STORYMIRROR

Leena Vachhrajani

Tragedy

3  

Leena Vachhrajani

Tragedy

નિબંધ

નિબંધ

1 min
486


મજૂર વિસ્તારની શાળામાં શિક્ષકે દારુ, જૂગાર, ચોરી જેવી કુટેવ અને એનાથી થતા નુકસાન પર વિસ્તારથી સમજાવીને પછી પંદર વાક્યોમાં નિબંધ લખવાનું કહ્યું.

ચંચી આમ પણ રોજની જેમ મોડી આવવા બદલ શિક્ષકની વઢ ખાઈ ચૂકી હતી એમાં નિબંધનો વિષય સાંભળીને વધુ અણગમો આવ્યો.


વિષય પર વિચારતાં જ નજર સમક્ષ માયકાંગલો - પોટલી પી પી ને માંદલો રહેતો, સતત ખાંસતો ફળિયામાં તૂટેલા ખાટલે પડ્યો રહેતો બાપ દેખાયો.

બે મિનિટ પછી ચંચીએ ધૂંધળી થઈ ગયેલી આંખ ચોળતાં નોટમાં માત્ર એટલું જ લખ્યું,

”મા”.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Tragedy