નજર જરા નાંખો આસપાસ
નજર જરા નાંખો આસપાસ
1 min
13.2K
ભક્તોની આ ભીડ મહીં...
ધર્મના નામે લાખો નાણાં ખર્ચનાર
નજર જરા નાંખો
આસપાસ
છપ્પનભોગ ઈશ્વરને ધરનાર
નજર જરા નાંખો
આસપાસ
વૈભવી વાઘાઓથી શણગારનાર
નજર જરા નાંખો
આસપાસ
છે ઘણાંય ભૂખ્યા પેટે ટળવળનાર,
છે ઘણાંય ફાટેલ વસ્ત્રે ભટકનાર.
નજર જરા નાંખો
આસપાસ...
