Doli Modi

Inspirational

4  

Doli Modi

Inspirational

માનસિકતા

માનસિકતા

4 mins
252


રીયા એનુ વાંચન પુરું કરી નીચે એવી."મમ્મી આજ મજા નથી કળતર લાગે છે, આંખો બળે છે. અને શરીર પણબહું ટુટે છે..."એ થોડા સુસ્ત અવાજે બોલી મને જમવું નથી,

રીયાની મમ્મી કાજલ રીયાના કપાળ પર હાથ મુકી તપસ્યું, તો કપાળ થોડું ગરમ હતું,એટલે એને ચીંતા વધી કારણકે હમણાબધે કોરોનાનો ઈન્ફેકશનનો ડર એટલો ફેલાયેલો હતો કે વાત નહીં પુછો. પરંતુ એણે એ ચીંતાના ભાવ રીયા સામે પ્રગટ ન થવા દીધા, નહીં તો રીયા પણ વધારે ટેન્શનમાં આવી જાય,એ સમયે કાજલે એટલુંજ કહયું,"ઠીક છે બેટા એવું કોઈવાર ઉજાગરા એને થાકના કારણે થાય એમા ચીંતા શું કરવાની ?"એક પારાસીટોમલ લઈ થોડું જે ભાવે ખાઈને આરામ કર, બધુ ઠીક થઈ જશે. 

રીયાને તો સમજાવી લીધી એ નાની હતી, કોરોનાની સીરીઅસનેસને સમજતી ન હતી,પણ પોતાનું મન અંદરથી બહું ડરી ગયું. રીયા દવા લઈ સુઈ ગઈ. પણ કાજલને જમવાનું પણ ગળે નીચે ન ઉતર્યુ,સમીર બપોરે જમવા આવ્યો,

"રીયાએ જમી લીધું...?"સમીરે પુછયુ,સાથે એને કાજલ બહું ટેન્શનમાં દેખાઈ એટલે એણે તરતજ એક જવાબ મળતા પેહાલાજ બીજો સવાલ કાજલને કર્યો."શું થયું...?

કેમ બહું ટેન્શનમાં દેખાઈ છે...?"

કાજલે જવાબ આપતા કહયુ,"રીયાને તાવ આવશે કળતર ભારાય ગયું છે. મને એની બહું ચીંતા થાય છે,કહી કોરોના થઈ ગયો હશેતો...?" "પાગલ છો ગમેતે બોલે છે,એવું કાઈના હોય, સામાન્ય કળતર થઈ ગયું હશે થાક અને ઉજાગરાનું..."સમીરે એના પૌરુષીક સાહસિક સ્વભાવથી 

કહ્યુ,પણ શાયદ મનના કોઈ ખુણે એને પણ દિકરીની ચીંતા થવા લાગી હતી, એટલે ઓફિસ જતી વેળાએ કાજલને કેહતો ગયો."ચાર પાંચ વગયા આસપાસ જોજે વધારે તબિયત ખારાબ લાગે તો મને ફોન કરજે આપણે કોઈ પ્રાઈવેટ હોસ્પીટલમાં બતાવીદેશુ..."

કાજલ તો ખાધાપીધા વગર બાવરીની જેમ આમ તેમ આંટા માર્યા કરે. થોડી થોડી વાર રીયાને માથે હાથ રાખી તપાસ્યા કરે,એકજ ડર મનમાં ઘર કરી ગયો છે. કોરોના આવશે તો....?"હે..!!ભગવાન મારી છોકરીને સાજી કરીદયો જલ્દી એને કાંઈ ન થાય."એ તો મનમાં ભગવાનને 

પ્રાર્થના કરતી જાયને આમતેમ ઘુમરી લેતી જાય....

