Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Narshih Maheta

Classics

0  

Narshih Maheta

Classics

તું કિશા ઠાકુરા ?

તું કિશા ઠાકુરા ?

1 min
165


તું કિશા ઠાકુરા ? હું કિશા સેવકા?

જો કર્મચા લેખ ભૂંસ્યા ન જાયે;

મંડળિક હારને માટે મને બહુ દમે,

છબિલા વિના દુઃખ કોને કહાયે ? - તું કિશા. ૧

કો'કહે લંટી કો કહે લોભિયો,

કો કહે તાલકૂટિયો તે ખોટો,

સાર કર માહરી, દીન જાણી જરિ !

હાર આપો કહું નાથ મોટો. - તું કિશા. ૨

બે પાસા સુંદરી, કાંઠે બાંહો ધરી,

કેશવા ! કીર્તન એમ હોયે,

અજ્ઞાન લોક તે અશુભ વાણી વદે,

પૂર્ણ જે ભક્ત તે પ્રેમ જોયે. - તું કિશા. ૩

જહીં મહાદેવજીએ પૂર્ણ કૃપા કરી,

તહીંનો મેં લક્ષ્મીનાથ ગાયો,

મામેરા વેળા લાજજાતી હૂતી,

ગરૂડ મેલીને તું ચરણે ધાયો. - તું કિશા. ૪

મુંને વેવાઈએ અતિશય વગોવિયો,

ઉષ્ણ જળ મૂકીને હાસ કીધું,

દ્વાદ્રશ મેઘ ! તેં મોકલ્યા શ્રીહરિ !

આપણા દાસને માન લીધું. - તું કિશા. ૫

સોરઠ મંહે મુંને સહુએ સાચો કહ્યો,

પુત્રીને મામેરું વારુ કીધું,

નાગરી નાતમાં ઈંડું અડાવિયું;

નરસૈયાને અભેદાન દીધું. - તું કિશા. ૬


Rate this content
Log in

Similar gujarati poem from Classics