Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Anita Bhanushali

Romance

2  

Anita Bhanushali

Romance

આ વરસાદ તુજ વિન મને ગમતી નથી

આ વરસાદ તુજ વિન મને ગમતી નથી

1 min
1.2K


તારી યાદોની ઝરમર એક પળ થંભતી નથી,
આ વરસાદ તુજ વિન મને ગમતી નથી..
 
આકાશે મીટ માંડી બેઠું'તુ ચાતક,
વર્ષાએ દીધી એની આંખોને રાહત
હેતની હેલી વિન તૃષ્ણા મનની છીપતી નથી,
આ વરસાદ તુજ વિન મને ગમતી નથી..
 
અષાઢી મોરલો મારે આંગણે ટહુકતો,
વરસાદી વાયરો મને સ્પર્શે અછડતો
તોય એષણા મનની થનગનતી નથી,
આ વરસાદ તુજ વિન મને ગમતી નથી..
 
ડાળે ડાળે પંખીઓના મિલનની છે ચહેક,
મારા શ્વાસોમાં સમાઈ છે ધરતીની મહેક
પ્રકૃતિની શોભા આજ મનને જચતી નથી,
આ વરસાદ તુજ વિન મને ગમતી નથી..
 
આ વાદળોનો ગડગડાટ મુજને પજવતો,
આ વિજનો ચમકારો મારી આંખોને કનડતો
મૂશળધારેય અગન મનની શમતી નથી,
આ વરસાદ તુજ વિન મને ગમતી નથી..
 
ભીની ભીની આંખો તુજને પોકારે,
કોરું કોરું મન ભીંજવાની રાહ નિહાળે
આવ હવે, આ વેળા વિરહની વિતતી નથી
આ વરસાદ તુજ વિન મને ગમતી નથી..


Rate this content
Log in

Similar gujarati poem from Romance