એક તો ઉંમર નાની એને જાતે કઈ સંભાળ રાખતા નહીં આવડેને વળી  અટલી નાની છોકરીને હોસ્પીટલમાં એકલી પંદર દિવસ કેમ મુકીશ હું...? એમા આજે જ છાપાંમાં વાચ્યું આઈસોલેશન વોર્ડમા એક છોકરી સાથે ખરાબ હરકત સાથે અડપલાં કરવાંમાં આવ્યા,આવા વિચારમાંને વિચારમાં પાંચ વગીગ્યા,જોયું તો રીયા જાગીને બેઠી હતી. કાજલે એને ગરમ પાણી પાયું, મસાલાવાળી ગરમ ચા કરી પીવરાવી પણ હજુ રાહત ન હતી,અને વધ્યો પણ ન હતો તાવ. પણ કાજલના મનને શાંતિ ન હતી,એના મનમાં કોરોનાનો ડર ઘર કરી ગયો હતો.

સમીરના ફોનમાં રીંગ વાગી "સમીર હજું રીયાને બરાબર નથી લાગતું શું કરશું..?કાજલે ડર અને ચીંતા ભર્યા આવાજે કહ્યું, સમીરે શાંતી રાખવા સમજાવી અને કહ્યુ ઉતાવળ નહીં કર, આપણે એક દિવસ જોઈએ, કાલ બતાવી દેશુ, કાજલ ડરતાં ડરતાં માની ગઈ,આમને આમ રાત થઈ ગઈ, રીયા પણ દવા લઈને સુતી હતી હજું, સમીર ઓફિસથી આવી ફ્રેશ થઈ જમ્યો, રીયાને જોઈ એ સુતી હતી, થોડી વાર ટીવી જોયુંને પછી સુવા ગયાં એના રુમમાં,પણ કાજલને નીંદ નહીં આવી, એનો જીવ રીયા પાસે હતો, એ ઊભી થઈ રીયાના રુમમાં આવી...એના પલંગમાં એની બાજુંમા બેઠી રીયાના માથે હાથ ફેરવા આંખ બંધ કરી બેઠી."હે..!ભગવાન રીયાને કઈ ન થાય ઈ જલ્દી સાજી થઈ જાય.."મનમાં પ્રાર્થના કરવાં લાગી. 

રીયાની રુમમાં બીજો પલંગ હતો,કાજલે જોયું ત્યા એના 

પપ્પા એટલે કાજલના પપ્પા રમેશભાઈ સુતા હતા,એ ઠંડીથી થરથરતા હતા,કાજલે ઉભા થઈ રમેશભાઇને ધાબળો ઓઢાડયોને કપાળે હાથ લગાવી જોયો તો આ..શુ...? એમને પણ તાવથી ધગે અને સ્વાસ લેવામા તકલીફ પડે, એણે સમીરને જગાડયા,સમીર..!સમીર...!

જલ્દી આવો....પપ્પાને કઈક થાય છે. સમીરે આવીને જોયુ હવે એને પણ પાકકુ થવા લાગ્યુ કે આ કરોનાનો જ ભરડો છે, જે હવે આપણા ઘરને ઝપેટમાં લીધો છે. 

સમીરને થયુ હવે સવાર થવાની વાટ ન જોવાય, એણે ગવર્મેન્ટ હોસ્પિટલમાં ફોન કર્યો. તાત્કાલીક 4/5ડોક્ટર્સ ત્યાથી એમ્બ્યુલન્સ લઈ રવાના થયા.

