STORYMIRROR

Neha Desai

Classics

3  

Neha Desai

Classics

નથી શકાતો

નથી શકાતો

1 min
237


સાથ છોડીને પણ, સંબંધ તોડી નથી શકાતો,

વિતેલા સમયને, ફરીથી જીવી નથી શકાતો !


જખ્મ ઊંડો અપાય છે, જ્યારે અંગત દ્વારા,

ચહેરો એ જીવનભર ભૂલી નથી શકાતો !


ચડાવઉતાર માનવીને, જીવતાં રાખે છે, હંમેશ,

ધડકે ના હૃદય તો, માણસ જીવંત કહી નથી  શકાતો !


ખૂંચે છે આંખોમાં ક્યારેક, કસ્તર બનીને કોઈ,

આંસુઓનો દરિયો, ત્યારે રોકી નથી શકાતો !


ખરે છે, દરેક પાંદડા પાનખરમાં, પીળા બનીને,

વૃક્ષનો સંબંધ પર્ણ સાથે તોય, તોડી નથી શકાતો !


કોઈકવાર 'ચાહત'માં, ઘવાય છે નાજુક દિલ,

પ્રેમ નો નાતો તોય, હૃદયથી તોડી નથી શકાતો !


Rate this content
Log in

Similar gujarati poem from Classics