STORYMIRROR

Biren Patel

Children

4  

Biren Patel

Children

પાદર

પાદર

1 min
323

ગામને પાદર રોજ વાગે છે ઘૂઘર જોડે ગાડા,

લીલીભાજી કંદ ઔષધનાં હર્યા ભર્યા છે વાડા.


ભીંતે ભીંતે ગોવાલણો નિત થાપે છે છાણાં,

સૂરજ ઊગે કૂવો રણકે પનિહારીનાં ગાણાં.


ગામને પાદર નિત ફૂટે છે હેતરંગી રૂવાડાં,

ગામને પાદર રોજ વાગે છે ઘૂઘર જોડે ગાડા.


ખૂલ્લી શેરી, ખૂલ્લી ગલી ને ખૂલ્લાં છે ઘરના તાળાં,

મારું તારું કાંઈ નહિ અહીં સઘળા છે સૌના માળાં.


ગામને પાદર રોજ ઊગે છે સંતોના અજવાળાં,

ગામને પાદર રોજ વાગે છે ઘૂઘર જોડે ગાડા.


ગામને પાદર દાદા બેઠાં રિવાજો સચવાણાં,

દાદામાની વાતે વાતે સંસ્કારો સિચાણાં.


ગામને પાદર એક્મેક્નાં કરે છે રખવાળાં

ગામને પાદર રોજ વાગે છે ઘૂઘર જોડે ગાડા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children