તમે યાદ આવ્યા
તમે યાદ આવ્યા
આ ચોમાસુ બેઠું ને તમે યાદ આવ્યા,
આ વરસાદ આવ્યો ને તમે યાદ આવ્યા,
તમે એ પર્ણ પર પડેલ વરસાદનું ટીપું,
અમે એ ટીપાને ઝીલનાર પર્ણ,
અમે એ સંધ્યાનું મેઘધનૂષ્ય,
તમે એ મેઘધનૂષ્યના સપ્તરંગ,
આ મેઘધનૂષ્ય વિખેરાયું ને તમે યાદ આવ્યા,
આ સપ્તરંગ રેલાયા ને તમે યાદ આવ્યા,
અમે કિનારે વિખરાયેલા છીપલા,
તમે એ છીપલાનું મોતી,
અમે આ ધરતીની ભીનાશ,
તમે આ ભીનાશની મીઠી મહેક,
આ ભીનાશ સૂકાઇ ને તમે યાદ આવ્યા,
આ મહેક પ્રસરાઇ ને તમે યાદ આવ્યા.