STORYMIRROR

Narshih Maheta

Classics

0  

Narshih Maheta

Classics

નીત નીત લાછવર લક્ષણ રૂડાં

નીત નીત લાછવર લક્ષણ રૂડાં

1 min
293


નીત નીત લાછવર લક્ષણ રૂડાં,

મોટેરાં થઈએ રે ત્યમ બોલીએ રૂડાં,

માત યશોદા જાણે રે માહારો લાડકો પુત્ર,

વાહાલાજીએ ઠામ ઠામ માંડ્યાં ઘરસૂત્ર.

જેહનું બ્રહ્માદિક ધ્યાન ધરે સુર મુનિ ગાયે,

દૃષ્ટિ પડી નાચ્ય વિના રમી ન જાયે.

શીખ દેતાં દુભાશો મા શામળા કાહાન,

નરસિંહાએ એ નાર્યને દીધું સનમાન.


Rate this content
Log in

Similar gujarati poem from Classics