Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Doli Modi

Fantasy Others

4  

Doli Modi

Fantasy Others

નશો

નશો

4 mins
160


દિયા, દેવાંશ અને થોડા મિત્રોએ મળીને દીવ ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો. તેઓ શનિવાર બપોરે નીકળ્યાં અને રાત્રે લગભગ આઠ વાગ્યાની આસપાસ પહોચ્યાં. એક સારી હોટલમાં રૂમ બુક કરાવ્યો, ત્યાં સામાન મુક્યો અને પછી તેઓ જમવા ગયા. રાત્રે બધાં સાથે હોટલના બગીચામાં બેઠાં હતા અને ખૂબ મસ્તી કરતા હતા. પણ દીયાનું મન તો એક અલગ જ દિશામાં વિચારતું હતું. એ તો ક્યારે સવાર પડે અને સાંજ પડે એની રાહ જોતી હતી. આ વ્યાકુળ બનેલુ મન દરિયા કિનારાની સાંજ માણવાની વાટ જોતું હતું. એને દરિયાકિનારાના અદભુત નજારાને પોતાના મનમાં સમાવી લેવો હતો.

બીજા દિવસે સવારે બધાંએ દિવનો કિલ્લો જોવા જવા માટેનો પ્રોગ્રામ બનાવ્યો. એ એકદમ પ્રાચીન અને મોટા કિલ્લાનો ઉપયોગ એક સમયે ખૂંખાર કેદીઓને રાખવા માટે થતો હતો. અત્યારે એની હાલત સાવ ખંડેર જેવી છે છતાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. દિયા અને દેવાંશના ગ્રુપને આ કિલ્લો જોવામાં ત્રણ-ચાર કલાક નીકળી ગયા. ફરીને પાછા આવ્યા ત્યારે બપોર થઈ ગઇ હતી. જમવાનો સમય સાચવીને સવારના થાકેલા એ લોકો આરામ કરવા માટે હોટેલમાં ગયા.

સાંજ પડી એટલે સૌથી પહેલા દિયા ઉતાવળ કરવા લાગી. એને સોહામણી સાંજના દરિયાકિનારાને નિહાળવાની ઉત્સુકતા વધતી જતી હતી. એવું નહોતું કે એ પહેલીવાર આવું દ્રશ્ય જોવાની હતી. એણે ભારતના ઘણા બધા દરિયાકિનારા જોયા હતા પણ એને દરિયાકિનારાની સાંજ માણવાનું ખૂબ જ પ્રિય હતું.

સાંજના પાંચેક વાગ્યા હશે. દિયા, દેવાંશ અને બધા મિત્રો સમુંદર કિનારે પહોંચી ગયા હતા. નાગવાબીચ થોડી વાર બેઠા પણ ત્યા ભીડ થવા લાગી એટલે દિયાએ કહયું "અહીં બહુ ભીડ છે થોડે દુર જઈને બેસીએ." દીયાની વાત સાંભળી બધાં ઉભા થયા અને થોડે આગળ ગયા. આગળ જતાં ઓછી ભીડ-ભાડવાળી જગ્યા મળતા ત્યાં બેસી ગયા. વાતો અને મસ્તીનો દોર ચાલુ જ હતો. ધીમે ધીમે સૂરજનો તાપ ઓછો થવા લાગ્યો હતો.

જેમ સુરજ ઢળવા લાગ્યો તેમ વાતાવરણ અતિ સુંદર અને આલહાદક બનતું જતું હતું. સૂરજનો રંગ એકદમ સિંદૂરી થઈ ગયો હતો અને એના સોનેરી કીરણો દરિયાના સ્થીર પણી પર જાણે સોનાનું વરખ હોય એવો અનુભવ કરાવતા હતા. ધીમે ધીમે પ્રવાસીઓની ચહલપહલ ઓછી થવા લાગી હતી. એટલો સુંદર અને આહલાદક નજારો હતો કે એમ થાય કે સમય બસ અહીં જ સ્થીર થઈ જાય અને આ દ્રશ્યને પલક ઝપકાવ્યા વગર જોયા જ કરીએ. સમય ક્યાં કોઈનું માને છે ? એ ક્યારેય નથી રોકાતો.

