Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
દિમાગની મીઠી ખંજવાળ..
દિમાગની મીઠી ખંજવાળ..
★★★★★

© Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

1 Minutes   13.6K    6


Content Ranking

નાચું ગાઉં કે લખી નાખું એકાદ કવિતા,    
આ બધીજ દિમાગની મીઠી ખંજવાળ છે.

નથી કોઈ જ દેખીતો સીધો ફાયદો જ્યાં,
તોય આ અનોખી ખુશીની ટંકશાળ છે.

આમ તો છે છત્રીસ મુલાક્ષરોનો કમાલ,
ને શબ્દો સંગ ભાવની કેવી ઘટમાળ છે.

ભવનમાં પ્રવેશ થયા પછી શું કરશો?
આ શબ્દો તો શૂન્યની મૌન પરસાળ છે.      

વિસ્તાર ખાલીપાનો શબ્દોમાં થયા પછી,
કેવો સંસ્મરણો નો સ્વાદિષ્ટ રસથાળ છે.  

ચરણ ભલેને હોય મારા આ ધરતી ઉપર,
ને આકાશની પેલે પાર મારો વિસ્તાર છે.

મૂળ વાત છે "પરમ" સાથેના ઘરોબાની
તો જ ભાવથી આ "પાગલ" શબ્દવહેવાર છે

છત્રીસ મુલાક્ષરો નાચવું ગાવું

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..