Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ખોવાયું...?
ખોવાયું...?
★★★★★

© Kiran shah

Inspirational Others Classics

1 Minutes   7.2K    5


Content Ranking

આંગણે વાવેલ થોડા વૃક્ષ ને છોડ,

બચપણનાં સાથી.

ઉનાળે લીમડાની છાયા, 

આંબાની કેરી..

ચીકુ - બદામ,

જામફળ ને જાબું, 

ખોવાયા મારે આંગણેથી.

બારમાસી, ગુલાબ, ચંપો,રાતરાણી...

મહેંક તેની વિસરાઈ.

મોગરો, જાસુદ, ડમરો આંગણે જોવા તરસું...

ભમરાનું ગુંજન ને પતંગીયાની રંગછટા વિલાઈ...

તુલસીનો કયારો,

દીવોને ધૂપ કયાંક જ સચવાણા.

માનું રસોઈ ઉધાન કયાં ગાયબ?

ટમેટા, મરચા, દૂધી, કારેલા, તુરીયાં, રીંગણ ભાતભાતનાં...

સરગવોને ગરમાળો તો નજરેથી ના ખસે...

આંગણે મારા,

મહેમાન બનતા વાનરને જાત જાતના પંખી..

ભ્રમરોને પતંગિયાંની નાત

સવાર સાંજ કલરવ તેનો સંભળાતો.

કાન તરસ્યા સાંભળવા મધૂર ગાન...

સીમેન્ટના જંગલમાં માનવી ખોવાયો,

ભૂલ્યો લીલી વનરાજી...

જંંગલ ને સાથી એનાં ન્યારા.

આજે તો...

બોનસાઈને કેકટસ શોભા બાલ્કનીની વધારે..

સુગંધવિહિન ફુલો આંગણા શોભાવે...

કાજલ વિશ્ર્વ પર્યાયવરણ દિન હર વરસ આવે..

એક દિવસમાં આ નવી આદતો કોની બદલાશે?

૩૬૫ દિવસ કર પર્યાયવરણની રક્ષા તો પૃથ્વી નંદનવન બની જાશે...

પૃથ્વી રક્ષા કલરવ અછાંદસ ઉપવન

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..