STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy Others

3  

Kaushik Dave

Drama Fantasy Others

આજનો રાજા રૂપિયા પૈસા

આજનો રાજા રૂપિયા પૈસા

1 min
159

'આજકાલ રૂપિયા પૈસાનું મહત્વ વધી ગયું છે. હવે તો ઈમાનદારી નેવે મૂકી દીધી છે. 'મિતેષ બોલ્યો.

' હા ભાઈ, જુઓને રૂપિયા પૈસા માટે લોકો કેવા કેવા ક્રાઈમ કરે છે. ' મિત્ર હિતેશ બોલ્યો.

મિતેષ:-' હા. . આ દુનિયામાં જીવવા માટે રૂપિયા પૈસાની જરૂરિયાત તો છે. પણ એના માટે કોઈને વિશ્વાસ તોડાય નહીં. કે દગો કરાય નહીં. '

હિતેશ:-' હા. . સાચી વાત છે. મેં મારા એક મિત્રને તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ એટલે રૂપિયા દસ હજાર આપ્યા હતા. એની સ્થિતિ જોઈને મેં એક વર્ષ સુધી માંગ્યા નહોતા. પણ પછી મારે મેડિકલ ટ્રીટમેન્ટ માટે રૂપિયાની જરૂર પડી એટલે માંગ્યા તો એ તો ફરી જ ગયો. કહે કે એણે રૂપિયા લીધા જ નથી. સાબિતી હોય તો આપ. લખાણમાં છે ? મેં તો મિત્ર સમજીને ભરોસો રાખીને રૂપિયા આપ્યા હતા. પણ એણે આજ સુધી આપ્યા નથી. '

મિતેષ:-' સમય બદલાયો માણસ બદલાયો. હવે કોનો વિશ્વાસ કરવો એ ખબર પડતી નથી. રૂપિયા પૈસા તો સંબંધો તોડાવે છે. ભાઈ ભાઈ વચ્ચેના સંબંધોમાં કટુતા લાવે છે. એટલે રૂપિયા વિશ્વાસ પર આપી શકાય પણ લખાણ કરીને જ આપવા. રૂપિયા પૈસા આ જમાનામાં રાજા કહેવાય છે.'


Rate this content
Log in

Similar gujarati story from Drama