Mukesh Jogi

Thriller


Mukesh Jogi

Thriller


અર્થને દાબી ઉભો છું,

અર્થને દાબી ઉભો છું,

1 min 13.2K 1 min 13.2K

અર્થને દાબી ઉભો છું, માઁ કસમ,

શબ્દને દાગી ઉભો છું, માઁ કસમ,


સૂર્યને કોઈક ઉતારો કાખથી,

બાળ ટટળાવી ઉભો છું, માઁ કસમ,


સુખની વ્યાખ્યા, આટલી બસ આટલી,

દુઃખ અપનાવી ઉભો છું, માઁ કસમ,


આવકારો આપ આગંતુક છું,

દ્વાર ખખડાવી ઉભો છું, માઁ કસમ,


સોંપી દેવા'તા પ્રસંગો એટલે,

હાથ હું ઝાલી ઉભો છું, માઁ કસમ,


છે, કવાયત વ્યર્થ અંકોની હવે,

શૂન્યતા સ્થાપી ઉભો છું, માઁ કસમ,


બેધડક થઈ કર પ્રહારો આકરાં,

વજ્રતા ત્યાગી ઉભો છું, માઁ કસમ.


Rate this content
Originality
Flow
Language
Cover Design