Doli Modi

Others

3  

Doli Modi

Others

આંગળિયાત - 1

આંગળિયાત - 1

2 mins
84


અલાર્મની ધૂન વાગી, "ઓમ શ્રીકૃષ્ણ શરણમ્ મમ્:" એને મંજુબેન પણ સાથેજ ધૂન ગાતાં ભગવાનનું નામ બોલતાં પથારીમાંથી ઊભાં થયા. એમનો નિત્યક્રમ ફ્રેશ થઈને જ રસોડામાં જાય, મંજુબેન રસોડામાં ગયાં ચા મૂકી ગેસ ઉપર અને લીનાને બૂમ મારતાં લીનાના ઓરડા તરફ આગળ વધ્યા, 

લીના આજનાં સમયની સ્વતંત્ર સ્વભાવ ધરાવતી અને ફેશન ડિઝાઈનરના પ્રોફેશન સાથે પગભર મંજુબેન અને ભરતભાઈની મોટી દીકરી, એકદમ નમણી દેખાવડી અને સ્વભાવે સરળ, પોતાના કામમાં એકદમ પરફેક્ટ, ભરતભાઈ લીનાના પિતા જે કાપડના બીઝનેસમાં સારું એવુ નામ ધરાવતા, એને લીના અને જય એક દીકરો એક દીકરી, જય હજુ ભણે છે ઈન્જિનિયરીંગનુ મંજુલાબેન એક સંપૂર્ણ હાઉસ વાઈફ, પોતાના નીતી,નિયમ, ધર્મમાં શ્રદ્ધા અને વિશ્વાસથી પોતાનું જીવન જીવવા વાળા એક બહુ હાઈ-ફાઈતો ન કહેવાય,પણ સાવ સામાન્ય પણ ન કહેવાય એવો મીડલકલાસ પરીવાર, પરંતુ એકદમ ખૂશ ખુશહાલ. જિંદગી

શાંત વહેતી નદીની માફક રસ્તામાં આવતા મુશ્કેલીઓ સમાન પથ્થરો ઊપર થઈને પોતાની ધૂનમાં વહી જાય.

લીના : "મમ્મી...!આજ એક ફેશન શો માટે મારે મીટીંગ છે હું જમવા નહીં આવું થોડો નાસ્તો ભરી આપજે...!"

મંજુબેન : "હા, બટાટા પૌંવા બનાવી આપુ...?"

લીના : " હા,મમ્મી...હું તૈયાર થઈ જાવ..."

લીના ઊભી થઈ નાહી ધોઈને તૈયાર થઈ, ભરતભાઈ પણ તૈયાર થઈ આવી ગયા એટલીવારમાં બધાં નાસ્તાના ટેબલ ઉપર બેઠાં, મંજુબેન ચા નાસ્તો તૈયાર રાખ્યો હતો. હજુ 

જય નહતો આવ્યો, એટલે ભરતભાઈ મસ્તી કરતાં મંજુબેનને

કહ્યુ,

"ક્યાં છે...!? લાટ સાહબ, હજુ સૂતા લાગે છે, રાતે મોડે સુધી બહાર રખડવું, મોબાઈલ કરવો અને સવારે મોડે સુધી સૂવુ ..કયારે સુધરશે..?"

અને લીના અને ભરતભાઈ હસવાં લાગ્યા. મંજુબેન એક ભારતિયમાની જેમ પોતાના દીકરાની ફેવર કરતાં બોલ્યા,

"તમને બાપ દીકરીને તો મારો દીકરો જ દેખાય છે..!બિચારો આખો દિવસ ભણતો હોય છે, પછી બહાર જાય છે. એટલી વારમાં જય પણ તૈયાર થઈ આવી ગયો અને મમ્મીને આંખ દાબી પાછળ લીનાને ચૂપ રહેવા ઇશારો કર્યો. પરતું એ તો મા છે, દીકરાનો હાથ ઓળખી ગઈ અને હાથ ઊપર ટપલી મારતાં કહ્યુ, 

"બદમાશ, ચાલ હવે ચા નાસ્તો પતાવી ભણવા બેસ, મારે રોજ આ બાપ દીકરીનું સાંભળવું પડે છે. "

એને બધાં હસી પડ્યા. ચારેય નાસ્તો પતાવી અને પછી બધાં પોતપોતાના કામે વળગ્યા.

 પરતું જીવન અને સમય ચાલ્યા જ કરે છે, રોજ નવાં રસ્તા, નવી ખુશી, નવી મુસીબત,અને રોજ સવારનો નવો સૂરજ, કોઈ દિવસ એકનો એક સમય-કે એકનો એક સુરજ નથી આવતો, અને માનવ પણ આ પ્રવાહ સાથે પોતાની જાત અને 

મગજને અનુકૂળ પરિસ્થિતીમાં ઢાળતા શીખી ગયો છે. 

આગળના ભાગમાં આપણે એક નવા પરીવારની મુલાકાત કરશું. અને ભરતભાઈના પરીવારનો પ્રવાહ કઈ પથરાળ જમીન ઉપર વહી રહ્યો છે એ જાણશું.


Rate this content
Log in