Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
હૃદય આજ ગાઈ રહ્યું છે
હૃદય આજ ગાઈ રહ્યું છે
★★★★★

© Narendra Chauhan

Romance

1 Minutes   6.7K    1


Content Ranking

હૃદય આજ ગાઈ રહ્યું છે સજણ તારી પ્રીતમાં,

રહેજે રે જનમોજનમ, તું સજણ મારા સંગમાં;

હૃદય આજ ગાઈ રહ્યું છે...

 

ખરૂં રે નસીબ એનું જે રહ્યું કાજળ તારી આંખમાં,

હોઠો પર સજાવી દે મને, રાખી લે તારા સ્મિતમાં;

હૃદય આજ ગાઈ રહ્યું છે...

 

સૌભાગ્ય ઘણું એનું જે ઝૂમે ઝુમ્મર તારાં કાનમાં,

કંકણ બનાવી દે મને પહેરી લે તારા હાથમાં;

હૃદય આજ ગાઈ રહ્યું છે...

 

ઇર્ષા આવે છે એની જે વસે ગજરો તારા વાળમાં,

ધડકન માની લે મને વસાવી દે તારા ઉરમાં;

હૃદય આજ ગાઈ રહ્યું છે...

 

પ્રીત, પ્રેમ, પ્રિયતમા શું ઉમેરું હું તારા નામમાં,

ગીત ગણી ગાઇ લે મને વહાવી દે તારા કંઠમાં;

હૃદય આજ ગાઈ રહ્યું છે...

 

 

 

                                                                                                                                                                     

ગીત

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..