છે. દીકરીઓને પ્રેમ આપી તેમનો દોસ્ત બની ગયો. અચાનક એક દિવસ પાછું તેના દિમાગ પર ભૂત સવાર થયું.

‘સુહાની તને ખબર છે ?’

સુહાની આ સવાલનો અર્થ બરાબર જાણતી હતી.

‘જો, જતીન આપણે વર્ષોથી સ્વપના જોયા હતાં બે બાળકોના. હવે પેલા ઉપરવાળાએ મારા પર ખૂબ મહેરબાની કરી એક ઝાટકે કામ પતાવી દીધું. તને શું એમ લાગે છે હવે હું ફરીથી -, ભૂલી જજે. આપણે આ બન્નેને ખૂબ તેજસ્વી બનાવવાના છે. જતીનનું સુહાની પાસે આ બાબતમાં ન ચાલતું. આખરે જતીને પણ મન મનાવ્યું. પેલી તારાને તો ‘તારક કહીને બોલાવતો.

સુહાની પાસે જતીનનું કશું ઉપજતું નહી. વાત પણ સાચી હતી. બે બાળકોને સરસ રીતે ઉછેરવા એ કાંઇ ખાવાનો ખેલ ન હતો. તેમની સુવિધા પૂરી પાડવી. માતા અને પિતા બન્નેની સુંદર કામગીરી સાથે મુશ્કેલ કાર્ય હતું. સુહાની ચિવટપૂર્વક તારા અને નીરાની બધી ઈતર પ્રવૃત્તિઓ પર નિગાહ રાખતી. એમાં જતીનના દિમાગ પર ધંધો કરવાનું ભૂત સવાર થયું. હવે સુહાની કોઈ “વંડર વુમન” તો ન હતી. જતીને પોતાનો વિચાર માંડવાળ કરવામાં સહુનું ભલું જોયું.

સુહાની અને જતીનનો કિલકિલાટ કરતો સંસાર રથ તેજીથી ભાગી રહ્યો. દીકરીઓ ભણવામાં હોંશિયાર હતી તેમજ સંસ્કારી પણ હતી. તેમની આગવી પ્રતિભાને કારણે શાળામાંથી 'સ્ટુડન્ટ એક્સચેંજ'ના પ્રોગ્રામમાં અમેરિકા અને જર્મની એક વર્ષ માટે ગઈ હતી. મોટી તો કલ્ચરલ પ્રોગ્રામમાં રશિયા પણ જઈ આવી હતી. સુહાની અને જતીન એકબીજાના પ્રેમમાં ગળાડૂબ રહેતા. જતીને જ્યારે ધંધો કરવાનું વિચાર્યું ત્યારે સુહાની એ પોતાનો સહકાર આપ્યો. સુહાની જાણતી હતી નવા ધંધામાં પહેલાં પૈસા પુષ્કળ રોકવા પડે.

મોટી અને નાની વચ્ચે માત્ર અડધો કલાકનો ફરક હતો. નીરા અને તારા નાના હતા ત્યારે દાદા, દાદી, નાના અને નાનીની દેખરેખ નીચે મોટા થઈ રહ્યા હતા. સારા સંસ્કાર અને પ્રેમાળ વાતાવરણ ને કારણે તેમનો ઉછેર સુંદર રીતે થયો. આછકલા પણું કે ઉદ્ધતાઈ તેમનાથી જોજનો દૂર હતા. વડીલોને માન આપવું તેમને ગળથૂથીમાં પીવા મળ્યું હતું. જતીન અને સુહાની, દીકરીઓ જોઈ પોરસાતા. સર્જનહારે પ્રાર્થના સાંભળી એક સાથે બે બાળકો આપીને તેમની ઝોળી ખુશીઓથી છલકાવી દીધી.

દસેક વર્ષ નોકરીનો અનુભવ લીધા પછી, એક રાતે જતીને પોતાના મનનો તુક્કો સુહાનીને જણાવ્યો. 'સોની’ તું જાણે છે કમપ્યુટરનો હું રાજા છું. આ તો પિતાજીની બિમારીને કારણે પી.એચ.ડી પૂરું ન કરી શક્યો. મને મારો પોતાનો ધંધો કરવો છે. સાથે કન્સલટીંગ પણ કરવું છે.'

લાડમાં સુહાનીને, જતીન સોની કહેતો જે તેને ખૂબ ગમતું. સુહાની રાજી થઈ. નીરા અને તારા પણ હવે આખા દિવસની શાળામાં જતા હતા. તેની પોતાની નોકરી પણ સારી હતી. જો કદાચ જતીનને શરૂઆતના વર્ષોમાં તકલિફ પડે તો, ખભેથી ખભો મિલાવી સાથ આપવા તૈયારી બતાવી.

