Doli Modi

Others

3  

Doli Modi

Others

સમાચાર

સમાચાર

2 mins
287


 ટ્રીન ....ટ્રીન..... ફોન ની રીંગ વાગી. લીનાએ ફોન ઉપાડ્યો,

લીના : હલો...( સામેથી લીનાની સહેલી હસુનો સ્માઈલ આપતો અવાજ આવ્યો..)

હસુ ; "હલો..! લીના કેમ છો મજામાં ? .."

લીના ; "હા, તુ કેમ છે ... ?"

હસુ ; " હા , હું પણ મજામાં... શું સમાચાર છે..? બીજા    

        બધાં ઘરના સારા છે ને ? "

લીના ; "હા હો બધાં મજામાં તું કહે ત્યાં કેવું છે ?"

હસુ ; " બેન અહીંની તો વાત જ નહીં પૂછ અહીં તો એટલું કરોના મહામારી વધી ગઈ છે, હવે તો શાકને દૂધ લેવા જતાં પણ ડર લાગે છે,"

લીના ; "હા..!જોને બેન રોજ છાપામાં નવા કેટલા કેસ આવ્યા નું

      આવે છે, કેટલાય મરે છે, કેટલાય કોરનટાઈન થાય

      છે, હવે તો ખાવા પીવાનું બંધ કરી બેસી જઈતો 

      થાય," ( વાતમાં મસ્તીનો છણકો કરતી બોલી)

હસુ ; "સાચી વાત છે બેન હવે તો કંટાળ્યા છીયે,

      આ ડોક્ટરો,નર્સો, નહીં થાકયા હોય હવે બીચારા 

      કેટલા દિવસથી આમને આમ ખડે પગે છે, પોતાના 

      ઘર પરીવારને મૂકી,આપણને તો દયા આવી જાય..!

      આવા પ્લાસ્ટિક ગાભા પહેરી આવી કાળી ગરમીમાં 

     જાત જાત ના ચિત્ર વિચિત્ર સ્વભાવના માણસો ને 

      પાલે પાડવાના,હદ છે હો એ ડોક્ટરોને "

લીના ; "હા..!" ( વાતની જાણકારી જાણે આગળ વધારતી 

       હોય એમ બોલી) "સાવ સાચી વાત છે બેન 

       બિચારા પોલીસ પણ જોને રાત દિ' માણસોને 

       સમજાવે છે ' ઘરે રયો ''ઘરે રયો 'પણ સમજે 

      કોણ બુદ્ધિ ના બળદીયા બેહેરાં હોય એમ નીકળી 

      પડે. આંટા મારવા ને ખાય પછી પોલીસ ના ધોકા.

      પણ એ બુદ્ધિ વગર ના એટલું નહી સમજતા કે 

      એ પોલીસો ને પણ પરિવાર છે જેનો વિચાર કર્યા

      વગર રાત દિ 'આપણી આવા આગ ઝરતા તડકામાં 

       ઈ આપણા સારા માટે આપણને રોકવા ઉભા છે,"  

હસુ ;  "હા..! સાવ સાચી વાત છે બેન, કેટ કેટલા કેસનુ કેવું 

      કેવું જાણવા મળે છે, આ છાપા વાળાને પણ 

      ધન્યવાદ આપવા પડે આપણા સુધી આ બધા 

      સમાચાર પહોચાડવા માટે જીવી જોખમમાં મુકી 

      કયાંના કયાં જાતા હશે." 

લીના ; "હા..!જોને હવે તો આ બધા સમાચાર બંધ થઈ 

      કંઈક સારા સમાચાર સાંભળવા મળે બસ તો બધાંના

      જીવને શાંતિ થાય."

હસુ ; "હા...! બસ ભગવાનને બે હાથ જોડી એ જ પ્રાર્થના 

      કે 'હે...! ભગવાન બસ કર તુ થાકયો નથી હજુ પણ 

      અમે થાકી ગ્યાં છીએ, રોજ એક ના એક સમાચાર 

     સાંભળી."

લીના ; સાવ સાચી વાત છે બેન ચાલ હવે ફોન મૂકું પછી 

      નિરાંતે વાત કરીયે, ટીવીમાં સમાચાર આવે છે ઈ

      જોઈ લઉ,"

હસુ ; "સારું 'જય શ્રી કૃષ્ણ 'પાછી ફોન કરીને સમાચાર 

      આપતી રહેજે."

લીના ; "હા બેન ' જય શ્રી કૃષ્ણ '( અને ફોન મુક્યો લીનાએ)"


આ બંનેની વાતો સાંભળી મને તો ઘણા સમાચાર મળ્યા,

અને શીખવા પણ મળ્યુ,ઓટલા પરિષદ, ફોન સમાચાર પણ ઘણી વાર ફાયદો કરી જાય છે, ટીવીના કે છાપાના સમાચાર કેટલા સાચા કેટલા ખોટા હશે ટીવી કે છાપા વાળા જાણે પણ આ બંને બહેનપણીની વાત સાવ સાચી છે. વિચાર કરજો વાંચી એકવાર.


Rate this content
Log in