પછી પોતાનું ધાર્યું કર...
પછી પોતાનું ધાર્યું કર...
1 min
13.6K
પહેલાં હૈયે હામ ધર,
પછી પોતાનું ધાર્યુ કર!
આંબવું આકાશે જો; સ્વપ્નપંખ ફેલાવ
ભરી છલાંગ, પવન શ્રધ્ધાનો રેલાવ
પરિશ્રમ શ્વાસોમાં ભર
મેરુ બની સઘળા ઊભા રહેશે આડે
મરડાયેલો મારગ છોને, રાડો પાડે
અડચણોથી તું ના ડર
પ્રસ્વેદ પછી સફળતા થઇ દડશે
નિષ્ફળતા તો આપોઆપ નીચે પડશે
માંગ્યુ તને મળશે વર