અહીં કાજલ રીયા અને પપ્પા બન્ને વચ્ચે બેઠી...કોનું ધ્યાન રાખું એ કરતાં કેમ થાશે..?શુ થાશે...?વીચાર સાથે આંખ ભરાઈ આવી,અને ફરી જોયું રીયા શાંતીથી સુતીતી પણ પપ્પાનો સ્વાસ વધારેને વધારે ચડતો હતો. એમનો ચેહરો પીળો પડતો જતો હતો, ધીરે ધીરે શરીર એક હાડપીંજરમાં બદલાતુ જતું હતું. કાજલને કઈ સમજાતું ન હોતું આ શું થઈ રહયુ હતુ. લગભગ એક કલાકે એમબયુલંસ આવી, ડોક્ટર્સ અંદર આવીયા એ લોકોએ પીઈ સુટ અને મોઢે માસ્ક પહેરેલા હતા, એ લોકો ડોક્ટર્સ કરતાં સ્પેશમા કામ કરતા હોય એવા દેખાતા હતા, એમણે કાજલ અને સમીરને બાહાર મોકલ્યા રુમમાં રીયાસુતી હતી હજું, ડોક્ટર્સે રમેશભાઇને લગભગ પંદર વીસ મિનીટ તપાસ્યા.....

થોડી વાર પછી એક ડોક્ટર બહાર અવીયા એને સમીરને

કેહયુ સોરી, "યોર ફાધર ઈઝ નો મોર " રમેશભાઈ દેહ છોડી દીધો હતો, એ હવે આ ફાની દુનિયા છોડી ગયા છે,

કાજલ પર તો જાણે આભ ફાટયું. મોટે મોટેથી રડવા લાગી,

અચાનક એને રીયા પણ અંદર છે એ યાદ આવ્યુ,રીયા...!

રીયા.. !કરી રડવા લાગી. પરતું હજું ડોક્ટર્સ અંદરજ હતા, રુમ બંધ હતો, અર્ધી કલાક પછી રુમનો દવાજો ખુલ્યો, રમેશભાઇને એક પ્લાસ્ટીકમાં વીંટાળી ચાર ડોક્ટર્સ મળી બીજા મોટા પ્લાસ્ટીકમા જોળી કરી લઈ જાવા લાગ્યા,

કાજલ ખુબજ રડતી હતી, ડોક્ટર્સએ કહ્યુ એમનો જીવ કોરોનાના લીધે ગયો છે એટલે,એટલે અમે આમજ લઈ જઈ એમનો અંતીમ સંસ્કાર ઈલેક્ટ્રીક મશીનમાં કરીદેશુ,

અને તમારે લોકોએ પંદર દિવસ કવોરોન્ટાઈન રહેવાનું છે,

આ સંભળતા કાજલ તો જાણે બેભાન થવાં લાગી. પપ્પા..!પપ્પા...!!મને પપ્પાનુ મોઢું બતાવો એક વાર પ્લીઝ એક વાર, આમ નહીં લઈ જાવ મારા પપ્પાને .... ખૂબ રડી વીનનંતી કરી પણ એના પપ્પાનુ મોઢું જોવા ન મળ્યુ,અને એમબયુલંસ ઉપડી ગઈ,એ ડૂસકાં ભરતી ભરતી અચાનક એને પાછી રીયા યાદ આવી, રીયા...!.રીયા....!બુમો મારવાં લાગી, ત્યા જ સમીર બાજુમાં આવી કજલને ખભે હાથ મૂકીને બોલ્યો "કાજલ ..!

શું થયુ..?કેમ રડે છે...?રીયા ઓકે છે જો તાવ પણ નથી એને.."

કાજલ એકદમ ભાનમાં આવી ગઈ,એને આખા શરીરે પરસેવાથી રેબઝેબ થઈ ગઈ હતી. સમીર સામું જોઈ એટલું બોલી "કઈ નહીં, ખરાબ સપનું આવ્યું હતું, "

સવાર થઈ ગઈ હતી અને રીયા પન એકદમ ઓકે હતી, કાજલ એના પપ્પા ફોટાને દીવો કરી પગે લાગી પપ્પા આજ મારી દિકરી પર આવેલી મુસીબતમાં તમે લઈ લીધી,

આજ રમેશભાઈની દસમી પુણ્યતિથિ એ કાજલ,રીયા,અને સમીરે મળી અને શ્રધ્ધાંજલી અર્પણ કરી. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational