STORYMIRROR

PRAVIN MAKWANA

Abstract

1  

PRAVIN MAKWANA

Abstract

રાવણની આકાશવાણી

રાવણની આકાશવાણી

1 min
68

અરે મારા દસ માથા બાળવાની જગ્યાએ તમે તમારા એક માથાને સાચવો. ખોટું પ્રદૂષણ ફેલાવી તમે ખુદ તમારા એક માથાને હાનિ પહોંચાડો છો જરા છૂટ શું મળે તમે લોકો તો છકી જાવ છો મને બાળવાથી શું તમારો અહમ બળી જશે ? પહેલા તમારા અહમને બાળો જેને વર્ષોથી તમે તમારા અંદર પાળો છો ..! પહેલા એને બાળો મને બાળવો જ હોય તો ભલે બાળો પણ વ્યર્થ વાતો પર ચર્ચા કરવાનું ટાળો તમારા દોષ બીજા પર ના ઢોળો ગુસ્સો કરી વારંવાર ન કાઢ્યા કરો ડોળો પહેલા વ્યસન છોડો ! શરીરને હાનિકારક 120 નંબરનો માવો હાથમાં ના ચોળો હેલ્મેટ પહેરો અને મગજમાં સારા વિચારો આવે એ માટે વર્ષના મારા માથાની સંખ્યા જેટલા દસ પુસ્તકો વાંચો, ફાંકા ઓછા મારો, ફાફડા ખાવ અને જ્ઞાનસમૃદ્ધિની જલેબીને પ્રગતિની ચાસણીમાં બોળો !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Abstract