Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Anita Bhanushali

Others

4  

Anita Bhanushali

Others

ને ફરી વરસાદ આવ્યો...

ને ફરી વરસાદ આવ્યો...

1 min
14.1K


હજુ હૈયે વળી ન કળ ને ફરી વરસાદ આવ્યો,
હજુ આંખે સુકાયા ન જળ ને ફરી વરસાદ આવ્યો...

ઘેરાયા વેદનાના વાદળ ને કાળું થયું આકાશ,
હજુ સૂરજ થયો ન ઝળહળ ને ફરી વરસાદ આવ્યો...

ઓસરયા પૂર હારેલી પ્રીતના ને બેઠી થઈ જિંદગી,
હજુ થંભ્યું તોફાન એક પળ ને ફરી વરસાદ આવ્યો...

મથ્યું મન મુક્ત થવાને તોડી યાદોનું પિંજર,
હજુ ભરી ન એક ફાળ ને ફરી વરસાદ આવ્યો...


Rate this content
Log in