Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Inspirational

5.0  

Kalpesh Patel

Inspirational

શ્રદ્ધાંજલી

શ્રદ્ધાંજલી

1 min
1.5K


કારોના કાળમાં સમયના ખપ્પરમાં અમારા ‘જીવકોર’બા ખપી ગયેલા આજે દિવંગતની પ્રથમ વાર્ષિક નિર્વાણ દિવસે દૈનિક અમારા ખાલીપો અનુભવી રહેલા હૃદયને સાંત્વન મળે તે હેતુથી સ્વજને આપેલી શ્રદ્ધાંજલીની મેટર સાદર રજૂ છે.

અમારા ‘જીવકોર’બા પંચતત્વમાં લીન થયાં છે, તે ક્યાંય ગયાં નથી,

તેઓના આશીર્વાદ અમારી સાથે છે.

તેઓ કાંઈ ધરતીમાં અદ્રશ્ય થયાં નથી,

જીવકોરબા તો માટીની મહેક લઈ વનાંચલમાં વિસ્તરી ગયાં છે.

આશિષ રેલાવી પ્રગાઢ તરુવરમાં વેરાઈ ગયાં છે.

દિવંગતની યાદોના કલકલતા ઝરણાંઓ વહી રહ્યાં છે,

તેઓનું સ્મિત લીલાંછમ પર્ણોના મર્મર નાદમાં ગુંજી રહ્યું છે.

‘જીવકોર’બા કાંઈ અદ્રશ્ય થયાં નથી,

તેઓ દિવ્યજ્યોત સ્વરૂપે અવતરીને,

અમારા જીવનના દરેક શુભ દિવસે તેઓ

આપણાં હૃદયનાં તુલસીક્યારે ઝળહળશે હવે 

જે દિવંગત છે, તે ક્યાંય જતાં નથી,

તેઓ તો પંચતત્વરૂપે આપણી આસપાસ જ રહે છે.

એમની સ્મૃતિગાથા સદા આપણી મનોભૂમિમાં જીવંત જ રહે છે.

તેઓના આશિષ આપણી સાથે છે.

અમારા,….આપણાં...સૌના ... “બા” પંચતત્વમાં લીન થયાં છે, તે ક્યાંય ગયાં નથી.

જીવકોરબા ના સ્નેહથી ભીંજાયેલ આપના એક કુટુંબીજન તરફથી શ્રદ્ધાંજલી.

 મેટર વાંચતાં ‘અમને પણ થયું કે ‘અમારા ઉપરાત બીજુકોઈ પણ બાને મિસ કરે છે. એક નજર અમારી ઠાકોરજીની સેવામાં ટમ-ટમટી વીજળીની સિરીઝ સામે જોયું અને, બા તેને કંઈક કહેતા હોય તેવું લાગ્યું, જે ચમકે છે તેનો અસ્ત .. નિશ્ચિત હોય છે. આજે અમને મહેસૂસ થયું કે ચમકારા અને અસ્ત વચ્ચેનો સમયનો ઉપયોગ “બા એવો કરી ગયા .. કે તેમની દિવ્ય જ્યોતિ તેમના ગયા પછી આજે પણ બીજા સ્નેહી જાનના દિલમાં જળહળે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational