તો જીવન આમ જીવાય જશે જોજોને
તો ગીત આમ ગવાય જશે જોજોને
પળમાં તોડી મૈત્રી, મળશે શું જીવનમાં?
આનંદ, ખુશી, હર્ષ, ઉલ્લાસ, પ્રેમ, શું ઉજવાશે
તો તાંતણા આમ સિવાય જશે જોજોને
હું તને જોવાનો બસ અહમમાં સમય ખોવાનો
મૈત્રી દીધી ત્યાગી, પછી ખભો મળશે રોવાનો?
ભય,ચિંતા, દુઃખ, હતાશા, નિરાશા રૂપી વાદળીઓ વરસસે ત્યારે
તો કોઇ દી આમ રોવાય જશે જોજોને
તો જીવન આમ જીવાય જશે જોજોને
તો ગીત આમ ગવાય જશે જોજોને.