Dolly Modi

Tragedy Inspirational Others

3  

Dolly Modi

Tragedy Inspirational Others

પસ્તાવો

પસ્તાવો

4 mins
75


દરવાજા પર બેલ વાગ્યો, એ સાંભળીને નીશા રસોડામાં કામ કરતી'તી એ મૂકી દરવાજો ખોલ્યો. સામે રીટાને જોઈ ખુશ થઈ ગઈ.

 આવ આવ ! ઘણા દિવસે બેસ આવું ગેસ બંધ કરીને "

એમ કહી નીશા રસોડા તરફ ગઈ, ગેસ બંધ કર્યોંને એક ટ્રેમાં પાણીનો ગ્લાસ ભરીને લાવી રીટા તરફ પણી ધરતા બોલી, કેમ છે? બધાં મજામાં? બાળકો શું કરે,,?

રીટાએ નીશાની બધાં સવાલના જવાબ આપતાં કહ્યું બધું બરાબર છે. આતો આજ થોડી ફ્રી હતી તો થયું મળીઆવું એટલે આવી ગઈ." સારું થયું આવી મને પણ ગમ્યું

"નીશા બોલી., કે' બીજા શું નવીન છે...?

રીટાએ વાતની શરૂઆત કરતાં કહ્યું "તને જયુ બાબતે વાત કરવી તી '

હા બોલ શું થયું એને ? મારે તો ઘણા વરસથી એનો કોઈ કોન્ટેકટ નથી.

તારે વાત થાય છે એની સાથે ? નીશાએ પુછયું.

રીટા કહ્યું હા 'હું મહીને બે મહીને ફોન કરું,..

"નીશા બોલી એ મજામા તો છે ને? હા ઈ' તો કે 'છે પણ મને નથી લાગતું કે એ ઠીક હોય રીટાએ જવાબ આપતાં કહ્યું.

કેમ તને એવું લાગ્યું એણે કઈ કહ્યું તને? નીશાએ ફરી સવાલ કર્યો.

એ નથી બોલતી પરંતુ એના અવાજમાં મને દર્દ મહેસૂસ થાય છે, રીટાએ જરા ઉદાસ અવાજ સાથે કહ્યું.

"એતો ખુશ હોવી જોઈએ જે ઈચ્છતી હતીએ એણે કર્યું. અને બધું સારું પણ છે, ઘર સારું છે, બે છોકરા ભગવાને સરસ આપ્યા છે, પતિ પણ સરસ છે, પ્રેમાળ છે, સારું કમાય છે. અને મહત્વની વાતતોએ- કે બધું જ પોતે જે ઈચ્છતી'તી એનાં મુજબ છે. બાકી નાનાં મોટાં પ્રોબ્લમસ તો ચાલ્યાં કરે " નીશાએ કોફી બનાવતા વાત આગળ વધારતાં કહ્યું,

હા પરંતુ મને કઈ બરાબર નથી લાગતું એ કોઈ મુશ્કેલી અથવાં મુંઝવણંમા છે,રીટા નીશાની પાછળ રસોડામાં આવતાં બોલી.

ઓકે " 'તને એવું લાગતું હોય તો આપણે એક વાર મળી આવીયે એના ઘરે જઈને નીશા કપમાં કોફી કાઢતાં બોલી. 

" ના યાર "એના ઘરે તો'ઈ કાંઈજ નહી બોલે !! રીટા નિસાસો નાખ્યો આગળ બોલીએ ફોનમાં પણ કઈં નથી બોલતી. અને બહાર આવી ના શકે શું કરવું નથી સમજાતું..... મને એની બહુ ચિંતા થાય છે.

એક વાત પૂછું નીશાએ એમ કહી સવાલ કર્યોંએ એના મમ્મીને ત્યાં જવાં લાગીએ લોકો એને બોલાવે છે ?

હા'જાય પરંતુ અંદર ઘરમાં નહી બહારથી જ મળીને આવી જાય.

એના પપ્પા બધીં બહેનો ભાઈ  બધાં મજામાં ? કઈં જાણવાંની કોશીશ કરતી હોય એમ નીશાએ પુછયું.

