Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pramod Mevada

Tragedy

3  

Pramod Mevada

Tragedy

એક સબંધ આવો પણ... (ભાગ - 10)

એક સબંધ આવો પણ... (ભાગ - 10)

5 mins
7.3K


ઈશા હજુતો એને અહીં બાકી રહેલા દિવસો મનભરી માણી લે એ પહેલાં જ એક દિવસ એને એક મેઈલ મળ્યો જેમાં તેને જોબ પર હાજર થવાની સૂચના આવી હતી. ઇશાએ રીપ્લાય કરી દીધો કે એ ટૂંક સમયમાં આવશે. ઇશાએ તૈયારી કરી જવાની. ઈશા ઘરે સહુને મળી અને એરપોર્ટ જવા નીકળી મયુર તેને મુકવા સાથે ગયો એરપોર્ટ પર. ઇશાના પાપા થોડાક ચિંતાતુર હતા. કદાચ તેમને અંદેશો આવી ગયો હશે કે તે ઇશાને છેલ્લી વખત જોઈ રહ્યા છે. ઘણી વખત આપણું અજાગ્રત મન આપણને આવનારી આપત્તી કે કોઈ દુઃખદ ઘટનાનો અંદેશો આપી દે છે. વિજ્ઞાન તેને છઠ્ઠી ઇન્દ્રિય કે સિક્સ્થ સેન્સ કહે છે. ઇશાના પાપાને નખમાંય રોગ ન હતો પણ એમનું મન વારે વારે કહી રહ્યું હતું કે બેટા હવે તને ફરી વખત મળી શકાય તો સારું. 

આ તરફ ઈશા પ્લેનમાં બેસી રવાના થઈ અને પેલી તરફ તેના પાપાને હોસ્પિટલ દાખલ કર્યા. તેમને હૃદયનો હળવો એટેક આવ્યો હતો. બે દિવસ હોસ્પિટલ રહેવું પડયુંને વહેલી સવારે ફરી એટેક આવતા તે આ દુનિયા છોડી ગયા. ઇશાને જાણ કરવી કે નહીં તે સહુના મનમાં અવઢવ હતી. હજુ તો ઈશા પહોંચી જ હતી. તેને પણ જાણે કે અનુભવાઈ ગયું હોય તેમ એરપોર્ટ પર ઉતરતા જ તેણે સહુથી પહેલા તેના પાપાને ફોન લગાવ્યો. રિંગ વાગતી રહી પણ કોઈએ ફોન રિસીવ ન કરતા તેને મનમાં ધ્રાસકો પડ્યો. તેણે મયુરને ફોન લગાવ્યો અને મયુરે ફોન ઉઠાવતા જ તેણે મયુરને સીધું જ પૂછ્યું "મયુર મને પાપા સાથે વાત કરાવો પ્લીઝ. પ્લેનમાં બેઠા પછી અચાનક જ એવું લાગ્યું કે પાપા મને પોકારી રહ્યા છે. મારુ મન ગભરાય છે પ્લીઝ મારી વાત કરાવો પાપા સાથે." 

એકપળ તો મયુર કઈ બોલી ન શક્યો પણ વળતી જ પળે સ્વસ્થતા ધારણ કરી હળવેકથી બોલ્યો "ઈશા પાપા હવે નથી રહ્યા. સવારે જ એમને એટેક આવ્યો અને તે..."

ઈશા પોક મૂકી રડી પડી. તે ક્યાં છે તેનું પણ ભાન ન રહ્યું. એરપોર્ટ પર સહુ તેની આજુબાજુ વીંટળાઈ વળ્યાં. સાથે સફર કરનારા એક ઇન્ડિયન કપલે તરત પરિસ્થિતિ પામી જઈ સહુને જાણ કરી અને ઇશાને એક સાઈડ લઈ ગયા. ઇશાનું આક્રંદ પથ્થરને પણ માણસ બનાવી રડવા મજબુર કરી દે તેવું હતું. પેલા દંપતીએ ઇશાને સાંત્વન આપી તેનું દુઃખ હળવું થાય તે માટે બનતા પ્રયત્નો કર્યા. ઈશા લગભગ કલાકેક જેટલું રડી હશે. ઈશ્વર આગળ ક્યાં કોઈનું ચાલ્યું છે કે ઇશાનું આક્રંદ તેને સંભળાય અને તેના પાપાને પાછા મોકલી શકે ! 

ઈશા થોડીક સ્વસ્થ થઈ અને તેણે પેલા દંપતી મિસ્ટર એન્ડ મિસિસ ચૌહાણ નો અભાર માન્યો અને તે પોતાની રૂમ પર આવવા નીકળી. હજુય તેનું મન આ વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર ન હતું કે તેના પાપા આ દુનિયામાં નથી રહ્યા. તેને હજુય ઊંડે ઊંડે એક આશ હતી કે તે ઘરે પહોંચશે ને તેના પાપાનો ફોન આવશે કે બેટા પહોંચી ગઈ તું ? તને કોઈ તકલીફ નથી પડીને !  

ઈશા હજુ તો ટેક્ષીમાંથી નીચે ઉતરે તે પહેલાં જ મીના ત્યાં આવી પહોંચી હતી એટલે તેણે ઇશાનો સામાન લઈ તેની રૂમ પર પહોંચ્યા બન્ને. રૂમમાં જઈ ફરી ઈશા રડવા લાગી. મીના એને પીઠ પર હાથ પસવારી તેને સાંત્વના આપવા લાગી. એનું પણ મન ભરાઈ આવ્યું હતું. મોડી રાત્રે મીના ઈશા માટે જમવાનું લઈ આવી. ઇશાને ઘણું સમજાવી મનાવી તેને જમવા માટે આગ્રહ કર્યો. ઇશાના મોમાં પરાણે એક કોળિયો ખવડાવ્યો ત્યાં ઈશા ફરી હિબકે ચડી ગઈ. તે રડતા રડતા માંડ એટલું જ બોલી શકી. "મીના મારા પાપા મને આમજ ખવડાવતા." 

મીના પણ શું કરવું, કેવી રીતે ઇશાને આશ્વસ્ત કરવી એ ન સમજાતા બસ ચૂપચાપ એને વળગી ને બેસી રહી. આખી રાત એમજ બન્ને એ જાગીને વિતાવી. વહેલી સવારે ઇશાની આંખ થાક,ઉજાગરા ને રુદનના ભારથી મીંચાઇ અને ઈશા ઊંઘમાં સરી પડી. મીના પણ ઇશાની આંખ મળી છે એવું લાગતા એને સુવડાવી બાથરૂમમાં ફ્રેશ થવા ગઈ. 

ઈશા લગભગ ચારેક કલાક સુતી હશે પણ અચાનક કૈક ડરામણા સ્વપ્ન જેવું લાગતું તે ચીસ પાડી બેઠી થઈ ગઈ. તેણે જોયું તો મીના પણ તેની બાજુમાં જ બેઠી હતી. મીનાએ પૂછ્યું "શુ થયું ઈશા ? કેમ ચીસ પાડી ? કોઈ ખરાબ સ્વપ્ન જોયું ?" 

ઈશાએ ઇશારાથી હા કહી અને તે ઉભી થઇ ફ્રેશ થવા જતી રહી. ગઈકાલ કરતા આજ થોડુંક સારું હતું એટલે બન્ને બહાર જમવા ગયા. જમીને પાછા આવતી વખતે મીનાએ નોંધ્યું કે ઈશા ગુમસુમ છે. હજુ એને કળ વળી નથી. આખરે તેના પાપા ગુમાવ્યાનું દુઃખ છે એટલે સમય વીતતા જ હળવું થશે. હમણાં તો એને સહારાની જરૂર છે.  

રાત્રે ઇશાના મનમાં કૈક વિચાર આવતા તેણે લેપટોપ ચાલુ કરી મેસેન્જર ઓપન કર્યું. ખબર નહિ કેમ પણ પ્રતિકનો મેસેજ આવેલો જોતા જ તે વાંચવા લાગી. મેસેજમાં પ્રતિકે લખ્યું હતું 'કેવું લાગ્યું ? રિવરફ્રન્ટ ગયા કે નહીં?'  ઇશાએ રીપ્લાય આપ્યો 'ઈમરજન્સી આવતા રજા કેન્સલ કરી એને ફરી જોબ પર આવવું પડ્યું. નેક્સ્ટ ટાઈમ ઇન્ડિયા આવીશ એટલે ચોક્ક્સ જઈશ.' 

પ્રતિકનો રીપ્લાય આવ્યો 'ઓહ ઓકે કોઈ વાંધો નહિ. નેક્સ્ટ ટાઈમ આવો એટલે કહેજો હું પણ આવીશ તમારી સાથે.'

ઇશાના ચહેરા પર એક સેકન્ડ માટે સ્મિત ઝબકી ગયું. એ વિચારી રહી. કેવી વિચિત્ર દુનિયા છે આ. જાણીતા અહીં સાથ છોડી જાય છે ને અજાણ્યા અહીં સાથ નિભાવી જાય છે. 

ઇશાએ એને રીપ્લાય આપ્યો 'ગુડ નાઈટ' 

પ્રતિકનો પણ રીપ્લાય આવ્યો 'ગુડ નાઈટ ટેક કેર' 

 ઈશા વિચારી રહી આણે કેમ ટેક કેર કહ્યું ! શુ આને મારા મૂડનો અંદાજો આવી ગયો કે શું ? જે હોય તે માણસ સરળ લાગે છે એટલે વાંધો નહિ. પછી ઇશાએ લેપટોપ બન્ધ કર્યું અને સુવાનો પ્રયત્ન કરવા લાગી. 

વહેલી સવારે પક્ષીઓના કલરવથી તેની આંખ ખુલી ગઈ. ઇશાએ જોયું તો મીના હજુ ઊંઘતી હતી. તેની ઊંઘમાં ખલેલ ન પહોંચે એ રીતે તે હળવા પગલે રૂમની બહાર નીકળી અને રસ્તા પર ટહેલવા નીકળી પડી. વહેલી સવાર... સુમસામ રસ્તો... હજુતો આખું શહેર ઊંઘમાં હતું અને સાથે હતી તો બસ નિરવતા. ઇશાને ગમતું વાતાવરણ હતું. ઈશા લગભગ તેના ઘરથી ખાસ્સા પાંચેક કિલોમીટર ચાલી હશે. અચાનક એક વળાંક પર તે પહોંચી અને તેનું ધ્યાન ગયું . સામા રસ્તાના છેવાડે એક...(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Tragedy