સાફ નિયત અને ઈમાનદારીને કારણે ચાર વર્ષ પછી જતીન ધંધામાં બરાબર જામી ગયો. બાજુવાળા જયંતભાઈ પાસે અવારનવાર સલાહ માટે આવતો. આ શોપિંગ સેન્ટર ચાલુ થયું ત્યારથી આ ત્રણે જણા પાડોશી હતા. “મન પસંદ” આ જુવાનિયાઓએ પાંચેક વર્ષ પહેલાં લીધું હતું. તેની પહેલાના કાકાને ધંધો કરતા આવડતું નહી એટલે ખોટ જતી. તેમની જૂની વિચાર સરણી મુજબ કામ ચલાવે. કોઈ પણ ધંધામાં ‘ ગ્રાહક હમેશા સાચો’ સમજીને જ કામ થાય. ગ્રાહક છે તો, તમે છો એ ભુલવું ન જોઈએ.

ધંધામાં નવો નિશાળિયો જતીન શાંતિથી બધું શીખતો હતો. સુહાનીએ સાથ આપ્યો અને બન્ને વાટાઘાટો કરીને ઉલઝન સુલઝાવતા. કમ્પ્યુટરમાં પી.એચ.ડી. પૂરૂં ન કરી શક્યો તેનો કોઈ વાર અફસોસ જતાવતો. ખૂબ તેજ મગજ હતું. થયું કે પોતાનો ધંધો હશે તો મેદાન મોકળું મળશે. શામાટે નોકરી કરી, કોઈને પૈસા કમાઈ આપવા. સુહાનીને જતીનની વાત સાચી લાગી. તેની નોકરી પણ સારી હતી. બન્નેને ખબર હતી કે ધંધો નવો હોય તો કમાતા વાર લાગે. એક વખત ધંધામાં બરાબર પકડ જામી જાય પછી કોઈ ચિંતા રહે નહી.

તેનું કમપ્યુટરનું જ્ઞાન મદદે ધાયું. જેને પણ તે પોતાનો માલ વેચતો તેમને બરાબર સમજાવતો. જેને કારણે ધંધો કરવાવાળાને ફાયદો થતો. જતીન હમેશા જનકભાઈનો આભાર માનતો. ધંધામાં નવો નિશાળિયો હતો. જનકભાઈની સાદગી અને કાર્યકુશળતાએ તેને આકર્ષ્યા હતા. જનકે શરૂઆતમાં જતીનનો હોંસલો વધારવા ખૂબ મહેનત કરી હતી. તેમની પાસે અનુભવ હતો. જતીનથી પંદરેક વર્ષ મોટો પણ હતો. જતીન તેમને સનમાન આપતો.

જ્યારે અકસ્માતમાં પતિ અને પત્ની ગુજરી ગયા, ત્યારે શોક પ્રદર્શિત કરવા સુહાનીને લઈને જલ્પા તથા દાદીને મળવા ગયો હતો. જલ્પાની તે વખતની મનોદશા ખૂબ ગ્લાનિપૂર્ણ હતી, તેથી તેને યાદ ન હતું. શરૂઆતમાં અને જ્યારે પણ જરૂર પડે ત્યારે જતીનની સલાહ લેતી. આથી વધારે કોઈ સંબંધ ન હતો. જતીનને મનોમન થતું ,જલ્પાના પિતાએ મને ખૂબ મદદ કરી છે. તેને જ્યારે પણ જરૂર પડે ત્યારે મદદ કરવા દોડી જતો. જલ્પાને આ બધી વાતની ક્યાંથી ખબર હોય? જતીન માટે તેને આદર હતો.

જતીન અને સુહાનીની દીકરીઓ મોટી થતી જતી હતી. ત્યાં અચાનક સુહાનીએ તબિયત માટે ફરિયાદ કરી. જતીન બધા કામનો ચોક્કસ હતો. વિલંબ કર્યા વગર ડોક્ટર પાસે સુહાનીનું ચેક અપ કરાવ્યું. ડોક્ટર મહેતાએ, ડોક્ટર શાસ્ત્રીનો બીજો અભિપ્રાય લેવાનું ભાર પૂર્વક જણાવ્યું. ડોક્ટર શાસ્ત્રી કેન્સરના નિષ્ણાત હતા, સુહાની અને જતીન જરા ઢીલા થયા પણ જ્યાં સુધી ડોક્ટર શાસ્ત્રીને ન બતાવે ત્યાં સુધી શાંતિ રાખી. ડોક્ટરે ‘કેન્સર’ એકદમ શરૂઆતના તબક્કામાં છે તે જણાવ્યું. ભલે મુખ પર ભાવ પ્રકટ ન કરતાં પણ અંદરથી બન્ને હાલી ગયા હતા. જો ડોક્ટર મહેતા ન કહેત તો તેમના દિલને દર્દ થાત.