બીચારાં એના મમ્મી મજામાંજ હોયને શું કરે ઈ"રીટા નિરાશ થઈ આગળ બોલી જયુની જીદેએ લોકોના ફેમીલીને બરબાદ કરી નાખ્યું."વાત આગળ વધારતાં બોલી રીટા એક હર્યું ભર્યું ધર્મનિષ્ઠ ઘરમાં જયારે જયુએ પોતાનો નિર્ણય સંભળાવ્યો ..."હું લગ્ન તો એની સાથે જ કરીશ "... અને અઠવાડિયામાં એક વિધર્મી સાથે ભાગી જઈ લગ્ન કરી લીધા. એ આઘાત એનાં પપ્પા સહનના કરી શકયાને એમને હાર્ટ એટેક આવ્યોને એમણે દેહ છોડી દીધો.બે બહેનો ના લગ્ન સમાજમાં બદનામી કારણે બહું મોટીં ઉંમરે થયાંએ પણ પરાણે સાવ ઠીક કહેવાય એવા ફીમીલી અને પાત્રો સાથે. નાની બેહેને આ બધું જોઈ લગ્ન નહીં કરી ધર્મમાં ઉતરી ગઈ. ભાઈનાં માથે અચાનક બધી જવબદારી આવતા ઈ' ડિપ્રેશનમાં આવી ગયો હતો, નોકરી છુટી ગઈ. આખું સંસ્કારી ને ધર્મનિષ્ઠ પરીવાર બરબાદ થઈ ગયો.

આરે બાપરે....!!!!!!.....શું વાત કરે છે.!!!! મને આ બધીં કઈ ખબરજ નથી. નીશાઆ વાત સાંભળી એકદમ આઘાતમાં બોલી. આપડે ક્યારેય એ બાબત વાતજ નથી થઈ.

એક વાત સાચું કહું રીટા....' હવે મને સમજાય છે જયુ એનું દર્દ તુ'કે છે એ વાત સાચી છે."એણેજે નિર્ણય કર્યો "હું લગ્નતો એની સાથે જ કરીશ " એનો નિર્ણય એના ફેમીલીની બરબાદીનું કારણ બન્યુ. એણે એનો સંસાર ખૂશીથી વસાવી લીધો એના ભાઈ બહેનોના સંસાર ઉજાડી નાખ્યાં.

જયાં સુધી પોતાની ખુશીને પ્રેમના નશામાં હતી પોતે ખુશ રહી.

પરંતુ હવે ઉંમર જતાં પોતાની ભૂલ સમજાય- કે એને એની ખુશી માટે કેટલી જિંદગી ની બલી ચડાવી. એક વિધર્મી સાથે લગ્ન, નામ બદલ્યુ જયુ માથી ઝરીન થઈ, ધર્મ બલ્યો.

એક વાર પણ માં-બાપની ઈજજતનો, પોતાના ધર્મનો વિચાર નહી કર્યો. હવેએ ખુશ છે. હર્યું ભર્યું ફેમીલી છે. પૈસો સંપત્તિ બધુંજ છે. પરતું એનુ દિલ અંદરથી કોહવાય છે.-કે એના એક નિર્ણયના કારણે કેટલાં જીવન ખીલતાં પહેલા જ મુરજાય ગયાં'...એ દર્દ હવે કોઈને કહીં નથીં શકતીં.

એટલે એ મુંઝાય છે. પણ હવે એ બંધી વાતનો અફસોસ કરવાનો કોઈ અર્થ નથી. જે થવાનું હતું તે થઈ ગયું.

હા તારી વાત સાચીં છે, રીટા એકદમ ઉદાસ અવાજે બોલી. શાયદ એને એજ દુઃખ હવે અંદરથી કોરે' છે.

એ કોઈને કહીં નથી શકતીં. અને ખુશ રેહવાંનું નાટક કર્યાં કરે છે. સારું ચાલ હવે હું નીકળું વાતો વાતોમાં બહું મોડું થઇ ગયું,....કહી રીટા ઘરે જવાં નીકળી ગઈ.

એક વિચાર્યાં વગરનો નિર્ણય. ઉતાવળે ભરેલું પગલું.

"લગ્ન તો તારી સાથે જ કરીશ "આપેલું વચન કેટકેટલીય

જિંદગીને ભારે પડયું. કેટલા લોકોએ એની કિંમત ચૂકવવી પડી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy