Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Classics

4.7  

Kalpesh Patel

Classics

વૃતાંત - એક 'મહાસતી'નું

વૃતાંત - એક 'મહાસતી'નું

3 mins
545


ભારતીય ઉપખંડના પ્રખ્યાત તેમ જ હિન્દુ ધર્મના ખૂબ જ મહત્વ ધરાવતા મહાકાવ્ય રામાયણમાં વર્ણવ્યા મુજબ ત્રિપુરના નિર્માતા દાનવરાજ ‘મય’ના લગ્ન હેમા નામની અપ્સરા સાથે થયેલા હતા. સ્વર્ગલોકની અપ્સરા ‘હેમા’ના ‘મય’ સાથેના લગ્નજીવન થકી એક અત્યંત ખૂબસૂરત પુત્રી અવતરી, તેનુ નામ મંદોદરી પાડવામાં આવેલું હતું.

સ્વર્ગલોકમાં રહેવા ટેવાયેલી અપ્સરા હેમા, દાનવ દેશમાં કેટલું રહે ? દેવો પણ તે દાનવરાજ પાસે વધારે રહે તેમાં રાજી નહતા. આમ જુવો તો, અપ્સરાઓ સ્વભાવથીજ ચંચળ અને સ્વવિહારી હોય છે. એક જગ્યાએ લાંબો સમય રહેવું, તે તેમના સ્વભાવથી વિપરીત હોય છે. અપ્સરા જન્મજાત અસ્થિર હોય છે. એક સમયે દેવોએ ‘હેમા’ને સ્વર્ગલોક પરત આવવા ઈંજન મોકલ્યું, અને હેમાએ,તેને એકમાત્ર દીકરી મંદોદરીને ‘મય’ પાસે છોડી,દેવોના લોક સ્વર્ગ-લોકની વાટે સરી ગઈ. અપ્સરાનો અર્થ જુવો તો,‘અપ’ એટલે પાણી, અને ‘સરા’ એટલે સરી જવું, આમ પાણીની માફક સરી જાય કે નદીના વહેણની મકફ વહી જતી વ્યક્તિ એટલે અપ્સરા.

દાનવરાજ ‘મય’ વિચક્ષણ હતો , તેણે મંદોદરીના ઉછેરમાં કોઈ કચાસ નહતી રાખી. સર્વગુણ, અને સર્વકળા સંપન્નયુક્ત મંદોદરી વિકસે તેની કાળજી રાખેલી હતી. આમ મંદોદરીના વ્યક્તિત્વમાં અપ્સરાના નૂર સાથે સર્વ ગુણોનું સંયોજન થયું હોવાથી, સમગ્ર પૃથ્વી ઉપર તેના સમાન ગુણવાન અને સુંદર સ્ત્રી કોઈ હતી નહીં.

મંદોદરી જ્યારે પંદર વરસની થઈ ત્યારે તેનામાં અલૌકિક તારુણ્યના લક્ષણો ઉદભવ્યા. એક દિવસ દાનવરાજ ‘મય’ અને ‘મંદોદરી’ જંગલમાં ભ્રમણ કરતાં હતા ત્યાં, તેઓને દાનવરાજ રાવણ નો જંગલમાં ભેટો થઈ ગયો. ‘મંદોદરી’નું અપ્રીતમ સુંદર મનમોહક રૂપથો મોહિત થયેલા બ્રહમજીના પ્રપોત્ર રાવણે તેનો પરિચય દાનવરાજ મયને આપી, મંદોદરી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો.દાવનરાજ ‘મય’ પણ તેમની તરુણ દીકરી મંદોદરીમતે યોગ્ય પાત્રની શોધમાં હતા, એટલે તેઓએ દાનવરાજ રાવણે મૂકેલા પ્રસ્તાવને સ્વીકારી મંદોદરીના લગ્ન દાનવરાજ લંકા નરેશ રાવણ સાથે ધામધુમથી કર્યા. અને દાનવરાજ લંકા નરેશ રાવણે દાનવરાજ ‘મય’ને વચન આપ્યું કે જીવંત પર્યંત મંદોદરીજ તેની પટરાણી બની રહેશે. અને તે જીવંત પર્યંત લંકાની એકમાત્ર મહારાણી બનેલી રહેશે. આ વચનથી ખુશ થઈ દાનવરાજ ‘મયે’ તેની અતુલ માયાવી શક્તિનો પરિચય આપતા, રાવણની આખી લંકા સોનાની બનાવી દીધી હતી. અને વધારામાં ઘણા અમોઘ, અને દિવ્ય શસ્ત્રો ભેટમાં આપ્યા હતા.