દિયા તો એ સમયમા ખોવાઈ ગઈ હતી. એને તો જાણે એ એકલી જ હોય એવું લાગતું હતું. દેવાંશ અને બીજા બધા ફ્રેન્ડસ એની મસ્તીની ધૂનમા હતા. ત્યાં રાજ બોલ્યો "અરે સામે જો કશું પડ્યું છે. લગભગ કોઈના સમાન જેવું છે." પણ ચોખ્ખું દેખાતું નહોતું કે હકકિતમાં છે શું ? હજુ યો બધા દોસ્તો એ વસ્તુને જોવાની અને ઓળખવાની કોશિશ કરતા હતા. ત્યાં સામેથી ત્રણ ચાર યંગ દેખાતા છોકરા આવ્યા. બધાં જ ડ્રીંક કરેલી હાલતમાં હતા. એ લોકો કોઈને શોધતાં હોય એવું લાગી રહ્યું હતું. એમાનો એક બોલ્યો "ઓ....ય... પીયકકડ કયા છો ?.... ઘરે જવાનું છે... ચાલ હવે" ત્યાં બીજો બુમ મારતો બોલ્યો "હું કહેતો હતો કે પીવામાં લિમિટ રાખો પણ મારું કોણ માને !" એના અવાજમા ગુસ્સો અને નશો બન્ને દેખાતું હતું. ત્યા તો પાછો એક બોલ્યો "ગોતો એને હવે નહી તો એના ઘરે શુ જવાબ દેશુ ,એક તો ખોટું બોલીને આવ્યા છીએ." આવું બોલતા બોલતા બધા દોસ્તો એ કોઈ ખોવાયેલા મિત્રને શોધતા હોય એવું લાગી રહ્યું હતું.

બીજી બાજુ દિયાની નજર એ આછી આછી દેખાતી વસ્તુ પર ગઈ. દરિયાનું એક મોટું મોજું આવ્યું અને એના પર આવી ગયેલી ધૂળને સાથે લઈ ગયું. હવે એ દ્રશ્ય ચોખ્ખું દેખાતુ હતું. આ જોતા જ દિયાથી મોટી રાડ નીકળી ગઈ. "દેવાંશ... ત્યા લાશ છે કોઈની." બધાં ગભરાઈ ગયા અને નજીક જઈને જોયું તો કોઈ માણસ રેતીમા અડધો દબાયેલો હતો. મોજું આવતા રેતી નીકળી ગઈ. દેવાંશે એને સીધો કરી નાક પર આંગળી રાખી જોયું તો જીવીત હતો.

પેલા છોકરા બુમો પાડતા પાડતા નજીક આવ્યા અને એમને આ માણસને જોયો તો એમાંથી એક વ્યક્તિ બોલ્યો "અરેરે ઓય આ રહ્યો પીયકકડ." ત્યાં તો બીજો બોલ્યો "એ જીવે છે કે મારી ગયો ?" પછી તો એ બધા એ માણસને ગડદા અને પાટું મારવા લાગ્યા અને બુમો પાડવા લાગ્યા "અલ્યા ઉભો થા ઘરે જવાનુ છે." પણ પેલો માણસ તો એટલો નાશામા ધુત હતો કે એને લોકોના આટલા મારની કોઈ અસર થતી નહોતી.

આ બધું જોઈને દિયા તો સાવ સૂનન જ થઈ ગઈ. થોડીવાર થઇ ત્યાં એ લોકોનો ડ્રાઈવર આવ્યો અને એક એકને પકડીને ગાડીમા બેસાડયા અને ગાળોના બબડાટ કરતો કરતો બધાને લઈને ત્યાંથી નીકળી ગયો.

વાતાવરણને બદલાવવા માટે દેવાંશ બોલ્યો "ચલો આપણો પણ નીળવાનો ટાઈમ થઈ ગયો છે." પછી બધાં થોડા ટેન્શન અને થોડી ઉદાસી સાથે ત્યાથી નીકળી ગયા. પણ દિયાના મનમાં એ સાંજને લઈને જે ઉત્સાહ અને ખુશી હતાં એ જાણે સુરજની સાથે ડુબી ગયા. એનું મન એક નવાં ચકરાવે ચડી ગયુ. "માણસો આટલું બધું ડ્રીંક શું કામ કરતાં હશે ? પોતાના ઘર પરીવારનો વિચાર નહી કરતાં હોય ? આટલું જુઠું બોલવું, આટલી ગાળો સાંભળવી એ લોકોને ખરાબ નહી લાગતું હોય ? પોતાની નજરમા નીચા થઈ જાય એવી ખુશી કે મોજ શું કામની ? પણ એ બધુ આ આજ કાલ ની યંગ જનરેશને કોણ સમજાવે ? ભગવાને અખુટ કુદરતી સૌંદર્ય સંપત્તિ આપી છે એનું મોલ આ જનરેશન કેમ નહીં સમજતી હોય ?


Rate this content
Log in

Similar gujarati story from Fantasy