ડોક્ટર શાસ્ત્રીએ બરાબર તપાસી અઠવાડિયા પછી પરિણામ મળશે એમ જણાવ્યું. ડોક્ટર શાસ્ત્રીએ , ડોક્ટર મહેતાના અભિપ્રાય સાથે ખૂબ ઈજ્જત પૂર્વક પોતાની સંમતિ આપી. સુહાનીને શરૂઆતના તબક્કાનું કેન્સર હતું. જેમ બને તેમ જલ્દીથી ‘કિમો’ થેરપી ચાલુ કરવાની સલાહ આપી. સુહાની ઢીલી થઈ ગઈ હતી. દીકરીઓની ચિંતા તેને કોરી ખાતી. હજુ તો ભણે છે. તેમને પોતાનું ઉજળું ભવિષ્ય બનાવવાનું છે.

‘જતીન, મને બહુ ડર લાગે છે.’

‘અરે, ગાંડી તારી સારવાર સારામાં સારા ડોક્ટરની નજર નીચે થઈ રહી છે. તેં સાંભળ્યું નહી ડો. શાસ્ત્રીએ શું કહ્યું.’

‘જતીન અને સુહાની તમે બન્ને નસિબદાર છે. ડોકટર મહેતાની ચકોર તપાસ અને નજરે તેમને જે શંકા થઈ એ સાચી નીકળી. 'કેન્સર એકદમ શરૂઆતના તબક્કામાં છે. જરા પણ ચિંતા કરતા નહીં. સુહાની છ મહિનામાં એકદમ સાજી થઈ જશે.'

ડો. શાસ્ત્રીના શબ્દોમાં સચ્ચાઈનો રણકો જતીનને લાગ્યો. સુહાની કોઈ પણ હિસાબે આ વાત માનવા તૈયાર ન હતી. જેને કારણે તેના દિમાગમાં ડર પેસી ગયો હતો. બીમારી કરતાં બીમારીનો ભય દરદીને વધારે નબળા બનાવે છે. ‘કેન્સર’ શબ્દ એવો છે ને કે, ભલભલું માણસ હેબતાઈ જાય. શામાટે માનવી, માનવા તૈયાર નથી કે’ જ્યારથી આ ધરા પર જન્મ થયો ત્યારથી હર એક કદમ મૃત્યુની નજીક સેરવતું જાય છે. આ સનાતન ધર્મ છે. મૄત્યુ કરતાં ‘મૃત્યુ’ શબ્દનો ભય દરેક માનવીને હોય છે. મૃત્યુ અનિવાર્ય છે. સુહાની બધું જાણતી હોવાથી હિમત હારી નહી. દિમાગના ડર પર કાબૂ રાખતી.

સુહાનીની સારવારમાં કોઈ કમી રાખી ન હતી. જતીન હવે તો લગભગ પંદરેક વર્ષથી ધંધો કરતો હતો. સારા પૈસા બનાવ્યા હતા. ભલે બહુમતી માનતી હોય કે ઈમાનદારીથી ધંધામાં ન કમાવાય. એ વાત જતીને ખોટી સાબિત કરી બતાવી. તેના ગ્રાહકો બીજા બે નવા ગ્રાહક લાવતા. જતીનની સચ્ચાઈ માટે બાંહેધરી આપતા. સુહાનીને કારણે ભલે ધંધામાં થોડી ઓછી કમાણી થાય એ સહેવા જતીન તૈયાર હતો. દીકરીઓ પણ ઘરમાં ન હતી. જતીને ધંધાનો સમય પણ થોડો ટુંકાવી દીધો હતો જેને કારણે સુહાની સાથે સમય વિતાવી શકે.

છેલ્લા બે વર્ષથી તો સુહાનીની સ્થિતી વણસી ગઈ હતી. જતીન ‘મનપસંદ’માંથી સવાર અને સાંજ ખાવાનું લઈ જતો. નિરવ અને જીગર આ હકિકત જાણતા તેથી જતીનના ઘરે લઈ જવાનું ખાવાનું જુદું બનાવડાવતા. જતીને ખુલ્લા દિલે કહ્યું હતું, ‘પૈસા જોઈએ એટલા લેજો. મારી સુહાનીને ખાવાની અડચણ ન પડવી જોઈએ. તેની તહોનતમાં એક બેન ૨૪ કલાક રાખ્યા હતા. ખૂબ હોંશિયાર હતા. સુહાનીનું બધી રીતે ધ્યાન રાખતા અને તેની સાથે મનગમતી રમત પણ રમતા. બન્ને સાથે નવા સિનેમા પણ જુએ.

આમ જતીનના દિલને રાહત મળતી. એક વાર જલ્પાએ જતીનના હાથમાં ટિફિન જોયું. તેના મોઢા પરનો ભાવ જોઈ જતીનને લાગ્યું, આને સુહાની વિષે ખબર નથી. જતીને જ્યારે ખુલાસા વાર જાણ કરી ત્યારે જલ્પાએ હમદર્દી બતાવી. હવે નાના ભાઈ અને બહેન ભણવામાં મશગૂલ હતાં. પોતે પણ એકલી હતી. અવારનવાર સુહાની પાસે જતી. તેને કંપની આપતી. જલ્પાને પણ મિત્રમંડળ ખાસ હતું નહીં. સ્ટોર, દાદી અને નાના ભાઈ અને બહેન તેમાં તેની દુનિયા સમાઈ ગઈ હતી.

ઘણીવાર એકલી પડતી ત્યારે ભૂતકાળમાં સરી જતી હતી. ભવિષ્ય વિષે શું વિચારે ? જલ્પાની અવર જવર સુહાનીને ગમી. ત્રણે જણા સાથે રવીવારે પાના રમતા. ઘણીવાર જલ્પા ઘરેથી સુહાનીની ભાવતી વાનગી બનાવીને લાવતી. આમ બન્ને કુટુંબ નજીક આવતા ગયા. જલ્પાને પણ સારું લાગ્યું. સુહાનીની તબિયત વિષે ચિંતા કરતી. તેને સાંત્વના પણ આપતી.

'તમને સારું જલ્દી થઈ જશે.'

સુહાની ફિક્કું હસતી.

‘અરે, આવો પ્રેમાળ પતિ હોય ત્યાં બીમારી રહી ન શકે.’ જલ્પા મક્કમ મને તેને મનાવતી.

જતીન મનોમન આવા સુંદર વાક્યો માટે જલ્પાનો આભાર માનતો. ઘણીવાર દવા કરતાં પ્રેમાળ શબ્દો દર્દને મટાડવામાં સહાય કરે છે. જો એ દર્દ કદાચ જાય નહી પણ દર્દીના દિલ પર ખૂબ સુંદર અસર કરે છે. સુહાનીનો ડર સાચો પુરવાર થયો. તેની તબિયત સુધરવાને બદલે વણસી રહી. દવા તેમજ કિમો અસર કરતા નહી. કિમો લઈને આવ્યા પછી તેને અસહ્ય દર્દ થતું. જતીન નિસહાય બનીને જોયા કરતો. તેની નજીક બેસે. તેના મસ્તક પર હાથ ફેરવે .સુહાની પોતાની જાતને ખૂબ નસિબદાર માનતી. આવો પ્રેમાળ પતિ પામીને ધન્ય બની ગઈ હતી.

જલ્પા તો જતીનને માત્ર ધંધાના કારણે ઓળખતી હતી. આ સ્વરૂપ જોઈને દંગ થઈ ગઈ. છેલ્લા બે વર્ષથી દર્દ સહન કરી રહેલી સુહાનીના દર્દનો આજે આખરી દિવસ હતો. સવારથી ચેન પડતું ન હતું.

‘જતીન આજે સ્ટોર પર નહી જતો.’. સુહાનીએ આજીજી કરી.

જતીન પિગળી ગયો. સ્ટોર બંધ રાખવાનો ઈરાદો મક્કમ કર્યો. બન્ને દીકરીઓને પણ બોલાવી દીધી હતી. તેમને પાસે બેસાડીને કહે ‘બસ હું ગયો ને આવ્યો. ગઈ કાલનું એક મહત્વનું કામ અધુરું રહી ગયું હતું. એક પાર્સલ કરવાનું હતું. પોસ્ટ ઓફિસ બંધ થઈ ગઈ હોવાથી કરી શક્યો ન હતો. આમ તો સ્ટોર પર આવીને લઈ જતા હોય છે. કાલે વધારે કામ હોવાથી તૈયાર કરી શક્યો ન હતો.'

નીરા અને તારા બન્ને એ કહ્યું, ‘સારું પપ્પા જઈ આવો’.

વિધિની વિચિત્રતા જુઓ એ પાછો આવ્યો ગાડી પાર્ક કરે ત્યાં તો સુહાનીએ પ્રાણ ત્યજ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational