Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
જાગ કમળાપતિ
જાગ કમળાપતિ
★★★★★

© Narshih Maheta

Classics

1 Minutes   216    8


Content Ranking

જાગ કમળાપતિ હજી કાં સૂઈ રહ્યો ?

રોજ રામ તણી આજ ભાવી ?

વાર લાગે ઘણી, લાજ જાયે હણી,

પછે શું કૃષ્ણજી કરશો આવી ? - જાગ. ૧

મેલ મમ નાથને ન ભર તું બાથને,

કાં રે કમળા ? તુંને લાજ ના'વે ?

દાસ-ઉપહાસ થશે લાજ તારી જશે,

પછે તને વ્હાલાજી ! કોણ ધ્યાશે ? - જાગ. ૨

'ઉધડકી ઊઠિયા ? સેજથી શ્રીહરિ,

ઊઠી કમળા રહ્યા હાથ જોડી;

'ઉધડકી ઊઠિયા ? ક્ણ બડભાગીઆ ?

સાર પ્રભુ ! તેની કરોને દોડી. - જાગ. ૩

નરસૈયો નાગર ભક્ત છે માહરો,

પ્રાન થકી અધિક તે નિશ્ચે જાણો,

જાઉં વેગે કરી, હૂંડી પાછી ફરી,

લોક માંહે કરિં હું સમાણો. - જાગ. ૪

વણિક થયો વિઠ્ઠલો, શેઠ થયો શામળો,

વાણોતર આઠ લીધા છે સાથે,

કુંડળ કરણ ને ચરઆ છે મોજડી,

વીમ્ટી ને વેલિયા પહેર્યાં હાથે. - જાગ. ૫

શામળું અંગે તે અતિઘણું ઓપતું,

શોભતી લટકતી ચાલ ચાલે,

તીરથ વાસિઓ મન માંહે સંકોચિયા,

સંમુખ શેઠને રહ્યારે ભાળે. - જાગ. ૬

'આ તો અપૂરવ પુરુષ દિસે ભલો

નાણાવટી માંહે સાર અંકે,

ક્યમ કરી પૂછીએ, વાતને જાતને ?

આપણ કેમ બોલાય રંકે ? - જાગ. ૭

અંતરજામીએ જાણી છે વારતા,

શ્રીમુખ બોલિયા મધુર વાણી, 'કોણ ભાઈઓ !

તમો, શેઠ શામળ અમો,

અમ સરખું કાંઈકહેજો જાણી. - જાગ. ૮

ધાઈ ચરણે ઢળ્યા, શેઠ શામળ મળ્યા,

ધન્ય અમ ભાગ્ય તે ચાલી આવ્યા;

નરસૈંયે નાગરેગઢ થકી મોકલ્યા,

પત્ર હૂંડીનું લખાવી લાવ્યા. - જાગ. ૯

નાગર ભક્ત નરસૈંયો કમળાપતિ શામળ નાગરેગઢ નરસિંહ મહેતા old classic

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..