Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Purohit

Classics Romance

4  

Neha Purohit

Classics Romance

લગ્નોત્સુક કન્યાનાં મનોભાવ

લગ્નોત્સુક કન્યાનાં મનોભાવ

1 min
13.2K


એક મજાનો જણ અચાનક આંગણિયામાં આવે, બાપુ પાસે મુજને માગે.. 

એમ જિંદગી જીવવા જેવી લાગે.

પરણીને પગલા દઉં, ને એ બોલે , 'તારે પગલે ઘર તો ભર્યુંભાદર્યું લાગે !'

એમ જિંદગી જીવવા જેવી લાગે.


ઘર-ગૃહસ્થી સાચવવાના કોડ ઘણાંયે મામાટે પૂરીને હું તો ઉભી રહું ઉંબરિયે,

સાસુમા પોંખે ને હરખાતે હૈયે જેઠાણી મારાં ઓવારણા લૈ, લઈ જાયે રાંધણિયે.

ઘરની ધરખમ રૂઢીઓમાં એ હળવેહળવે ઢાળે !

એમ જિંદગી જીવવા જેવી લાગે.


દેરિડો દોસ્તાર સમો થૈ ભાભીભાભી કરતો મારી આગળપાછળ હરખપદુડો ચાલે,

નાની નણદી લાડ કરીને આણામાથી પચરંગી પટ્ટોળા ઉપર ખુદનો દાવો માંડે,

સસરાજી હિંડોળે બેસી શુભાશિષ વરસાવે...

એમ જિંદગી જીવવા જેવી લાગે.


રઢિયાળી રાતે રંગરસિયો રૂંવેરૂંવે રંગે, અધબીડી આંખોને આંખોથી આલિંગે,

ખૂણામાં થરથરતો દિવડો સ્થિર થઈને, પ્રણય તણી મસ્તી દેખીને અંતરમાં આનંદે ,

સઘળા લોકો આમ જીવનને રમણિયતાથી માણે...

એમ જિંદગી જીવવા જેવી લાગે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics