ધન ધરતી સૌરાષ્ટ્રની…
ધન ધરતી સૌરાષ્ટ્રની…
સાવ અનોખી છે આ ધરતી,
જ્યાં ભક્તિની છે શક્તિ,
એ ધન ધરતી સૌરાષ્ટ્રની…
ગિરનાર બેઠો વાળી પલાઠી,
સિંહો તણી છે જ્યાં વસ્તી,
એ ધન ધરતી સૌરાષ્ટ્રની…
દ્વારિકાધીશને સુદામાની,
અમર મૈત્રીની કહાની,
એ ધન ધરતી સૌરાષ્ટ્રની…
દતનાથ ને આદિનાથની,
જય થાય જ્યાં સોમનાથની,
એ ધન ધરતી સૌરાષ્ટ્રની…
આબરૂ જેની મૂછો સાચવતી,
શૌર્યની પહેરે જે પાઘડી,
એ ધન ધરતી સૌરાષ્ટ્રની…
સેવાની જ્યાં ધજા ફરકતી,
વટને વચન પાળનારી,
એ ધન ધરતી સૌરાષ્ટ્રની…
‘અર્જુન’ને એ પ્રાણથી પ્યારી,
પ્રભુને ગમતી જે ધરતી,
એ ધન ધરતી સૌરાષ્ટ્રની…!