ત્યારપછી દાનવરાજ રાવણે નાગ કન્યા અને દેવ કન્યાઓ સાથે બીજા અનેક લગ્ન કર્યા પણ મંદોદરીનું મહારાણીનું પદ અખંડ હતું. દાનવકુળમાં ઉછરેલી હોવા છતાં હંમેશા સાત્વિક વિચારને આધીન મંદોદરીએ કાયમ રાવણ દદ્વારા આચરવામાં આવતા અનિષ્ટ, અને દૂષકર્મોનો જીવન પર્યંત નમ્રતાથી વિરોધ કરેલ હતો. તે પતિ પરાયણ અને સતીત્વને પામેલી નારી હોઈ,તે જાણીચુકી હતી દશરથ નંદન શ્રી રામ, શાક્ષાત પુરૂષોત્તમનો અવતાર છે. અને સમગ્ર શ્રુષ્ટિમાં તેના પતિ રાવણને જો કોઈનાથી ભય હોય તો, તે શ્રી ‘રામ’થીજ હતો.

રાવણે જ્યારે સીતાનું અપહરણ કરેલું ત્યારે મદોદરીએ તેણે ખુબજ વાર્યો હતો, પણ વિધિના કથન મુજબ તે માન્યો નહી અને સીતા માતાને લંકામાં ઉપાડી લાવ્યો. દાનવ રાજ રાવણ વિદ્વાન હતો. મંદોદરી જ્યારે તેણે હિતકારી સલાહ આપતી ત્યારે, તે જાણતો હતો કે મંદોદરી તેના શ્રેય માટે ખરાબ કર્મ કરતાં રોકે છે છતાં તેને અવગણી દેતો હતો.

કેટલાક પૌરાણિક ગ્રંથો મુજબ શ્રી ‘રામ’ને હરાવવા રાવણે કેટલાયે યજ્ઞકર્યા હતા. એક પૌરાણિક ગ્રંથ રામ-કિયેન અનુસાર મંદોદરીએ શિવ અર્ધગીની ઉમા પાસેથી સંજીવની યજ્ઞનું રહસ્ય જાણી લીધુ હતુ, જેના દ્વારા અમૃત પ્રાપ્ત થવાનું હતું.પણ આ વિગત દાનવરાજ રાવણના નાનાભાઇ વિભિષણ જાણતા હતા,અને તે તેમણે શ્રી ‘રામ’ને જણાવી હતી, અને હનુમાનજીએ રાવણનું રૂપ ધારણ કરીને મંદોદરી પાસે જઈ મંદોદરીની યજ્ઞસાધનામાં ભંગ પડાવતાં તે યજ્ઞ સફળ નહતો થઈ શક્યો.

સીતાજીએ અશોક વાટિકમાં હનુમાનજીને કહ્યુ હતુ કે રાવણ પાસે એક માયાવી ખડગ છે જેની મંદોદરી રોજ પૂજા કરે છે. યુધ્ધ સમયે હનુમાનજીએ ખોટી અફવાફેલાવી કે રાવણનું મૃત્યુ થયુ છે મંદોદરી શોકમાં આવીને પૂજા ખંડથી બહાર આવી, અને આ સ્થિતિનો ફાયદો ઉઠાવી, હનુમાનજી એ તે ખડગ ઉઠાવી લીધુ અને આ ખડગ રાવણ પાસે યુધ્ધમાં ના હોવાથી તેના ઉપયોગથી રાવણ વંચિત રહ્યો હતો. રાવણની નાભીમાં જન્મજાત અમૃતકુંભ હતો. વિભીષણ પાસેથી આ સહસ્ય જાણીને યુધ્ધમાં શ્રી ‘રામે’ આગ્નેયાઅશત્ર બાણ ચલાવીને, તેઓ દાનવરાજ રાવણને મારી શકયા હતા.

શ્રી ‘રામ’ના બાણથી ઘાયલ થઈ મરણ પથારીએ પડેલા દાનવરાજ રાવણે પોતાની પત્ની મંદોદરીને કહ્યુ મને હવે જ્યારે મુક્તિ મળી રહી છે, તે સમયે મારા મરણ પછી તારી દુર્દશા ન થાય એટલે, તું મારા નાના ભાઈ સાથે વિવાહ કરી લેજે. પતિવ્રતા હોવાના કારણે મંદોદરીએ પતિની આજ્ઞાનું પાલન કર્યુ વિભીષણ સાથે વિવાહ કરી લીધા. આમ રાવણે મંદોદરીના પિતા દાનવરાજ ‘મય, ને આપેલ વચન અનુસાર, તેના મૃત્યુ પછી પણ મંદોદરી લંકાની મહારાણી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Classics