STORYMIRROR

Narendra Chauhan

Others

2.8  

Narendra Chauhan

Others

હાઈકુ સંગ્રહ

હાઈકુ સંગ્રહ

1 min
14K


(૧)

નિરખે છે એ

સમસ્ત જગતને

છુપાવીશ શું?

 

(૨)

ધર્મ સાચવ્યો

તમે રાવણ હણ્યો

સીતા કાં ત્યાગી?

 

(૩)

પંકજ ખીલે

કાદવમાં એ છતાં

રહે સુંદર

 

(૪)

વિરહ પણ

ઝરમર વરસ્યો

અશ્રુ થઈને

 

(૫)

ધર્મથી દૂર

ધર્મ ભૂલીને ભાગે

ધર્મનાં નામે

 

(૬)

વાતાવરણ

ધ્રૂજી ઉઠે છે આજે

વૃક્ષછેદને

 

(૭)

પ્રિયતમાની

કંકોતરી છે મળી

ભાર કેટલો?

 

(૮)

કોણ કહે છે?

નિરખને ગગને

ખુદમાં જ જો

 

(૯)

મેળવી શકે

મંથનથી ઉત્તર

સત્યના માર્ગે

 

(૧૦)

મિથ્યા જગત

લાગે છે આજે તને

'હું' ને તપાસ

 

(૧૧)

અથડાતી જો

વૃધ્ધાશ્રમને દ્વારે

જીવન સંધ્યા

   

(૧૨)

સમય મૂડી

વેડફી પાણી પેઠે

રડે દુકાળે?

 

(૧૩)

ફૂલ સુગંધી

શેષ જીવન થોડું

થાજે મનવા

 

(૧૪)

ઇશ્વર આપે

આખુ આયખું તને

તો પણ તૃષ્ણા?

 

(૧૫)

લોહી ચુસાય

લોકશાહીમાં કોનું?

લોક-પ્રજાનું

 


Rate this content
Log in